Home /News /dharm-bhakti /Vasant Panchami 2023: વંસત પાંચમીના દિવસે કરો આ ઉપાય, માં સરસ્વતીની કૃપાથી થશે અપાર જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ
Vasant Panchami 2023: વંસત પાંચમીના દિવસે કરો આ ઉપાય, માં સરસ્વતીની કૃપાથી થશે અપાર જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ
વસંત પંચમી 2023 શુભ મુહૂર્ત
Vasant Panchami 2023 upay: હિંદુ ધર્મમાં વસંત પંચમીનું મહત્વ ખૂબ જ વધારે છે. માન્યતા છે કે આ દિવસે માં શારદાની પૂજા કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, વિદ્યાર્થીઓએ વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ.
આપણા દેશમાં હિંદુ ધર્મમાં વસંત પંચમીનું મહત્વ ખૂબ જ વધારે છે. મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષની વસંત પંચમી ખૂબ જ ખાસ છે કારણ કે આ વખતે ઘણા શુભ યોગ બની રહ્યા છે. માન્યતા છે કે આ દિવસે માં શારદાની પૂજા કરવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. માં શારદા જેમને આશીર્વાદ આપે છે તેવા ભક્તોને કલા, સંગીત અને શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા મળે છે.
હિંદુ શાસ્ત્રો અનુસાર, વિદ્યાર્થીઓએ વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતાની કૃપાથી વિદ્યાર્થીઓની વાણી, બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થાય છે. વસંત પંચમીના દિવસે માતાને ઝડપથી પ્રસન્ન કરવા સરસ્વતી વંદના અને સરસ્વતી મંત્રોનો જાપ કરવો. તો ચાલો જાણીએ તમે કઇ રીતે માતા સરસ્વતીની પૂજા અને કયા મંત્રોનો જાપ કરી શકો છો.
પૌરાણિક કથાઓ અનુસાર, એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કારણ કે આ તે દિવસ હતો, જ્યારે માતા સરસ્વતી પૃથ્વી પર પ્રગટ થયા હતા. ત્યારે જ આખા જગતને વાણી અને જ્ઞાન પ્રાપ્ત થયું. બસંત પંચમી પર હળદર, કેસર, પીળા ફૂલ, પીળી મીઠાઈઓનો ભોગ લગાવીને દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીના મૂળ મંત્ર ॐ ऐं सरस्वत्यै नमः નો હળદરની માળાથી જાપ કરવાથી બુદ્ધિ તેજ થાય છે. આ દિવસે તમામ શાળા-કોલેજોમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. કલા અને જ્ઞાનની દેવી તરીકે સૌથી પહેલા માતા સરસ્વતીનું નામ લેવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર