Home /News /dharm-bhakti /Vastu Tips: રોજ સવારે કરી લો ગાયના આ ઉપાય, લક્ષ્મીજી વરસાવશે કૃપા

Vastu Tips: રોજ સવારે કરી લો ગાયના આ ઉપાય, લક્ષ્મીજી વરસાવશે કૃપા

વાસ્તુ શાસ્ત્રના ઉપાય

Vastu Morning Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય કહેવામાં આવ્યા છે. જેમાં ગાય સાથે સબંધિત ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. સવારની સારી શરૂઆત કરવા માટે રોજ કરો ગાય સંબંધિત આ ઉપાયો કરો તેનાથી તમને દરેક બાબતમાં સફળતા મળશે.

    હિન્દૂ ધર્મમાં કેટલીક એવી વસ્તુ છે જેને શુભ માનવામાં આવી છે. ધાર્મિક માન્યતા અનુસાર ગાયની પૂજા અને એની સાથે જોડાયેલા ઉપાય કરવાથી જીવનમાં ખુશી છવાય જાય છે અને ચારે બાજુથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને ખુબ મહત્વના એવા પ્રભાવી ઉપાય જણાવી રહ્યા છે, જેને રોજ કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે. હા અમે વાત કરી રહ્યા છે, ગાય માતાની. હિન્દૂ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો પ્રાપ્ત થાય છે. હિન્દૂ ધર્મમાં ગાય સાથે જોડાયેલી દરેક વસ્તુઓ જેવી કે દૂધ, ગૌમૂત્ર, છાણને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવામાં દરરોજ સવારે આ કેટલાક ઉપાય કરી જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે.

    ગાય સાથે જોડાયેલા આ ઉપાય કરવાથી મળશે ચારે બાજુ સફળતા

    દરરોજ સવારે સ્નાન કર્યા પછી ગાયની પૂજા કરો. આમ કરવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. પુરાણો અનુસાર ગાયમાં 33 પ્રકારના દેવતાઓ નિવાસ કરે છે.

    જે લોકો ગાયની પૂજા કરે છે તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી.આવા લોકોના ઘરમાં મા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે અને અઢળક ધન આપે છે.

    બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આમ કરવાથી તમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેમજ કુંડળીમાં બુધ ગ્રહ બળવાન છે.

    આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ પાંચ વૃક્ષ-છોડ લગાવવાનું ટાળો, થઇ શકે છે આર્થિક નુકસાન

    ગાયની પીઠના બહાર નીકળેલા ભાગને માથા પર હાથ ફેરવાથી રોગોથી બચી શકાય છે. આ સ્થાન સૂર્ય-કેતુ નાડી છે જે સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.



    જો કુંડળીમાં ગ્રહો નબળા હોય અને અશુભ પરિણામ આપતા હોય તો કાળી ગાયની પૂજા કરો. આમ કરવાથી ગ્રહની અશુભ અસર દૂર થાય છે, સાથે જ શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Cow, Dharm Bhakti, Vastu shastra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन