Home /News /dharm-bhakti /Vastu Shastra: ઘરમાંથી તાત્કાલિક કાઢી નાખો આ વસ્તુ, થઇ શકે છે મોટું નુકસાન
Vastu Shastra: ઘરમાંથી તાત્કાલિક કાઢી નાખો આ વસ્તુ, થઇ શકે છે મોટું નુકસાન
Vastu Shastra
Vastu Shastra: ઘડિયાળ એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ઘણીવાર લોકો બંધ અથવા ખરાબ ઘડિયાળ પણ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં બંધ ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ ઘડિયાળ અથવા બંધ ઘડિયાળ વિશે વાસ્તુશાસ્ત્ર શું કહે છે.
ઘણી વખત આપણે ઘરમાં વસ્તુઓને અનદેખી કરી દઈએ છે, જે આપણી પ્રગતિનું કારણ બની શકે છે અથવા આપણી પ્રગતિમાં બાધા બની શકે છે. જો એક નજરમાં ઘરમાં ચેક કરવામાં આવે તો એવી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે કોઈ પણ કામ વગર સાંચવીને રાખી છે. ખરાબ મોબાઈલ, બંધ ઘડિયાળ, બંધ કે તૂટેલી ઇલેક્ટ્રોનિક આઈટમ અથવા કોઈ ભગવાનની ખંડિત પ્રતિમા. એમાંથી આજે અમે વાત કરશુ ઘડિયાળની જે આપણા બધાના જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જેના બંધ થયા અથવા ખરાબ થયા પછી તમે ઘણા દિવસ સુધી સાંચવીને રાખી શકો છો. શું તમે જાણો છો કે બંધ ઘડિયાળને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે? આઓ જાણીએ ભોપાલના નિવાસી જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા છે.
આ કારણે ન રાખો બંધ ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે, જેના કારણે ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાય છે. આ નકારાત્મક ઉર્જા ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ઘરની કોઈપણ બંધ ઘડિયાળને તરત જ કાઢી નાખો. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે ઘડિયાળ તેના સમયની આગળ કે પાછળ ચાલી રહી છે તે મનુષ્યની મુશ્કેલી, નુકસાન અને હારનું કારણ બની શકે છે, તેથી ઘડિયાળને હંમેશા યોગ્ય સમયે સેટ કરો.
કઈ દિશામાં લગાવવું જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ પૂર્વ દિશામાં રાખવાથી ઘરનું વાતાવરણ શુભ અને સ્નેહથી ભરેલું બને છે. બીજી તરફ જો ઘડિયાળ પશ્ચિમ દિશામાં રાખવામાં આવે તો ઘરના સભ્યોને નવી તકો મળે છે. જો ઘડિયાળ ઉત્તર દિશામાં રાખવામાં આવે તો ધનહાનિથી બચી શકાય છે.
જો તમે પણ તમારા ઘરમાં દરવાજાની ઉપર ઘડિયાળ રાખી છે તો તેને તરત જ હટાવી દો, કારણ કે દરવાજાની ઉપર ઘડિયાળ રાખવાથી ઘરમાં સમસ્યાઓ વધી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશાને સ્થિરતાની દિશા માનવામાં આવે છે. ઘડિયાળને આ દિશામાં રાખવાથી પ્રગતિમાં સ્થિરતા આવે છે અને ઘરના વડાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઘડિયાળનો રંગ લીલો કે નારંગી ન હોવો જોઈએ અને દુકાનની ઘડિયાળ વાદળી ન હોવી જોઈએ. આ રંગની ઘડિયાળ ઘર અને દુકાનમાં નકારાત્મક ઉર્જા વધારે છે.oth
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર