Home /News /dharm-bhakti /

Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ એક છોડ, કાયમ માટે લાવે છે સદભાગ્ય

Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ એક છોડ, કાયમ માટે લાવે છે સદભાગ્ય

ઘરમાં અવશ્ય રાખો આ એક છોડ, કાયમ માટે લાવે છે સદભાગ્ય

Bamboo Plant Vastu Tips: આપણા ઘરને સજાવવા અને સુખ-સમૃદ્ધિ જાળવવામાં વાસ્તુશાસ્ત્રનો મોટો ફાળો છે. એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરની દરેક વસ્તુ વાસ્તુના નિયમો અનુસાર રાખવામાં આવે તો તેનાથી સુખ મળે છે.

    Bamboo Plant Vastu Tips: આપણા ઘરને સજાવવા અને સુખ-સમૃદ્ધિ જાળવવામાં વાસ્તુશાસ્ત્રનો મોટો ફાળો છે. એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરની દરેક વસ્તુ વાસ્તુના નિયમો અનુસાર રાખવામાં આવે તો તેનાથી સુખ મળે છે.

    સાથે જ ઘરમાં વૃક્ષો અને છોડ રાખવા માટે વાસ્તુ અનુસાર ચોક્કસ સ્થાન નક્કી કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો આપણે છોડને તેમના યોગ્ય સ્થાન અને દિશા અનુસાર રાખીએ તો તે ધનને આકર્ષિત કરે છે અને આપણું નસીબ ઉજળવામાં મદદ કરે છે.

    આવા નસીબ ને આકર્ષતા છોડમાંથી એક છે Bamboo Plant છોડ અથવા વાંસનો છોડ. એવું માનવામાં આવે છે કે જો આ છોડને યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે તો તે સૌભાગ્યને આકર્ષે છે. આવો જાણીએ લાઈફ કોચ અને જ્યોતિષ શીતલ શાપૈરા પાસેથી આ છોડને ઘરમાં લગાવવાના ફાયદા અને સાચી દિશા વિશે.

    આ પણ વાંચો: Rashifal 15 August: મુસાફરી કરવાથી આ રાશિના જાતકોના મનમાં શાંતિ મળી શકે, જાણો આજનું રાશિફળ

    વાંસના છોડનું મહત્વ -Significance Of Bamboo Plant


    ઘરમાં વાંસનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે એટલું જ નહીં, આ છોડને અન્ય ઘણા કારણોથી ઘર માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુ નિષ્ણાતો જણાવે છે કે આ છોડ ઘરને ઘણી સમસ્યાઓથી બચાવે છે, તેથી તેને ઘરમાં લગાવવું જ જોઈએ. ચાલો જાણીએ તેના અનેક ફાયદાઓ વિશે.

    ઘરમાં સકારાત્મકતા આકર્ષે Does Lucky Bamboo Plant Really Lucky


    જો તમારા ઘરમાં વાંસનો છોડ છે, જેની ડાળી જોડાયેલી હોય તો તે ઘરમાં ખુશીઓ લાવે છે. તે સકારાત્મક ઉર્જા આકર્ષે છે. વાંસનો છોડ સકારાત્મક ઉર્જા અને સારા નસીબને આકર્ષે છે. જો તમે ઘરને સૌભાગ્ય અને સંપત્તિથી ભરવા માંગતા હોવ તો ઘરના મુખ્ય દ્વાર પર વાંસનો છોડ લગાવો.

    ઘરની સુંદરતામાં વધારો કરે - Why We Should Keep Bamboo Plant


    વાંસ ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ સારી રીતે ઉગે છે. તમે આ છોડને ઇન્ડોર પ્લાન્ટ તરીકે પણ ઉગાડી શકો છો અને તે ઘરની સુંદરતા વધારવામાં મદદ કરે છે. તમે આ છોડને લિવિંગ રૂમમાં ડેકોરેશન તરીકે રાખી શકો છો. જેના કારણે આવતા-જતા દરેકની નજર આ છોડ પર જ હશે.

    આ પણ વાંચો: Sun Transit 2022: 16 ઓગષ્ટ પછી આ રાશિના જાતકોનું સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય, શું તમે પણ છો એ ભાગ્યશાળી?

    ગુડ લક ચાર્મ છે વાંસનો છો- Does Lucky Bamboo Attract Money


    જો તમે ઘરમાં વાંસનો છોડ રાખો છો, તો તે સારા નસીબ લાવે છે અને માનસિક તણાવને ઘટાડવામાં મદદ કરે છે. વાસ્તુ અનુસાર જો તમે વાંસના છોડને લાલ રિબનથી બાંધીને રાખો છો તો તેનાથી ઘરમાં જલ્દી સુખ આવે છે. કેટલીક દાંડીઓ સદનસીબનું પ્રતીક છે. તમારા ઘર અને ઓફિસમાં તેને સ્થાન આપો.

    વાંસનો છોડ ઘરમાં સુખ લાવે


    તમે ઘરમાં જેટલી વાંસની દાંડીઓ રાખો છો, તેનાથી વાસ્તુ લાભને અસર થાય છે. એવું માનવામાં આવે છે કે વાંસની સાંઠાની જોડી પ્રેમ અને સુખી લગ્ન જાળવવામાં મદદ કરે છે. જ્યારે 3 કે 6 વાંસ સુખ લાવે છે.

    ઘરમાં વાંસનો છોડ રાખવાની યોગ્ય જગ્યા


    વાસ્તુ અનુસાર ઘરમાં વાંસનો છોડ રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેથી તેની કોઈ ખરાબ અસર ન થાય. આ છોડને હંમેશા રોશનીવાળી જગ્યાએ રાખો. આ છોડને ક્યારેય અંધારામાં ન રાખવો જોઈએ.

    વાસ્તુ અનુસાર ઘરના પૂર્વ ખૂણામાં વાંસનો છોડ લગાવવો જોઈએ. ઘરનો આ વિસ્તાર પરિવારની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. જો તમે તેને તમારા ઘરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં રાખો છો, તો તે સંપત્તિ આકર્ષવામાં મદદ કરે છે.

    જો તમે ઘર, ઓફિસ અથવા સ્ટડી રૂમમાં વાંસનો છોડ રોપતા હોવ તો ઉત્તર-પૂર્વ વિસ્તાર સૌથી આદર્શ સ્થળ છે. આ પ્લાન્ટને આ જગ્યાએ લગાવવાથી તે તમારા મગજના કોષોને સક્રિય કરશે અને તમારા મગજને સતેજ રાખવામાં મદદ કરશે. ઉત્તર-પૂર્વ દિશામાં વાંસનો છોડ લગાવવાથી ઘરમાં નવીનતા આવે છે, જે બાળકો તેમજ વડીલો માટે ફાયદાકારક સાબિત થાય છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: DharmaBhakti, Vastu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन