Home /News /dharm-bhakti /

Vastu Tips : આ વાસ્તુ ટીપ્સ ફોલો કરવાથી બાળકોનું ભણવામાં મન લાગશે

Vastu Tips : આ વાસ્તુ ટીપ્સ ફોલો કરવાથી બાળકોનું ભણવામાં મન લાગશે

પ્રતિકાત્મ તસવીર

કેટલીક વાસ્તુ ટીપ્સને (Vast TIPS) અપનાવીને તમે તમારા બાળકોના ભણતરમાં સુધારો લાવી શકો અને અનેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

    બાળકોને (Children) યોગ્ય રીતે ભણાવતા (Education) મા-બાપના પરસેવા છૂટી જાય છે. અનેક વાર બાળકો યોગ્ય રીતે ભણતા નથી ત્યારે માતા-પિતાની સમસ્યા વધી જાય છે. આવુ અનેક કારણોસર થઈ છે જેમાંથી એક કારણ ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે. કોરોના કાળમાં દરેક બાળકો ઓનલાઈન ક્લાસિસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બાળકો પર ભણવાનું વધુ પ્રેશર હોય છે અને માતા-પિતા પર બાળકોને ભણાવવાનું પ્રેશર હોય છે.

    કેટલીક વાસ્તુ ટીપ્સને (Vast TIPS) અપનાવીને તમે તમારા બાળકોના ભણતરમાં સુધારો લાવી શકો અને અનેક સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમારા બાળકનું ભણવામાં મન નથી લાગી રહ્યું, બાળકોનું ધ્યાન ભટકી રહ્યું છે અને ભણવાનું ઈચ્છતા હોવા છતા એકાગ્રતાથી ભણી શકતા નથી તો આ તમામ બાબત ચિંતાનો વિષય હોઈ શકે છે. આ તમામ બાબતો વાસ્તુ દોષના કારણે થઈ શકે છે. કેટલીક વાસ્તુ ટીપ્સની મદદથી તમે તમારા બાળકોના ભણતરનું ધ્યાન રાખી શકો છો.

    વાસ્તુ ટીપ્સ

    જો તમે ઈચ્છો છો કે તમારા બાળક મન લગાવીને ભણે અને સફળતા મેળવે તો વાસ્તુ અનુસાર તમારા બાળકનો સ્ટડી રૂમ તૈયાર કરો. બાળકોનો સ્ટડી રૂમ પૂર્વ, ઉત્તર અથવા ઈશાન ખૂણામાં બનાવવો જોઈએ.

    વાસ્તુ અનુસાર જો પહેલાથી સ્ટડી રૂમ પશ્ચિમ દિશામાં બનાવેલ છે તો સુનિશ્ચિત કરો કે બાળક પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને ભણે. જેનાથી બાળકનું ભણવામાં મન પરોવાય છે અને નિશ્ચિતરૂપે તેમને સફળતા મળે છે.

    વાસ્તુ અનુસાર બાળકોએ દક્ષિણ અથવા પશ્ચિમ તરફ માથુ રાખીને ઊંધવું જોઈએ. વાસ્તુ અનુસાર પશ્ચિમ તરફ મોઢુ રાખીને સૂવાથી બાળકની ભણવાની ઈચ્છા વધુ દ્રઢ બને છે.

    વાસ્તુ અનુસાર સ્ટડી રૂમમાં સૂરજનો પ્રકાશ સરખો આવવો જોઈએ. સૂર્ય નકારાત્મક વસ્તુઓનો નાશ કરે છે અને પોઝિટીવ એનર્જીનો સંચાર કરે છે.
    વિદ્યાર્થીઓએ ભણવા માટે પોઝિટીવ એનર્જીની જરૂર રહે છે. સવારના સમયે સ્ટડી રૂમના બારી બારણા ખોલી દેવા જોઈએ જેથી રૂમમાં સૂર્ય પ્રકાશ આવે.

    માં સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે તેથી સ્ટડી રૂમમાં માં સરસ્વતીનો ફોટો જરૂરથી લગાવો. વાસ્તુ અનુસાર માં સરસ્વતીનો ફોટો એવી જગ્યાએ હોવો જોઈએ જેથી બાળક ભણવા દરમિયાન માં સરસ્વતીનો ફોટો જોઈ શકે. ભણતા પહેલા બુદ્ધિ અને બળની પ્રાર્થના જરૂરથી કરો.

    જો તમારા બાળકને ભણવું ગમતું નથી અથવા ભણવાનું નામ લેતા જ આળસ આવવા લાગે છે તો સ્ટડી રૂમમાં સૌથી વધુ લીલા રંગનો ઉપયોગ કરો. વાસ્તુ અનુસાર દીવાલોનો રંગ, સ્ટડી રૂમના પડદાઓનો રંગ અને સ્ટડી ટેબલનો રંગ લીલો રાખી શકાય છે.

    ભણવા સમયે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ અનુસાર ક્યારેય બીમ કે પિલર નીચે બેસીને ક્યારેય ભણવું ના જોઈએ. બીમ કે પીલર નીચે બેસીને ભણવાથી ભણવામાં મન નથી લાગતુ અને તણાવ પણ વધે છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: Religion News, Vastu tips, Vastu Tips for Better Study, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन