Home /News /dharm-bhakti /Vastu Tips for Love: વેલેન્ટાઇન ડે પર યોગ્ય પાત્ર મેળવવા માટે વસ્તુ ટિપ્સ, પ્રેમ પામવા આટલું કરો
Vastu Tips for Love: વેલેન્ટાઇન ડે પર યોગ્ય પાત્ર મેળવવા માટે વસ્તુ ટિપ્સ, પ્રેમ પામવા આટલું કરો
વાસ્તુ ટિપ્સ
Valentine 2023 Vastu tips for love: વેલેન્ટાઈન વીક (valentine week 2023)ની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રેમના દિવસોમાં કપલ એકબીજાને ગિફ્ટ આપે છે અને સાથે પ્રેમ ભરેલો સમય વિતાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરીને વ્યક્તિ પોતાનો મનગમતો પ્રેમ મેળવી શકે છે. follow these vastu tips to get true love
દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે (valentine day) ઉજવવામાં આવે છે. ત્યારે વેલેન્ટાઈન વીક (valentine week 2023)ની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રેમના દિવસોમાં કપલ એકબીજાને ગિફ્ટ આપે છે અને સાથે પ્રેમ ભરેલો સમય વિતાવે છે. પરંતુ ઘણી વખત ઇચ્છિત પ્રેમ (Love) મેળવવા માટે લાંબો સમય વીતી જાય છે. બહુ લાંબી રાહ જોયા પછી પણ યોગ્ય પાત્ર મળતું નથી. આવી સ્થિતિમાં વાસ્તુના કેટલાક ઉપાયો (Vastu tips for love) મદદ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરીને વ્યક્તિ પોતાનો મનગમતો પ્રેમ મેળવી શકે છે. અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.
યોગ્ય પ્રેમ મેળવવાની વાસ્તુ ટિપ્સ (Love Vastu Tips)
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઇચ્છિત પ્રેમ મેળવવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં બે સુંદર પક્ષીઓની તસવીર લગાવો.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની દિવાલોનો રંગ વાદળી હોય તો તેને જલ્દી જ બદલી નાંખો. તેનાથી પ્રેમમાં અવરોધો ઊભા થાય છે. આ સાથે જ ઘરની પૂર્વ કે દક્ષિણ દિશામાં સુવું નહીં
પ્રેમમાં સફળતા મેળવવા માટે લાલ રંગનો વધુ ઉપયોગ કરો. તેમજ ઘરમાં અને ખાસ કરીને બેડરૂમ કે બાથરૂમમાં સફેદ, આછા ગુલાબી કે પીળા રંગનો ઉપયોગ કરો.
પરિવારમાં પ્રેમની લાગણી વધે તે માટે ઘરના ઉત્તર-પશ્ચિમ દિશામાં પરિવારના સભ્યોની તસવીર લગાવો અને તેમના ફોટા પર ગંદકી કે ધૂળ ન રહે તેનું ધ્યાન રાખવું.
ઘરમાં પ્રકાશ કે અંધકારની અસર પ્રેમના ક્ષેત્ર પર પણ પડે છે. તેથી ઘરમાં સૂર્યપ્રકાશની પૂરતી વ્યવસ્થા કરો. ઘરમાં યોગ્ય પ્રકાશ રહે તે માટે સારા પડદા લગાવો.
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીઓની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ લેખ માન્યતાઓ ધારણામાં અને સૂચનો પર આધારિત છે.
વેલેન્ટાઈન ડેના અવસર પર તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને બ્લેક કલરબક કોઈ ગિફ્ટ ન આપો. કાળો રંગ શુભ માનવામાં આવતો નથી. આ સાથે વાદળી રંગની ભેટ આપવાનું પણ ટાળવું જોઈએ. પ્રેમ સંબંધોને મજબૂત કરવા માટે પીળો, લાલ અને ગુલાબી રંગ શ્રેષ્ઠ છે.
પ્રેમ માટે ઘરમાં એડેનિયમ, વૈજયંતી, મોગરા, રાતરાણી, કુમુદ, કરવારી, ચણક, માલતી, પલાશ અને વનમાલા ફૂલ રાખવા પણ ફાયદાકારક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર