Home /News /dharm-bhakti /

વાસ્તુદોષ: ખોટી દિશામાં લગાવશો ગણેશજીની મૂર્તિ તો થશે અમંગળ

વાસ્તુદોષ: ખોટી દિશામાં લગાવશો ગણેશજીની મૂર્તિ તો થશે અમંગળ

જો મૂર્તિને ચોક્કસ રીતે લગાડવામાં ન આવે તો વાસ્તુદોષ લાગે છે અને પરિવારને નુકશાન પણ થઈ શકે છે

જો મૂર્તિને ચોક્કસ રીતે લગાડવામાં ન આવે તો વાસ્તુદોષ લાગે છે અને પરિવારને નુકશાન પણ થઈ શકે છે

    ધર્મ ડેસ્ક: ગણપતીજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. અને બધાજ દેવોની પુજામાં સૌથી પહેલાં તેમને બોલાવવામાં આવે છે. તેમનું પૂજન થાય છે જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. આ માટે તો ઘણાં લોકો તેમનાં ઘરનાં મુખ્ય દ્વાર પર ગણપતીની મૂર્તિ લગાવે છે. વાસ્તુ મુજબ જો મુખ્ય દ્વાર પર ભગવાનની મૂર્તિ લગાવવી હોય તો મુખ્ય દ્વારની દિશા પ્રમાણે જ ગણેશજીને બીરાજમાન કરવા જોઇએ.

    જો મૂર્તિને ચોક્કસ રીતે લગાડવામાં ન આવે તો વાસ્તુદોષ લાગે છે અને પરિવારને નુકશાન પણ થઈ શકે છે.

    -જો તમે ભગવાન ગણેશજીને તમારા ઇષ્ટદેવ માનતા હોય તો, ઘરના મંદિરમાં તેમની પ્રતિમાને મધ્યમાં રાખી ઇશાન કોણમાં વિરાજમાન કરો. ભગવાન વિષ્ણુને અગ્નિકોણમાં અને મહાદેવને દક્ષિણ પશ્ચિમ કોણમાં સ્થાપિત કરો.
    -ભગવાનની પ્રતિમા ક્યારેય આવી દિવાલ પર ન લગાવવી જોઇએ જે બાથરૂમ સાથે જોડાયેલી હોય, આમ કરવાથી જીવનમાં મંગળની જગ્યાએ અમંગળ થવાનું શરૂ થઈ જાય છે.
    -મુખ્ય દ્વાર દક્ષિણ અથવા ઉત્તરની દિશામાં હોય તો જ ગણેશજીની પ્રતિમા લગાવવી જોઇએ, અને જો પૂર્વ અથવા પશ્ચિમમાં હોય તો ત્યાં કઈંક પણ ન લગાવવું જોઇએ.
    -પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરવા માટે ભગવાનની સૂંઢ દક્ષિણાવર્તી હોવી જોઇએ અને બહાર લગાવવા માટે સૂંઢ વામવર્તમાં હોય તો સારું રહે છે.
    -ઘરના મંદિરમાં ભગવાનને લાવવા હોય તો બેસેલા ગણપતિની મૂર્તી લાવવી જોઇએ. જોકે, દુકાન અથવા ઓફિસમાં ગણેશજી ઉભા હોય તેવી પ્રતિમા લગાવવી જોઇએ.
    -ગજાનનની એવી પ્રતિમા લઈ આવો જેમાં ગણેશજીના પ્રિય ભોજન મોદક એટલે કે લાડુ હોય અને તેમની સવારી ઉંદર પણ તેમની સાથે હોય.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Vastu dosh, Vastu tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन