Home /News /dharm-bhakti /Vastu Tips: ફ્રીમાં લીધેલી આ વસ્તુઓ બરબાદ કરી નાખશે, ભૂલથી પણ કરતા આ ભૂલ

Vastu Tips: ફ્રીમાં લીધેલી આ વસ્તુઓ બરબાદ કરી નાખશે, ભૂલથી પણ કરતા આ ભૂલ

વાસ્તુ ટિપ્સ

Vastu Tips: દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાથી વસ્તુઓ પણ એક બીજા સાથે શેર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીમાં મળેલી કેટલીક ખાસ વસ્તુઓના ઉપયોગથી જીવનમાં વાસ્તુ દોષ લાગે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ચાર વસ્તુઓનો ઉપયોગ ફ્રીમાં નહિ કરવો જોઈએ.

વધુ જુઓ ...
    પાડોસીઓ અથવા સબંધીઓ પાસે મદદ મંગાવી કોઈ ખરાબ બાબત નથી. સામાન્ય જીવનમાં તમામ એક બીજાની મદદ કરે છે. દૈનિક જીવનમાં ઉપયોગ થતી વસ્તુઓને પણ એક બીજા સાથે શેર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રીમાં લેવામાં આવેલી કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ જીવનમાં વાસ્તુ દોષ લગાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાર, વસ્તુઓનો ઉપયોગ ક્યારે પણ ફ્રીમાં ન કવરો જોઈએ. આઓ જાણીએ આ વસ્તુઓ કઈ છે.

    મીઠું- વાસ્તુ અનુસાર, મીઠાનો સબંધ શનિ સાથે હોય છે. એવું કહેવાય છે કે બીજા પાસે પણ કોઈ દિવસ ફ્રીમાં મીઠું ન લાવવું જોઈએ. જો તમને કોઈ કારણોસર લેવું પડી જાય તો એને બદલે કોઈ બીજી વસ્તુ આપી દેવી જોઈએ. ફ્રીના મીઠાનો ઉપયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા વધી છે.

    સોય- વાસ્તુ અનુસાર ફ્રીમાં આપવામાં આવેલી સોયનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈની પાસેથી મફતમાં સોય લેવામાં આવે તો જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને ઘરના લોકો વચ્ચે પ્રેમ સંબંધ બગડવા લાગે છે. તમારા વિવાહિત જીવનને અસર કરવાની સાથે, તે આર્થિક મોરચે પણ નુકસાન આપે છે. જો તમે બજારમાંથી નવી સોય ખરીદો અને તેનો જ ઉપયોગ કરો તો જ સારું રહેશે.

    આ પણ વાંચો: Vastu Tips: જમીન ખરીદતી સમયે આ રીતે કરી લો ચેક, નહીંતર પરિવારને થઇ શકે છે નુકસાન

    રૂમાલ- આપણે ભૂલથી પણ મફતમાં આપેલા રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે રૂમાલ જો ફ્રીમાં લઈ તેનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે લોકો વચ્ચે અણબનાવ પેદા કરે છે. પરસ્પર મતભેદ વધે. લોકો વચ્ચેના સંબંધો બગડવા લાગે છે. આ કારણે ન તો બીજા પાસેથી માંગીને રૂમાલનો ઉપયોગ કરો અને ન કોઈને તમારો રૂમાલ આપો.

    આ પણ વાંચો: Shani Transit 2023: શનિનું રાશિ પરિવર્તન, જાણી લો કોની ખુલશે કિસ્મત અને કોણે રહેવું પડશે સાવધાન



    લોખંડ અને તેલ- આ બંને વસ્તુઓને શનિદેવ સાથે જોડીને જોવામાં આવે છે. એવું કહેવાય છે કે લોખંડ અથવા તેલનો મફત ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ અસરોને પ્રોત્સાહન આપે છે. દાનમાં આપેલું લોખંડ ઘરમાં ગરીબી લાવે છે, જ્યારે માંગેલું તેલ વ્યક્તિને આર્થિક મોરચે કમજોર બનાવે છે. તમે પાઇ-પાઇના મોહતાજ થઇ શકો છો. એટલા માટે આ વસ્તુઓનો ક્યારેય માંગીને ઉપયોગ ન કરો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Vastu shastra, Vastu tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन