ઘર/ઓફિસમાં તોડફોડ કર્યા વગર આ 5 ઉપાયોથી વાસ્તુદોષનું નિવારણ કરો

News18 Gujarati
Updated: February 5, 2020, 3:35 PM IST
ઘર/ઓફિસમાં તોડફોડ કર્યા વગર આ 5 ઉપાયોથી વાસ્તુદોષનું નિવારણ કરો
સરળ વાસ્તુ નિવારણ ટિપ્સ

આજે આપણે એવી સરળ વાસ્તુ ટિપ્સ જોઇએ જેનાથી તમારે ઘરમાં તોડફોડ કે વધારે ખર્ચ કરવાની જરૂર નહીં પડે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : મારા મકાન-રહેઠાણ, ફલેટ, ઓફિસ, ફેકટરી, દુકાન ધંધાકીય એકમ સ્થળમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ વ્યવસ્થા હોવી જરૂરી છે. સિદ્ધાંતો જો જળવાયા હશે તો લાંબા સમય સુધી સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાઓ રહેતી નથી. તદુપરાંત સતત પ્રગતિ થતી રહે છે. પરંતુ ઘણી વખત એવું પણ બને કે, ઘરમાં તોડફોડ કરીને વાસ્તુ શાસ્ત્રનાં સિદ્ધાંતો પ્રમાણે બનાવવું મુશ્કેલ હોય છે. ત્યારે અમુક સરળ ઉપાયો અજમાવી શકો છો. તો આજે આપણે એવી સરળ વાસ્તુ ટિપ્સ જોઇએ જેનાથી તમારે ઘરમાં તોડફોડ કે વધારે ખર્ચ કરવાની જરૂર નહીં પડે.

  • ઘરનાં મેઇનગેટ પર લક્ષ્મી, ગણેશ, સ્વસ્તિક, ઓમ અથવા અન્ય માંગલિક ચિહ્ન લગાવવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે.


  • રસોડાની સામે બાથરૂમ ન હોવું જોઈએ. પરંતુ જો હોય તો બન્ને વચ્ચે પડદો લગાવી શકો છો.

  • જો ઘરની છત પર કામ વગરનો સામાન પડ્યો હોય તો તેને તાત્કાલિક ત્યાંથી હટાવી લો. તેનાથી વાસ્તુ દોષ વધે છે.

  • ઘરનાં દરવાજા અને બારીઓ ખોલવા અને બંધ કરતા અવાજ આવે છે તો તેને તરત જ સરખા કરાવી લો. તેના અવાજથી ઘરના ઓરા મંડળ પ્રભાવિત થાય છે.
  • પૂર્વ-દક્ષિણ કોણમાં દોષ હોય તો અહીં જીરો વૉટનો એક બલ્બ લગાવી દો.


મહત્વનું છે કે,  ભૂમિનું પરીક્ષણ મકાન બનાવતાં પહેલાં કરી લેવું, પછી જ એ ભૂમિ પર મકાન બનાવવું. ભૂમિનાં પરીક્ષણ માટે દૂધથી ભરેલું વાસણ જમીનનાં તળિયે દબાવી દેવું. એ દિવસથી લઈને જન્મકુંડળીમાં શનિની સ્થિતિનાં દિવસો સુધી જો શનિ ખોટી અસર આપે અર્થાત્ બીમારી, લડાઈ, ઝઘડા, નુકસાન, ઈજા વગેરે જેવી મુસીબતો આવે તો તરત જ વાસણને કાઢી અને નદી, નાળા કે પાણીમાં વહાવી દેવું. પછી ભૂલથીય એ ભૂમિ પર મકાન ન બનાવવું.
First published: February 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading