Home /News /dharm-bhakti /Vastu Tips : નળમાંથી ટપકતું પાણી આપે છે આવા અશુભ સંકેત, ગણાય છે મોટો વાસ્તુ દોષ

Vastu Tips : નળમાંથી ટપકતું પાણી આપે છે આવા અશુભ સંકેત, ગણાય છે મોટો વાસ્તુ દોષ

નળમાંથી પાણી ટપકતું હોય તો તેને ભારે દોષ માનવામાં આવે છે

water leakage loss: તમારા ઘરના બાથરૂમ અથવા કિચનમાં ટપકતુ પાણી અનેક મુસીબતોનું કારણ બની શકે છે. વાસ્તુમાં તેને મોટો દોષ માનવામાં આવે છે.

    Vastu Tips : જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આખા પરિવારને તેની અસર થાય છે. ઘરમાં ઘણી બધી નકારાત્મકતા, બીમારીઓ, મતભેદ થઈ શકે છે. નળમાંથી પાણી ટપકવું એ પણ વાસ્તુમાં ગંભીર દોષ માનવામાં આવે છે.

    ચાલો જાણીએ કે નળમાંથી પાણી ટપકતું હોય તો કેવા પ્રકારના દોષ સર્જાય છે અને તેનાથી શું નુકસાન થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગંદુ પાણી ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. આ સાથે, બિનજરૂરી રીતે વહેતા પાણીને કારણે વ્યર્થ ખર્ચ થાય છે.

    આ પણ વાંચો : Vivah Panchami 2022: ક્યારે છે વિવાહ પંચમી? જાણો આ દિવસે લગ્ન કરવા શા કારણે મનાય છે અશુભ

    પાણીનું ટપકવું અથવા વહેવું આવા સંકેત આપે છે


    ગંદુ પાણી વહેવું એ ધન હાનિની નિશાની છે. રસોડામાં નળ ટપકાવવું બિલકુલ શુભ માનવામાં નથી આવતુ કારણ કે અગ્નિનું સ્થાન રસોડામાં છે. આવી સ્થિતિમાં, પાણી અને અગ્નિનું મિલન વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી લાવે છે. તે બીમારી પર ખર્ચ પણ સૂચવે છે.

    આ પણ વાંચો  :  સોમવારે આ 5 સફેદ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી, વરસશે ભોળેનાથની કૃપા


    જાણો ઘરમાં પાણીની ટાંકીની દિશા કઈ હોવી જોઈએ


    ઘરમાં પાણીની ટાંકી ઉત્તર-પૂર્વ દિશામાં હોવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. ભૂલથી પણ પાણીની ટાંકી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે આમ કરવાથી વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Kitchen Vastu, Vastu dosh, Vastu shastra, Vastu tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन