Types of laughing buddha: 12 પ્રકારના લાફિંગ બુદ્ધા આપે છે અલગ અલગ ફળ, જાણો કઇ મૂર્તિનું શું છે મહત્વ?
Types of laughing buddha: 12 પ્રકારના લાફિંગ બુદ્ધા આપે છે અલગ અલગ ફળ, જાણો કઇ મૂર્તિનું શું છે મહત્વ?
લાફિંગ બુદ્ધા
laughing buddha: લાફિંગ બુદ્ધાની પ્રતિમા અલગ અલગ પ્રકારની (Different Types of laughing buddha ) હોય છે. ચીની માન્યતા અનુસાર દરેક મૂર્તિ અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે મહત્વની (laughing buddha know their importance) હોય છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર ઘરમાં શુભ પ્રતિક રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ આવે છે. તેથી લોકો પોતાના ઘરમાં શુભ પ્રતિક રાખે છે. આ શુભ સંકેતોમાંથી એક છે, ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર એટલે કે ફેંગશુઇના લાફિંગ બુદ્ધા (laughing buddha). ફેંગશુઇને ચીની લોકોની સાથે સાથે હિન્દુ ધર્મમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
લાફિંગ બુદ્ધાની પ્રતિમા અલગ અલગ પ્રકારની (Different Types of laughing buddha ) હોય છે. ચીની માન્યતા અનુસાર દરેક મૂર્તિ અલગ અલગ ઈચ્છાઓની પૂર્તિ માટે મહત્વની (laughing buddha know their importance) હોય છે. ઇન્દોરના રહેવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણકાંત શર્માએ આ બાબત પર પ્રકાશ ફેંક્યો છે. તેમણે કઈ મૂર્તિનું શું મહત્વ છે તે જણાવ્યું છે.
સૂતેલા લાફિંગ બુદ્ધા
સૂતેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમાને ઘર અથવા દુકાન પર રાખવાથી દુર્ભાગ્ય અથવા નકારાત્મકતાથી છૂટકારો મળતો હોવાનું માનવામાં આવે છે.
પૈસાની પોટલીવાળા બુદ્ધા
પૈસાની પોટલીવાળા લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને અટવાયેલા ધનની પ્રાપ્તિ થાય છે.
બાળકો સાથે લાફિંગ બુદ્ધા
ફેંગશુઇ અનુસાર પરીવારમાં સુખ-સમૃદ્ધિ અને પ્રગતિ માટે બાળકો સાથે બેઠેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે જો કોઇ દંપત્તિને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો તેઓ પણ આ મૂર્તિને ઘરમાં રાખી શકે છે.
બેગ સાથે
જો કોઈ વ્યક્તિ ધંધામાં નફો ન કરી રહ્યો હોય, તો તેઓ તેમના વ્યવસાયના સ્થળે બેગ પકડેલા લાફિંગ બુદ્ધાની પ્રતિમા મૂકી શકે છે. તેમને દુકાનમાં રાખવાથી ધંધાને નજર પણ લાગતી નથી.
બંને હાથ ઉપર ઉઠાવેલા
બંને હાથ ઉપર ઉઠાવેલા લાફિંગ બુદ્ધાને જો ઘર કે દુકાનમાં રાખવામાં આવે તો તે ઘર અને દુકાન બંનેની પ્રગતિમાં મદદરૂપ બને છે.
ડ્રેગન સાથે લાફિંગ બુદ્ધા
આ પ્રકારની લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘર કે દુકાનમાં રાખવાથી ત્યાં હાજર નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.
હસતા બુદ્ધા
એવું માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધાની પ્રતિમા તમામ પ્રકારની મૂર્તિઓમાં સૌથી શુભ છે. તેને ઘરમાં કે દુકાનમાં રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે.
મેટલની મૂર્તિ
જો કોઈ વ્યક્તિને કામ કરવાનું મન ન થતું હોય અથવા કામ કરતી વખતે ખૂબ આળસ આવતી હોય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિએ ધાતુ કે ધાતુથી બનેલી લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ધાતુથી બનેલી લાફિંગ બુદ્ધાની પ્રતિમા કાર્યક્ષમતા અને કુશળતામાં વધારો કરે છે.
ધ્યાનમાં બેઠેલા લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધાની આ પ્રતિમા ઘર અને માનસિક શાંતિ માટે રાખવી જોઈએ. જેનું મન ખૂબ જ ચંચળ હોય અને પોતાના કામમાં મન ન લાગતું હોય આ મૂર્તિ તે વ્યક્તિ પાસે રાખવી જોઈએ.
હોળીમાં બેઠેલા લાફિંગ બુદ્ધા
એવું માનવામાં આવે છે કે આદર વધારવા અને તમારી ખ્યાતિ વધારવા માટે આ મૂર્તિને ઘર અને વ્યવસાયના સ્થળે રાખવી શુભ છે.
સિક્કાઓ અને હાથ પંખા સાથે
લાફિંગ બુદ્ધાની આ પ્રતિમા તમારા ઘર-દુકાનની શાંતિ અને સુમેળ માટે રાખવી જોઈએ. આવી મૂર્તિમાં લાફિંગ બુદ્ધા એક હાથમાં સિક્કો લઈને ફરે છે, જે સમૃદ્ધિનું સૂચક છે અને બીજા હાથમાં પંખા સાથે જે શાંતિ તથા સમૃદ્ધિનું સૂચક છે.
વુ-લુ સાથે લાફિંગ બુદ્ધા
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઘણા દિવસોથી કોઈના ઘરમાં બીમાર હોય અને તેની બીમારીની જાણ ન હોય તો તેના હાથમાં વુ-લૂ સાથે લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવી જોઈએ. આમ કરવાથી આગળની તપાસમાં વ્યક્તિની બીમારીની ખબર પડી જાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર