Home /News /dharm-bhakti /

Vastu Tips: રાત્રે સૂતી વખતે માથા પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, થઇ જશો પાયમાલ

Vastu Tips: રાત્રે સૂતી વખતે માથા પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, થઇ જશો પાયમાલ

રાત્રે સુતી વખતે ધ્યાન રાખો આ બાબત, નહીં તો થઇ જશો પાયમાલ

Vastu Tips: સુતી (Sleeping) વખતે માથા પાસે રાખેલી કેટલીક વસ્તુઓ વાસ્તુ દોષ (Vastu dosh)નું કારણ બને છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે, જેને સૂતા સમયે પાસે રાખવાથી નકારાત્મકતા (Negativity) આવે છે

    ધર્મ ભક્તિ ડેસ્ક:  સુતી (Sleeping) વખતે માથા પાસે રાખેલી કેટલીક વસ્તુઓ વાસ્તુ દોષ (Vastu dosh)નું કારણ બને છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે, જેને સૂતા સમયે પાસે રાખવાથી નકારાત્મકતા (Negativity) આવે છે અને અશુભતાને આમંત્રણ આપે છે. જેથી સૂતા સમયે આ વસ્તુઓને ક્યારેય પણ માથા આગળ ના રાખવી જોઈએ.

    આધુનિક યંત્ર

    યંત્રને હંમેશા ઓટોમેટીક માનવામાં આવે છે અને તે હંમેશા ચાલું જ હોય છે. આ આધુનિક યંત્ર આપણી મનની શાંતિને અવરોધી શકે છે. ઘડિયાળ, મોબાઈલ, ફોન, લેપટોપ, ટીવી, વિડીયો ગેમ જેવા સાધનો રાત્રે સૂતી વખતે માથા પાસે ના રાખવા જોઈએ. વાસ્તુ અને જ્યોતિષમાં આ વસ્તુઓને માથાથી દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે. મોટાભાગના લોકો માને છે કે, આ મશીનમાંથી નીકળતા કિરણો આરોગ્ય અને માનસિકતા માટે ખૂબ જ ઘાતક છે.

    પર્સ, વોલેટ

    ક્યારેય પણ માથા પાસે પર્સ અથવા વોલેટ ના રાખવું જોઈએ. આવું કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે. જેના કારણે વગર કામના ખર્ચામાં વધારો થાય છે. ધન, કુબેર અને લક્ષ્મીનો વાસ હંમેશા તિજોરીમાં હોય છે. સૂતા પહેલા તમારુ પર્સ યોગ્ય જગ્યા પર મૂકવું જોઈએ. આ પ્રકારે કરવાથી તમે હંમેશા સુખી રહેશો.

    દોરડુ અને સાંકળ

    દોરડુ અને સાંકળ જેવી વસ્તુઓ દૈનિક જીવનમાં ઉપયોગી થઈ શકે છે. રાત્રે આ બધી વસ્તુઓ પલંગ પાસે ના રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર દોરડું અને સાંકળના કારણે અશુભ અસર થાય છે. જેના કારણે મનુષ્યના કામમાં વારંવાર અડચણ આવે છે અને કામ બગડે છે.

    ખાંડણી

    વાસ્તુ અનુસાર રાત્રે સૂતા સમયે પલંગ નીચે અથવા માથા પાસે ખાંડણી ના રાખવી જોઈએ. ખાંડણી પલંગ નીચે અથવા રાત્રે સૂતા સમયે માથા પાસે રાખવાથી સંબંધોમાં તણાવ આવે છે. ઉપરાંત વ્યક્તિ સકારાત્મક કાર્યોમાં ઊર્જાનો વપરાશ કરવાની જગ્યા અન્ય વિવાદોમાં પડવા લાગે છે.

    પાણીની બોટલ

    વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલું વાસણ ક્યારેય માથાની નજીક ન રાખવું જોઈએ. હકીકતમાં, ચંદ્ર ગ્રહ આનાથી પ્રભાવિત છે, જેના કારણે માનસિક બિમારીનું જોખમ રહે છે.

    ન્યૂઝપેપર અથવા મેગેઝીન

    વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ તકિયા નીચે ન્યૂઝપેપર અને મેગેઝીન જેવી વસ્તુઓ ના રાખવી જોઈએ. આ વસ્તુઓ તકિયા નીચે રાખવાથી વ્યક્તિના જીવન પર અસર થાય છે. આ સિવાય જીવનમાં બિનજરૂરી તણાવ પણ રહે છે.
    First published:

    Tags: Vastu dosh, Vastu tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन