Home /News /dharm-bhakti /Vastu Tips: ઘરમાં ન લગાવવી જોઈએ શિવજીની આ પ્રકારની તસવીર, નહિ રહે સુખ શાંતિ
Vastu Tips: ઘરમાં ન લગાવવી જોઈએ શિવજીની આ પ્રકારની તસવીર, નહિ રહે સુખ શાંતિ
મહાદેવ તસવીર વાસ્તુ શાસ્ત્ર
Vastu For Lord Shiva photo: શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શિવની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં દેવી-દેવતાઓની તસવીર લગાવવાના નિયમો અંગે પણ જણાવવામાં આવ્યા છે. જો તમે નિયમો અનુસાર પૂજા નહીં કરો તો તમને પુણ્ય પ્રાપ્ત નહિ થાય.
દેવોના દેવ મહાદેવ ભગવાન શિવને અનેક નામથી બોલાવવામાં આવે છે. ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે ભક્તોની ઉપાસનાથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં ભગવાન શિવની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યુ છે. ભગવાન શિવ સાચી શ્રદ્ધાની પ્રસન્ન થઇ જાય છે અને માનમાગ્યું વરદાન આપે છે. કેટલાક લોકો ભગવાન શિવની પ્રતિમા ઘર અને મંદિરમાં લગાવે છે. ઘરમાં શિવજીનો ફોટો લગાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં દેવતાઓની ફોટો લગાવવાના નિયમ જણાવવામાં આવ્યા છે. એવામાં વાસ્તુ નિયમો અનુસાર ભગવાન શિવની પ્રતિમા લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આવી તસ્વીર લગાવવાની છે મનાઈ
પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ અનુસાર, ભગવાન શિવની પ્રતિમા લગાવવા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં ભગવાન શિવના રોદ્ર રૂપની પ્રતિમા લગાવવું શુભ માનવામાં આવતું નથી. એનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે તકરાર થવા લાગે છે. ઘરની સુખ શાંતિ જઈ શકે છે. માટે શિવના રોદ્ર રૂપની તસવીરને ઘર અથવા દુકાનમાં ન લગાવવી જોઈએ.
વાસ્તુ નિયમો અનુસાર, વ્યક્તિ ઘર અથવા ઓફિસમાં કૈલાશ પર બિરાજમાન ભગવાન શિવની મૂર્તિ રાખી શકે છે. તમે ઇચ્છો તો નંદી પર બેઠેલા શિવનું કે પ્રસન્ન મુદ્રામાં બેઠેલા શિવનું ચિત્ર લગાવી શકો છો. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શિવની કૃપા હંમેશા પરિવાર પર બની રહે છે.
કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. ઉદાહરણ તરીકે, ભગવાન શિવની મૂર્તિ એવી દિશામાં રાખવી જોઈએ, જ્યાં દરેક વ્યક્તિ દર્શન કરી શકે. ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકવા માટે ઉત્તર દિશા સૌથી શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દેવી-દેવતાઓની મૂર્તિ આ દિશામાં જ રાખવી જોઈએ.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર