Vastu tips: આપણા જીવનમાં વાસ્તુ (Vastu)નું ઘણું મહત્વ છે. જો આપણું ઘર વાસ્તુ (Home vastu) અનુસાર બને તો આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. બીજી તરફ ઘર વાસ્તુ મુજબ ન હોય તો ઘરમાં અશાંતિ રહે છે અને ઘરમાં દરિદ્રતા આવી જાય છે. એટલે જ ઘર વાસ્તુ મુજબ બનાવવામાં આવે છે. વાસ્તુ સારું હોય તેવા ઘરોમાં રહેતા લોકો સ્વસ્થ અને ખુશ રહે છે અને ઘરમાં સકારાત્મકતા, સુખ સમૃદ્ધિ પણ રહેતી હોય છે.
ઘણા ઘરોમાં મહેમાનો માટે ગેસ્ટ રૂમ અથવા ડ્રોઇંગ રૂમ હોય છે. ડ્રોઇંગરૂમને ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. મહેમાનોને સારું લાગે તે માટે આ રૂમને સજાવીને રાખવામાં આવે છે. રૂમ સજાવવો સારી વાત છે પણ ડ્રોઈંગ રૂમ વાસ્તુશાસ્ત્ર (Drawing Room Vastu Tips) અનુરૂપ હોય તે પણ મહત્વની બાબત છે. જેથી તિરુપતિના જ્યોતિષી અને આર્કિટેક્ટ ડો.કૃષ્ણકુમાર ભાર્ગવે વાસ્તુ અનુસાર ડ્રોઈંગરૂમમાં ઘરનો ડ્રોઈંગ રૂમ કેવો હોવો જોઈએ અને કેવી કાળજી રાખવી જોઈએ? તે અંગે અહીં જાણકારી આપી છે.
2. ડ્રોઇંગરૂમ હવાઉજાસવાળો હોવો જોઈએ. તેમાં મુકવાની ગેલેરી અને બારીઓ ઉત્તર કે પૂર્વ દિશામાં હોવી જોઈએ. આમ કરવાથી તેની અંદર પૂરતો પ્રકાશ અને હવા આવી શકશે.
3. ડ્રોઇંગરૂમના ફ્લોર અને છત અન્ય ઓરડાઓ કરતા નીચા હોય તે પ્રકારે તેનું નિર્માણ થવું જોઈએ.
6. ડ્રોઇંગરૂમમાં આવેલા મહેમાનોએ બેસવા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં સોફા અને ખુરશીઓ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ.
7. ડ્રોઈંગ રૂમમાં ઘરના વડાને બેસવાની જગ્યા એવા સ્થાન પર રાખવી જોઈએ જ્યાં બેસીને તેનો ચહેરો ઉત્તર કે પૂર્વ દિશા તરફ રહે.
8. ડ્રોઇંગરૂમ ચોરસ અથવા લંબચોરસ હોવો જોઈએ. કંઈક નવું કરવાનો હેતુથી ડ્રોઇંગ રૂમનો આકાર વિચિત્ર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી વાસ્તુદોષ સર્જાય છે
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર