Home /News /dharm-bhakti /Vasant Panchami 2023: વસંત પંચમીએ કરો ખાલી આટલું, લવ લાઈફની અડચણ અને દાંપત્ય જીવનમાં ખટરાગ થઈ જશે દૂર
Vasant Panchami 2023: વસંત પંચમીએ કરો ખાલી આટલું, લવ લાઈફની અડચણ અને દાંપત્ય જીવનમાં ખટરાગ થઈ જશે દૂર
વસંત પંચમી 2023
Vasant Panchami 2023: 26 જાન્યુઆરીએ વસંત પંચમી છે. તે પ્રેમ અને જુસ્સાના દેવતા કામદેવને પણ સમર્પિત છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, લવ લાઈફ કે વૈવાહિક જીવન મુશ્કેલીમાં છે તો આ દિવસે કામદેવ અને રતિની પૂજા કરવી જોઈએ.
વસંત પંચમી (Vasant Panchami) 26 જાન્યુઆરીએ છે. સામાન્ય રીતે વસંત પંચમી જ્ઞાનની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ ગણાય છે. જોકે, આ દિવસ પ્રેમ અને ઉત્સાહના દેવતા કામદેવ (Kamdev)ને પણ સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે કામદેવ પોતાની પત્ની રતિ સાથે ધરતી પર આવે છે. આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. કામદેવ લોકોમાં પ્રેમ અને ઉત્સાહ ફેલાવે છે.
વસંત પંચમીએ કામદેવ અને રતિ (Kamdev and Rati)ની પૂજા પણ થાય છે. જે લોકોના લગ્નમાં વિલંબ થતો હોય, લવ લાઈફ કે દાંપત્ય જીવન સારું ન રહેતું હોય તો આ દિવસે કામદેવ અને રતિની પૂજા કરવી જોઈએ. તેની અસરથી તમારી લવ લાઈફ કે દાંપત્ય જીવન મધુર રહેશે.
ભગવાન શંકરે કામદેવને કર્યા હતા ભસ્મ
તિરૂપતિના જ્યોતિષ ડો.કૃષ્ણ ગ્રીમર ભાર્ગવ સમજાવે છે કે એકવાર ભગવાન શિવ ગુસ્સે થઈ ગયા હતા અને કામદેવને ભસ્મ કર્યા હતા. ત્યારે રતિએ તેમને કામદેવને ફરીથી સશરીર પરત લાવવા વિનંતી કરી હતી. પછી ભગવાન શિવે કહ્યું કે કામદેવ દેહ વગર રહેશે. તેઓ ભવના રૂપમાં રહેશે, દ્વાપર યુગમાં તેમને ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના રૂપમાં ફરીથી દેહ મળશે.
વસંત પંચમીના અવસર પર સ્નાન કર્યા બાદ કામદેવ અને રતિની પૂજા કરવી જોઈએ. વિવાહિત યુગલો અથવા પ્રેમીઓએ કામદેવ અને રતિની પીળા ફૂલો, ગુલાબ, અક્ષત, પાન, સોપારી, અત્તર, ચંદન, માળા, ફળો, મીઠાઈઓ, સૌંદર્ય સામગ્રી વગેરેની સાથે પૂજા કરવી જોઈએ. લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તે લોકોએ રતિને 16 શૃંગારના સમાન અર્પણ કરવો જોઈએ.
કામદેવનો મંત્ર
તમે 'ઓમ કામદેવાય વિદ્મહે, રતિ પ્રિયયી ધીમહિ, તન્નો અનંગ પ્રચોદયાત્' મંત્ર જાપ કરો. જો તમે કામદેવના સાબર મંત્ર 'ઓમ નમો ભગવતે કામદેવાય યસ્ય યસ્ય દૃષ્યો ભવામિ યસ્ય યસ્ય મમ મુખમ્ પશ્યતિ તન તન મોહયતુ સ્વાહા' નો જાપ પણ કરી શકો છો. આનાથી કામદેવ ખુશ થાય છે. પ્રેમ સંબંધો મધુર રહે છે. દાંપત્ય જીવન સુખી રહે છે.