Vastu Tips: કિચનમાં આ વસ્તુઓ ક્યારેય ન થવી જોઈએ સમાપ્ત, લક્ષ્મીજી થશે ક્રોધીત

માતા લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો રંકને પણ રાજા બનાવી દે છે. અને જો ક્રોધીત થઈ જાય તો કંગાળ પણ બનાવી દે છે.

લક્ષ્મી માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરતા હોય છે. માતા લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો રંકને પણ રાજા બનાવી દે છે. અને જો ક્રોધીત થઈ જાય તો કંગાળ પણ બનાવી દે છે.

  • Share this:
    Vastu Tips: લક્ષ્મી માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરતા હોય છે. માતા લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો રંકને પણ રાજા બનાવી દે છે. અને જો ક્રોધીત થઈ જાય તો કંગાળ પણ બનાવી દે છે. વાસ્તુ શાસ્ત્ર(Vastu Shastra)માં એવી વસ્તુઓ બતાવવામાં આવી છે જે લક્ષ્મી માતાને પસંદ નથી, આ વસ્તુઓના કારણે ઘરમાં નકારાત્મકતા (Negativity) રહે છે. રસોઈઘરમાં આ ચાર વસ્તુઓ ક્યારે ખુટવા ન દેવી જોઈએ, અને જો આ ચાર વસ્તુઓ રસોઈ ઘરમાં ખુટી જાય છે તો લક્ષ્મી માતા ક્રોધીત થઈ જાય છે અને તમારા ઘરમાં આર્થિક તકલીફ (Financial distress) શરૂ થઈ જાય છે.

    1. લોટ
    દરેક રસોડામાં લોટ હોવો ફરજિયાત છે. રસોડામાં આ સૌથી મહત્વની વસ્તુ છે, કારણ કે, જો લોટ ન હોય તો રોટલી કેવી રીતે બનશે અને રોટી વગર પેટ ભરવું મુશ્કેલ છે. જોકે સામાન્ય રીતે રસોડામાં લોટ હોય છે, પરંતુ મહિનાના અંતે તે સમાપ્ત થાય તેવું લાગે છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે લોટને વધુ માત્રામાં લાવવો જોઈએ, જેથી લોટ વગર રસોડું ન રહે. વાસ્તુશાસ્ત્રમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થતો લોટ અશુભ માનવામાં આવે છે, તેનાથી સન્માન અને આદરનું નુકસાન થાય છે.

    2. હળદર

    હળદરનો ઉપયોગ માત્ર ખોરાકમાં રંગ ઉમેરવાનો નથી, પરંતુ તેનો ઉપયોગ શુભ કાર્યોમાં પણ થાય છે. જ્યોતિષ ડોક્ટર અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે ઘરમાં હળદરનો ખાલી થઈ જવી તે લાવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ગુરુ ગ્રહનો દોશ લાગે છે. અને જો રસોઈમાં હળદર ઓછી જાય તો શુભ કાર્યોમાં અડચણ પડવા લાગે છે. તેથી વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, રસોઈઘરમાં હળદર સંપૂર્ણ સમાપ્ત થઈ જાય તે પહેલા બજારમાંથી બીજી હળદર લઈ આવી જોઈએ.

    3. નમક (મીઠુ)

    નમક વિના ભોજનનો સ્વાદ ગાયબ થઈ જાય છે. તેવી જ રીતે જો રસોઈમાં પણ નમક સમાપ્ત થઈ જાય તો જીવન પણ બેસ્વાદ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો રસોઈમાં રાખવામાં આવેલા નમકનો ડબ્બો ક્યારે ખાલી થવો જોઈએ નહિં, અને જો આવું બને તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. અને તેનાથી વાસ્તુનો દોશ લાગે છે અને ઘરમાં ઘનની સમસ્યા ઉત્પન થાય છે.

    આ પણ વાંચો: Kartik Maas 2021: કાર્તિકમાસનો આજથી પ્રારંભ, આ મહિનામાં આ 5 વાતોનું પાલન કરવાથી થશે જોરદાર

    4. ચોખા

    લોકો ચોખાને ઘરમાં જરૂરિયાત અનુસાર જ રાખે છે પરંતુ જે લોકો ઓછા ચોખા ખાય તે તે લોકો હંમેશા મહિનાના અંતમાં જ રાશનમાં ચોખા લાવે છે. જોકે ચોખાનું રસોઈમાં હોવું ખુબ જ જરૂરી છે, જો રસોઈમાં તેનું ખુબ જ મહત્વ રહેલું છે, ચોખાનો ઉપયોગ પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે, પરંતુ જો રસોઈઘરમાં સંપૂર્ણ રીતે ચોખા સમાપ્ત થઈ જાય તો શુક્ર ગ્રહનો દોશ લાગે છે. અને ઘરમાં આર્થિક તકલીફો શરૂ થઈ જાય છે. માટે ઘરમાં ક્યારેય ચોખાને સમાપ્ત ન થવા દેવા જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published: