Home /News /dharm-bhakti /

Vaishakh Purnima 2022: વૈશાખ પૂર્ણિમાને શા માટે કહેવાય છે બુદ્ધ પૂર્ણિમા? જાણો તારીખ, મુહૂર્ત અને વ્રતના લાભ

Vaishakh Purnima 2022: વૈશાખ પૂર્ણિમાને શા માટે કહેવાય છે બુદ્ધ પૂર્ણિમા? જાણો તારીખ, મુહૂર્ત અને વ્રતના લાભ

વૈશાખ પૂર્ણિમા તમામ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

Vaishakh Purnima 2022: વૈશાખ પૂર્ણિમા તમામ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2022) પણ થવા જઈ રહ્યું છે.

    Vaishakh Purnima 2022: અત્યારે ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નો પ્રિય મહિનો વૈશાખ ચાલી રહ્યો છે. આ મહિનામાં જગતના પાલનહાર ભગવાન નારાયણની પૂજાનું વિશેષ મહત્વ છે. આમ તો પૂર્ણિમા દરેક મહિનામાં આવે છે, પરંતુ ધર્મ શાસ્ત્રોમાં વૈશાખ મહિનાની પૂર્ણિમા (Vaishakh Purnima)નું ખાસ મહાત્મ્ય છે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્રહ્માજીએ વૈશાખ માસને તમામ હિંદુ મહિનાઓમાં શ્રેષ્ઠ ગણાવ્યો છે.

    વૈશાખ પૂર્ણિમા તમામ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુધનો જન્મ થયો હતો, તેથી વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા (Budhdh Purnima) તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2022) પણ થવા જઈ રહ્યું છે.

    આ પણ વાંચો: ક્યારે થશે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ સહિતની માહિતી

    આ વૈશાખ મહિનાની પૂર્ણિમા આ વર્ષે 16 મે, સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુના ભક્તો તેમના આરાધ્યની વિશેષ પૂજા અર્ચના કરે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા પણ કરવામાં આવે છે.

    પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર અને સહાધ્યાયી સુદામા જ્યારે દ્વારકામાં શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાને તેમને આ વ્રતનું મહત્વ જણાવ્યું હતું. આ વ્રતના પ્રભાવથી જ સુદામાની દરિદ્રતાનો નાશ થયો.

    વૈશાખ પૂર્ણિમા શુભ મુહૂર્ત

    વૈશાખ પૂર્ણિમા 15 મે રાત્રે 12: 45 મિનિટથી શરૂ થઈને 16 મે રાત્રે 9:45 મિનિટે પૂર્ણ થશે.

    વૈશાખ પૂર્ણિમા તિથિ – 16 મે 2022

    વૈશાખ પૂર્ણિમા પ્રારંભ તિથિ –15 મે 2022 રાત્રે 12:45 વાગ્યાથી

    પૂર્ણિમા તિથિ સમાપ્ત – 16 મે 2022 સવારે 9:43 વાગ્યે

    આ પણ વાંચો: સુખ-સમૃદ્ધિનો કારક હોય છે બૃહસ્પતિ ગ્રહ, આ ઉપાયોથી તેને કરી શકાય છે મજબૂત

    વૈશાખ પૂર્ણિમા પૂજા વિધિ

    વૈશાખ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં અથવા ઘરે 2 ટીપા ગંગાજળ નાખીને સ્નાન કરો. ઘરના મંદિરને વ્યવસ્થિત સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. બધા દેવી-દેવતાઓનું આહ્વાન કરીને પ્રણામ કરો. ભગવાન વિષ્ણુની તસ્વીર, મૂર્તિ પર હળદરથી અભિષેક કરો અને તેમને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુની દરેક પૂજામાં તુલસીનો સમાવેશ થવો જ જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને આરતી કરો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને સાત્વિક ચીજો અર્પણ કરો અને ખુદ વ્રતનો સંકલ્પ લો.

    વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. માનસિક વિકારથી મુક્તિ, સાથે આત્મબળમાં પણ વધારો થાય છે. ધન, યશ અને માન-સન્માનમાં પણ વધારો થાય છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Buddha Purnima, Chandra grahan, Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર