Home /News /dharm-bhakti /

Vastu Tips: બાથરૂમમાં ભૂલથી પણ આ વસ્તુઓને ના રાખો, થઇ જશો કંગાળ

Vastu Tips: બાથરૂમમાં ભૂલથી પણ આ વસ્તુઓને ના રાખો, થઇ જશો કંગાળ

આપણા ધર્મ અનુસાર વાસ્તુશાસ્ત્રનું (Vastu shastra)ખુબ મહત્વ છે

Vastu shastra Tips - આપણા ધર્મ અનુસાર વાસ્તુશાસ્ત્રનું ખુબ મહત્વ છે, તમારા બાથરૂમને લઇ આ તકેદારી જરૂર રાખજો

  Bathroom Vastu Tips : આપણા ધર્મ અનુસાર વાસ્તુશાસ્ત્રનું (Vastu shastra)ખુબ મહત્વ છે. ઘરનું બાથરૂમ સ્વચ્છ (Bathroom) હોવાની સાથે વાસ્તુ (Vastu tips)અનુસાર પણ હોવું જોઈએ. બાથરૂમને ચંદ્રનું (Moon) સ્થાન માનવામાં આવે છે. જો બાથરૂમને યોગ્ય રીતે રાખીશું નહી તો તે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરશે. જેથી બાથરૂમનું પણ જતન કરવું અતિ આવશ્યક માનવામાં આવે છે. આવો જાણીએ કઈ 10 વસ્તુઓને બાથરૂમમાં (Bathroom Vastu)રાખવી જોઈએ નહીં.

  - પ્લાન્ટ : બાથરૂમમાં કોઈ પણ પ્રકારના પ્લાન્ટ રાખવા જોઈએ નહીં. જો રાખવા માંગતા હોઈએ તો વાસ્તુશાસ્ત્રની જાણકારી હોવી અનિવાર્ય છે.

  - ફોટો: સ્નાનાગરમાં કોઈ પણ પ્રકારનો ફોટો રાખવો જોઈએ નહીં.

  - પોતુ : ગંદુ પોતુ અને સાવરણો ન રાખવો જોઈએ.

  - તૂટેલો અરીસો : ફૂટેલો તૂટેલો કાચ કે અરીસો ભૂલથી પણ રાખવો જોઈએ નહીં.
  આ સાથે જ સ્નાન કરી લીધા પછી ખાલી ડોલ ત્યાં મૂકી રાખવી નહીં. બાથરૂમને ગંદુ રાખી મૂકવું નહીં. બાથરૂમનો દરવાજો તૂટેલો હોવો જોઈએ નહીં અને કુંડી પણ તૂટેલી હોવી જોઈએ નહીં.

  આ પણ વાંચો - ચોરી કરેલ મનીપ્લાન્ટ લગાવવાથી થાય છે ધનવર્ષા? જાણો શું છે હકીકત અને શું કહે છે Money Plant વિશે વાસ્તુશાસ્ત્ર

  - ભીના કપડાં : બાથરૂમમાં ભીના કપડાં રાખી મુકવા નહીં. જેનાથી સૂર્ય દોષ લાગશે.

  - ગંદી ડોલ અને ટપ : ક્યારેય કાળા, કથ્થાઈ કે રીંગણાં કલરની ડોલ અથવા ડપ રાખવા નહીં.

  - ચપ્પલ : ઘરની બાથરૂમની અંદર ચપ્પલ રાખવા નહીં. રાખવા હોય તો તૂટેલા ચપ્પલ તો ખાસ મુકવા નહીં.

  આ પણ વાંચો - સોમવારથી રવિવાર સુધી, જાણો જન્મના દિવસ પ્રમાણે કેવો હોય છે વ્યક્તિનો સ્વભાવ

  - તૂટેલા વાળ : બાથરૂમમાં તૂટેલા વાળ પણ અશુભ માનવામાં આવે છે. જેનાથી શનિ અને મંગળનો દોષ લાગશે.

  - તૂટેલો નળ અને ફુવારો : એવો નળ કે જેમાંથી પાણીનું ટીપું સત્તત ટપકી રહ્યું હોઈ તેને તાત્કાલિક હટાવી દેવા જોઈએ.

  (Disclaimer:  અહીંયા આપેલ જાણકારીઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. gujarati.news18.com આ બાબતની પુષ્ટી કરતું નથી.)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Vastu shastra, Vastu tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन