Home /News /dharm-bhakti /ભેટમાં શા માટે ન આપવું જોઈએ પરફ્યુમ? જાણો આ 4 ગિફ્ટ આપવાથી શું થાય છે

ભેટમાં શા માટે ન આપવું જોઈએ પરફ્યુમ? જાણો આ 4 ગિફ્ટ આપવાથી શું થાય છે

ભેટમાં ન આપવી આ વસ્તુઓ

Vastu Shastra For Gift: કોઈ પણ વ્યક્તિને સ્પેશલ ફીલ કરાવવા માટે અથવા ફરી સકારાત્મક ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોઈ રીતે ભેટ આપવાનું પણ સામેલ છે. જો કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક ભેટ એવી હોય છે જેને જાણ્યે અજાણ્યે આપવાથી નુકસાન થાય છે જાણો...

વધુ જુઓ ...
    કોઈ પણ વ્યક્તિને સ્પેશલ ફીલ કરાવવા માટે અથવા ફરી સકારાત્મક ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોઈ રીતે ભેટ આપવાનું પણ સામેલ છે. કોઈ પણ કાર્યક્રમમાં જવું છે અને કોઈઉ એક માટે ભેટ લઇ જવી છે તો સમજી વિચારી લો. કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક ભેટ એવી હોય છે, જેને જાણ્યા અજાણ્યામાં આપવાથી આપણું જ નુકશાન થાય છે. જો તમે પણ જાણવા માંગો છો કે એવી કઈ વસ્તુઓ છે તો ચાલો જાણીએ ઇન્દોરના રહેવા વાળા જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણ કુમાર શર્મા પાસે.

    પરફ્યુમ અથવા અત્તર બધાને પસંદ હોઈ છે. બજારોમાં પરફ્યુમ ઘણા પ્રકારની સુગંધ સાથે મળે છે, પરંતુ જો તમે કોઈના ઘરે મહેમાનના રૂપમાં જાઓ છો તો એમને કોઈ પણ દિવસ પરફ્યુમના રૂપમાં ગિફ્ટ ન આપો.

    તમે કોઈને ગિફ્ટ તરીકે એકવેરિયમ, ફિશ બાઉલ, ફાઉન્ટેન અથવા એવી કોઈ વસ્તુ જે જળ તત્વ સબંધિત હોય, તો નહિ આપવું જોઈએ. એવી વસ્તુને ગિફ્ટ કરવાથી તમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

    આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ પાંચ વૃક્ષ-છોડ લગાવવાનું ટાળો, થઇ શકે છે આર્થિક નુકસાન

    વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીરો સાથે કોઈ વ્યક્તિને સોના કે ચાંદીના સિક્કા ક્યારેય પણ ભેટમાં ન આપવા જોઈએ. આ સાથે જ એવા વાસણો કે જેમાં પાણીનો બચાવ કરી શકાય તે પણ ભેટમાં ન આપવા જોઈએ.

    આ પણ વાંચો: Vastu Tips: રોજ સવારે કરી લો ગાયના આ ઉપાય, લક્ષ્મીજી વરસાવશે કૃપા

    જો તમે કોઈને ગિફ્ટ આપવા જઈ રહ્યા છો, તો તમારે કાળો રંગ થોડો ટાળવો જોઈએ. વાસ્તુ અનુસાર કાળા રંગના કપડા અથવા અન્ય કોઈપણ વસ્તુ જે કાળો રંગની હોય તેને ભેટમાં ન આપવી જોઈએ. આ ભેટ આપનાર વ્યક્તિ અને ભેટ મેળવનાર વ્યક્તિ બંનેના સ્વાસ્થ્યને અસર કરે છે.



    વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલ આપવો અશુભ માનવામાં આવે છે. કોઈ પણ મિત્રને ભેટમાં રૂમાલ ન આપવો જોઈએ. જેના કારણે મિત્રતામાં તિરાડ પડે છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Gift, Vastu shastra, Vastu tips

    विज्ञापन
    विज्ञापन