Home /News /dharm-bhakti /

Vastu tips: કેલેન્ડર હંમેશા આ દિશામાં રાખવું, ઘરમાં રહેશે સુખ - સમૃદ્ધિ

Vastu tips: કેલેન્ડર હંમેશા આ દિશામાં રાખવું, ઘરમાં રહેશે સુખ - સમૃદ્ધિ

કેલેન્ડર વાસ્તુ ટીપ્સ

Vastu tips: શું તમને ખબર છે, કે વાસ્તુ શાસ્ત્ર  (vastu shastra) પ્રમાણે જુનુ કેલેન્ડર ઘરમાં ન રાખવુ જોઇએ. આ કેલેન્ડરને (calendar) ઘર માટે અશુભ માનવામાં આવે છે.

    vastu shastra: સમય પરિવર્તનશીલ છે અને નવા વર્ષની પણ શરુઆત થઇ ગઇ છે. દરેક ઘરમાં નવા વર્ષની શરૂઆત સાથે, નવા કેલેન્ડર(calendar) પણ લગાવવામાં આવે છે, જેથી મુખ્ય તારીખ, તહેવારો અને ચોઘડિયું (chogadiya) જાણી શકાય. પણ શું તમને ખબર છે, કે વાસ્તુ શાસ્ત્ર  (vastu shastra) પ્રમાણે જુનુ કેલેન્ડર ઘરમાં ન રાખવુ જોઇએ. આ કેલેન્ડરને ઘર માટે અશુભ માનવામાં આવે છે.

    કેલેન્ડર ક્યાં મૂકવું તેના પર કોઇ ધ્યાન આપતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લગાવવાની પણ સાચી રીતો જણાવવામાં આવી છે. જો કેલેન્ડર યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો ઘરની પ્રગતિ થતી રહે છે.

    જૂનું કેલેન્ડર કાઢી નાખો

    ઘરમાંથી જૂનું કેલેન્ડર કાઢી નાખવું જોઈએ. જે તમારી પ્રગતિની સાથે સાથે તમારા મનને પણ અટકાવી દે છે. એ સમય સારો હોય કે ખરાબ, તમારુ મન તે સમયમાં જ અટવાયેલું રહે છે. નવા વર્ષમાં નવું કેલેન્ડર લગાવો, જેથી નવા વર્ષમાં જૂના વર્ષ કરતાં વધુ શુભ અવસર મળતા રહે.

    વાસ્તુસાસ્ત્ર અનુસાર કેલેન્ડરને લગાવવા માટે વિશેષ દિશા નિર્ધારિત કરવામાં આવી છે.

    કેલેન્ડરને પૂર્વ દિશામાં મૂકો

    કેલેન્ડર પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે, જેને નેતૃત્વના દેવતા કહેવામાં આવે છે. આના કારણે દરેક શુભ કાર્યમાં પ્રગતિ થાય છે. આ સિવાય લાલ કે ગુલાબી રંગના કાગળ પર ઉગતા સૂર્યનું ચિત્ર પૂર્વ દિશામાં કેલેન્ડર લગાવવું પણ શુભ ગણાય છે.

    કેલેન્ડર પશ્વિમ દિશામાં લગાવો

    ઘરની ઉત્તર, પશ્ચિમ કે પૂર્વ દિવાલ પર કેલેન્ડર લગાવવું યોગ્ય છે. પશ્વિમ દિશામાં કેલેન્ડર લગાવવાથી તમારા બધા જ કાર્યોમાં ગતિ મળે છે, તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

    આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિમાં આવી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન...! જાણો રાશિફળ

    દક્ષિણ દિશામાં કેલેન્ડર ન લગાવો

    ઘરમાં કેલેન્ડર લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે, કેલેન્ડર ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર દક્ષિણ દિશામાં રાખવાથી સુખ, સમૃદ્ધિ અને વૈભવમાં ઘટાડો થાય છે. માન્યતા છે કે, દક્ષિણ દિશામાં કેલેન્ડર લગાવવાથી ત્યાં રહેલાં લોકો અથવા કામ કરતાં લોકોના કામ અને પ્રગતિમાં સમસ્યાઓ આવે છે.

    આ પણ વાંચોઃ-Astrology 2022: બુધ વક્રી થતા મેષ સહિત આ રાશિના જાતકોને થશે સકારાત્મક અસર

    કેલેન્ડર ઉત્તર દિશામાં લગાવો

    કેલેન્ડર ઉત્તર દિશામાં રાખવું સારું છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે. કેલેન્ડર ઉત્તર દિશામાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ઉત્તરમાં કેલેન્ડર સાથે, તમે હરિયાળી, ધોધ, વહેતી નદી અથવા શુભ લગ્નના ચિત્રો પણ મૂકી શકો છો. તે સારું માનવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-જાણો શિવજીના 'Om Namah Shivay' મંત્રના પ્રભાવ અને મહત્વ વિશે

    કેલેન્ડરમાં ન હોવા જોઇએ હિંસક પ્રાણીઓ

    વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેલેન્ડરના પેજ પર હિંસક પ્રાણીઓ, દુ:ખી ચહેરાની તસવીરો ન હોવી જોઈઇએ. આ પ્રકારની તસવીરોથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, તેથી આવી તસવીરો વાળું કેલેન્ડર ભૂલથી પણ ઘરમાં ન લગાવવું જોઈએ.

    મુખ્ય દ્વારની સામે

    જો કેલેન્ડરમાં ઉગતા સૂર્યની તસવીર હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેમજ કેલેન્ડર ને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવુ અશુભ માનવામાં આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Astrology, Dharma bhakti, Vastu tips

    આગામી સમાચાર