Home /News /dharm-bhakti /VASANT PANCHAMI 2023: વસંત પંચમીના દિવસે ઘરે લાવો આ પાંચમાથી એક વસ્તુ, માતા સરસ્વતીની રહેશે અપરંપાર કૃપા
VASANT PANCHAMI 2023: વસંત પંચમીના દિવસે ઘરે લાવો આ પાંચમાથી એક વસ્તુ, માતા સરસ્વતીની રહેશે અપરંપાર કૃપા
સરસ્વતી પૂજા 2023
VASANT PANCHAMI 2023: ભારતમાં આ દવસથી વસંત ઋતુની શરૂઆત પણ થઈ જાય છે. આ વર્ષે 26 જાન્યુઆરી, 2023 ગુરુવારાના રોજ વસંત પંચમી છે. વસંત પંચમીના દિવસે કોઈ ખાસ વસ્તુઓની ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે.
હિંદુ પંચાંગ અનુસાર, દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમને વસંત પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજાનું આગવું મહત્ત્વ રહેલું છે. ભારતમાં આ દવસથી વસંત ઋતુની શરૂઆત પણ થઈ જાય છે. આ વર્ષે 26 જાન્યુઆરી, 2023 ગુરુવારાના રોજ વસંત પંચમી છે. વસંત પંચમીના દિવસે કોઈ ખાસ વસ્તુઓની ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે.
લગ્નની વસ્તુઓ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વસંત પંચમીના દિવસે ભગવાન શિવ અન માતા પાર્વતીના વિવાહ માટે તેમનો તિલક ઉત્સવ થયો હતો. આ કારણોસર વસંત પંચમીના દિવસે લગ્નનું ઘરચોળું, દાગીના તથા અન્ય લગ્ન પ્રસંગની વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓની ખરીદી કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
પીળા રંગની ફૂલ માળા
વસંત પંચમીના દિવસે માતા પાર્વતીને પીળા રંગના ફૂલ અર્પણ કરવાને શુભ માનવામાં આવે છે. આ કારણોસર માતા પાર્વતીની પૂજા માટે પીળા રંગના ફૂલોની માળા લાવી શકાય છે. તમે આ દિવસે ઘરના મુખ્ય દરવાજા પર પીળા રંગના ફૂલોથી સજાવટ કરી શકો છો.
વિદ્યાનો છોડ
વસંત પંચમીના દિવસે તમે વિદ્યાના છોડની ખરીદી કરી શકો છો. કહેવામાં આવે છે કે, ઘરની પૂર્વ દિશામાં આ છોડ લગાવવાથી ખૂબ જ લાભ થાય છે. ડ્રોઈંગ રૂમ અથવા ઘરના મુખ્ય દરવાજા પર પણ આ છોડ રાખી શકાય છે. જે ઘરમાં વિદ્યાનો છોડ હોય તે ઘરના બાળકો પર માતા સરસ્વતીની અપરંપાર કૃપા રહે છે.
વાદ્ય યંત્ર
માચા સરસ્વતીને સંગીતના દેવી પણ કહેવામાં આવે છે. આ કારણોસર પર વસંત પંચમીના દિવસે ઘરે નાનકડું વાદ્ય યંત્ર પણ લાવી શકો છો. તમે નાની વાંસળી લઈને પણ માતા સરસ્વતીના ચરણોમાં અર્પણ કરી શકાય છે. જે લોકો સંગીતમાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે, તેઓ આ શુભ દિવસે તેની શરૂઆત કરે તો તેમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
વસંત પંચમીના દિવસે તમે ઘરે માતા સરસ્વતીનો ફોટો અથવા મૂર્તિ લાવી શકો છો. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો ફોટો ઘરના ઈશાન ખૂણામાં લગાવો, જેનાથી બાળકો પર સારી અસર થાય છે. જે ઘરમાં બાળકો ભણવામાં નબળા હોય છે, ત્યાં માતા સરસ્વતીની મૂર્તિ રાખવાને શુભ માનવામાં આવે છે.