Home /News /dharm-bhakti /

કાશીમાં શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ, ગૌરા પહેરશે ગુજરાતી લેંઘો તો ભોલેનાથ ધારણ કરશે મેવાનો સહેરો

કાશીમાં શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ, ગૌરા પહેરશે ગુજરાતી લેંઘો તો ભોલેનાથ ધારણ કરશે મેવાનો સહેરો

માતા પાર્વતીના ગુજરાતી લેંઘામાં રેશમી દોરાથી ભરતકામ કરવામાં આવ્યું છે, ભોલેનાથ પહેરશે ખાદીના વસ્ત્રો

માતા પાર્વતીના ગુજરાતી લેંઘામાં રેશમી દોરાથી ભરતકામ કરવામાં આવ્યું છે, ભોલેનાથ પહેરશે ખાદીના વસ્ત્રો

    રવિ પાંડેય, વારાણસી. શિવની પાવન નગરી કાશી મહાશિવરાત્રિ (Mahashivratri)ના મહાઉત્સવના રંગમાં રંગાઈ ચૂકી છે. માતા પાર્વતી (Goddess Parvari) સાથે ઔઘડ દાની મહાદેવ (Lord Shiva)ના વિવાહ (Wedding)ની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. પીઠી ચોળવાની વિધિ બાદ હવે બાબા ભોલેનાથને દુલ્હા અને માતા પાર્વતીને દુલ્હનના રૂપમાં શણગારવામાં આવી રહ્યા છે. આ વખતે ધર્મ નગરીમાં બાબા મેવાથી બનેલો સહેરો ધારણ કરશે. તો બીજી તરફ માતા પાર્વતી એટલે કે ગૌરા ગુલાબી લેંઘો પહેરશે જે ખાસ ગુજરાત (Gujarat)થી મંગાવવામાં આવ્યો છે.

    કાશીમાં શિવરાત્રિના અવસરે બાબા વિશ્વનાથ અને માતા ગૌરાની રજતમયી પ્રતિમાના સ્વરૂપમાં આ વિવાદમાં સામેલ થાય છે. તેમના વિવાહ અને વિવાહોત્સવ સંપૂર્ણ રીતિ-રિવાજથી ઉજવવામાં આવે છે. તમામ વિધિ નિભાવવામાં આવે છે. મંડપમાં ભગવાન શિવ અને માતા પાર્વતી એક સૂત્રમાં બંધાય છે, તો કર્મકાંડી બ્રાહ્મણ મંત્રોની સાથે વિવાહને સંપન્ન કરાવે છે.

    આ પણ વાંચો, Mahashivratri 2021: મહાશિવરાત્રિ પર આ મંત્રો સાથે કરો ભગવાન શિવની પૂજા, મળશે મનપસંદ જીવનસાથી

    આકર્ષણનું કેન્દ્ર હોય છે વિવાહના કપડા

    આ વિવાહમાં દર વર્ષે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે માતા ગૌરા અને બાબા વિશ્વનાથના કપડા એટલે કે દુલ્હા અને દુલ્હનનો ડ્રેસ. તેને દરેક વખતે તેમના રાજતમયી પ્રતિમાને પહેરાવવામાં આવે છે. આ ડ્રેસ ખાસ હોય છે. દર વખતની જેમ આ વખતે પણ ખાસ ઓર્ડર આપીને ડ્રેસ તૈયાર કરાવવામાં આવ્યા છે. માતા ગૌરાની રાજત પ્રતિમા માટે આ વખતે ગુજરાતનો લેંઘો ઓર્ડર કરીને મંગાવવામાં આવ્યો છે. જેને ગુજરાતમાં ગુલાબી લેંઘાના નામે ઓળખવામાં આવે છે. આ લેંઘામાં બહુરંગી રેશમી દોરાઓથી ભરતકામ કરવામાં આવ્યું છે. લેંઘાની બોર્ડર પર સુંદર રીતે શણગારવામાં આવી છે.

    આ પણ વાંચો, મહાશિવરાત્રિ પર હરિદ્વાર મહાકુંભનું પહેલું શાહી સ્નાન, PM મોદીએ આપી શુભકામનાઓ

    ભોલેનાથ માટે પહેલીવાર મેવાનો સહેરો

    ભગવાન શિવ ખાદીમાંથી બનેલા ધોતી કૂરતા ધારણ કરશે પરંતુ સહેરો ખાસ આકર્ષણનું કેન્દ્ર હશે. આ વખતે તેમનો સહેરો મેવાથી બનેલો છે. આવું પહેલીવાર હશે જ્યારે શિવ મેવાથી બનેલો સહેરો ધારણ કરશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bhakti, Dharma, Goddess Parvati, Kashi, Lord shiva, Mahashivratri, Mahashivratri 2021, Varanasi, Wedding

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन