Home /News /dharm-bhakti /Vastu Tips : આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન રાખશો, કંગાળ થઈ જશો
Vastu Tips : આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન રાખશો, કંગાળ થઈ જશો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં રહેલી કેટલીક અશુભ વસ્તુઓ નકારાત્મક ઉર્જા લઇને આવે છે. આ વસ્તુઓ ઘરમાં રહે તો આર્થિક સમૃદ્ધિ ખતમ થવા લાગે છે. વ્યક્તિ આર્થિક રીતે પાયમાલ થઇ જાય છે. દાંપત્ય જીવન વેરવિખેર થઇ જાય છે. ઝગડા અને તણાવથી મન વિચલિત રહે છે. તણાવ વધે છે.
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર એ હિંદુ પરંપરા છે. વાસ્તુ અનુસાર, કોઈપણ ઘરની ડિઝાઈન અથવા સજાવટ સુખ, આરોગ્ય, સંપત્તિ અને નસીબ દર્શાવે છે. જાણો આવી જ એક રસપ્રદ માહિતી
Vastu Tips for Home and Money: ઘર બનાવવાથી લઈને તેને સજાવવા સુધી વાસ્તુને ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, કોઈપણ ઘરની ડિઝાઈન અથવા સજાવટ સુખ, આરોગ્ય, સંપત્તિ અને નસીબ દર્શાવે છે. વાસ્તુશાસ્ત્ર એ હિંદુ પરંપરા છે, જે આપણા ઘરમાં અમુક પરિબળોનો સમાવેશ કરીને કુદરતી શક્તિઓને સુમેળ પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. આમ તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરનો દરેક ખૂણો વાસ્તુ અનુસાર સજાવવામાં આવે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે સખત મહેનત કરવા છતાં લોકોને ધન, આરામ અને સુખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો ખૂબ પૈસા કમાયા પછી પણ તમારા ઘરમાં પૈસાની કમી રહેતી હોય તો તે વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, થોડીક ભૂલ આપણને આર્થિક સંકટનો સામનો કરાવી શકે છે. શું તમે જાણો છો કે ઘરમાં એવી કેટલીક વસ્તુઓ હાજર હોય છે જે વસ્તુઓ વાસ્તુદોષનું કારણ પણ બને છે. વાસ્તુ દોષ દૂર કરવા માટે આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આવો જાણો આ બાબતો વિશે જે ઘરમાં રાખવી જોઈએ નહીં.
તાજમહેલ
તાજમહેલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેને ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. કારણ કે તે મુમતાઝ બેગમની કબરનું પ્રતિક છે. તે મુમતાજ બેગમની કબર છે. કહેવાય છે કે ઘરમાં સમાધિ રાખવાથી નકારાત્મકતા આવે છે. તમારા ઘરમાં તાજમહેલની કોઈ શોપીસ કે તસવીર ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓની આપણા જીવન પર ગંભીર અને ઊંડી અસર પડે છે.
મહાભારતનું ચિત્ર કે પુસ્તક
વાસ્તુ અનુસાર ઘરમાં મહાભારતનું ચિત્ર કે પુસ્તક ન રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ઝઘડા થશે અથવા કલેશનું વાતાવરણ સર્જાય છે. કારણ કે આ તસવીરોમાં પરિવારના સભ્યો વચ્ચે દુશ્મનાવટ જોવા મળે છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
મુરઝાઈ ગયેલા કે સુકાઈ ગયેલા ફૂલો
ઘણીવાર લોકો ડેકોરેશન માટે ઉપયોગમાં લેતા પોટમાં સુકાઈ ગયેલા ફૂલોને ફેંકવાનું ભૂલી જાય છે. વાસ્તુ અનુસાર, સુકાઈ ગયેલા ફૂલોને અશુભ માનવામાં આવે છે. એટલે સુકાઈ ગયેલા ફૂલોને તરત જ ઘરની બહાર ફેંકી દેવા જોઈએ.
તૂટેલી મૂર્તિ
તૂટેલી-ફૂટેલી મૂર્તિઓને ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર, તૂટેલી મૂર્તિઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે. આ મૂર્તિઓ પ્રગતિને અવરોધે છે.
ઘણીવાર ઘરમાં વાયર રાખવાથી તે ગુંચાઈ જાય છે. પરંતુ ધ્યાન રાખો કે ગૂંચાયેલા વાયરમાં રહેલી સકારાત્મક ઉર્જા ઓછી થવાથી તે નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ગૂંચાયેલા વાયર ન રાખવા જોઈએ.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર