Valentine's Day 2022 Fengshui Tips: દરેકના વૈવાહિક જીવનમાં ચઢાવ-ઉતાર આવતા રહે છે. પતિ-પત્ની (Husband Wife)નો સંબંધ એવો છે જેમાં ઝઘડો અને પ્રેમ બંને હોય છે, પરંતુ તમારા સંબંધોમાં વગર કોઈ કારણે તણાવ રહે તો જરૂરી છે કે તમે પોતાના બેડરૂમ પર એક નજર નાખો. વૈવાહિક જીવનમાં તમારો બેડરૂમ તમારી લવલાઈફ (Love Life)ને સૌથી વધુ પ્રભાવિત કરે છે. જો તમારા પાર્ટનર અને તમારી વચ્ચે અણબનાવ હોય કે દરરોજ ઝઘડા થતા હોય, તો બની શકે કે બેડરૂમમાં કોઈ નાની-નાની ભૂલોને કારણે આવું થતું હોય.
વાસ્તવમાં બેડરૂમમાં સતત નેગેટિવ એનર્જીનો સંચાર થવાથી તમને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં તમે ફેંગશુઈની કેટલીક સરળ ટિપ્સ અપનાવીને પોતાના વૈવાહિક જીવનમાં ફરી ખુશીઓ લાવી શકો છો.
બેડની સાચી દિશા નક્કી કરો
તમારા બેડરૂમમાં સૌથી જરૂરી છે બેડ, બેડની દિશા પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ ઘણી વખત આપણે આ વાત તરફ બહુ ધ્યાન નથી આપતા. જેથી નેગેટિવ એનર્જી પેદા થાય છે. ફળસ્વરૂપે પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝઘડા થવા લાગે છે. એટલે જરૂરી છે કે તમે પોતાના બેડને એવી જગ્યાએ રાખો જ્યાં સૂવો ત્યારે તમારું માથું પૂર્વ દિશામાં હોય અને દરવાજા તરફ પગ કરીને તો બિલકુલ ન સૂવો.
જો તમને પોતાના જીવનસાથી સાથેના સંબંધ મજબૂત બનાવવા હોય તો એવામાં તમારે બેડરૂમની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સાથે જ સવારે ઉઠ્યા બાદ પોતાના બેડને એમ જ ન રાખો. તેને સુઘડ રાખવાથી તમારી લવ લાઈફ સારી બનશે.
ફૂલોનો કરો ઉપયોગ
જો તમે પોતાના વૈવાહિક જીવનને વધુ સુખી બનાવવા માગો છો તો તમારે પોતાના બેડરૂમમાં ફૂલોને મહત્વ આપવું પડશે. થઈ શકે તો પોતાના બેડરૂમમાં લાલ ગુલાબ, લાલ, ગુલાબી, ઓરેન્જ રંગના ટ્યુલિપના ફૂલો લગાવો. ફૂલોથી મન પ્રસન્ન રહે છે અને વાતાવરણમાં તાજગી પણ બની રહે છે.
તમારા બેડરૂમમાં મિત્રો અને પરિવારના સભ્યોની તસવીરો લગાવવાનું ટાળો. જો તમારે તેને લગાવવી હોય તો એવી જગ્યાએ મૂકો કે તમને બેડમાંથી એ ફોટોઝ ન દેખાય. પલંગની બરાબર સામે મૂકેલા ફોટોઝથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે તે રૂમમાં રહેતા લોકો પર ખોટો પ્રભાવ નાખે છે.
લાલ કલરને મહત્વ આપો
જો તમે તમારી લવ લાઈફને એન્જોય કરવા માગો છો તો તમારે તમારા બેડરૂમમાં લાલ રંગને પ્રાથમિકતા આપવી જોઈએ. લાલ રંગને પ્રેમની નિશાની માનવામાં આવે છે. જો શક્ય હોય તો, તમારા બેડરૂમની દિવાલોને હળવા લાલ રંગથી રંગાવો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર