Vaishakh Amavasya 2022: ક્યારે છે વૈશાખ અમાવસ્યા? પિતૃદોષથી મળી શકે છે મુક્તિ, જાણો સાચી તિથિ તથા મહત્વ
Vaishakh Amavasya 2022: ક્યારે છે વૈશાખ અમાવસ્યા? પિતૃદોષથી મળી શકે છે મુક્તિ, જાણો સાચી તિથિ તથા મહત્વ
હિન્દુ ધર્મમાં વૈશાખ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે.
Vaishakh Amavasya 2022: આ વખતે વૈશાખ અમાવસ્યાના દિવસે વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ (Surya Grahan 2022) પણ થઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં વૈશાખ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે.
Vaishakh Amavasya 2022: વૈશાખ માસની અમાસે વૈશાખ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવશે. આ વખતે વૈશાખ અમાવસ્યા 30 એપ્રિલ શનિવારના રોજ છે. શનિવારે આવતી અમાવસ્યાને શનિશ્ચરી અમાવસ્યા અથવા શનિ અમાવસ્યા (Shani Amavasya) કહેવામાં આવે છે. આ દિવસે વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ (Surya Grahan 2022) પણ થઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં વૈશાખ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે. અમાવસ્યાએ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ સારો સમય છે. કાશીના જ્યોતિષી ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ વૈશાખ અમાવસ્યાની સાચી તિથિ, પિતૃદોષ મુક્તિના ઉપાયો અને મહત્વ વિશે.
વૈશાખ અમાવસ્યા 2022
પંચાંગ અનુસાર, વૈશાખ મહિનાની અમાસની તિથિ 30 એપ્રિલ શનિવારના રોજ સવારે 12:57 વાગ્યે શરૂ થઈ રહી છે જે બીજા દિવસે - 01 મે રવિવારના રોજ સવારે 01:57 વાગ્યા સુધી માન્ય રહેશે. અમાવસ્યાએ સૂર્યોદયની તિથિએ સ્નાન અને દાન કરવામાં આવશે. વૈશાખ અમાવસ્યા 30 એપ્રિલે ઉદયતિથિના આધારે ઉજવવામાં આવશે. આ દિવસે સવારથી જ સ્નાન અને દાનનો પ્રારંભ થશે.
આ વર્ષે વૈશાખ અમાવસ્યાએ પ્રીતિ યોગ અને આયુષ્માન યોગનો સુંદર સંયોગ બની રહ્યો છે. પ્રીતિ યોગ બપોરે 03:20 સુધી રહેશે. ત્યાર બાદ આયુષ્માન યોગ શરૂ થશે. આ બંને યોગ સ્નાન અને દાન માટે શુભ માનવામાં આવે છે.
વૈશાખ અમાવસ્યા પર પિતૃદોષ મુક્તિના ઉપાય
1. જો તમને પિતૃદોષ છે, તો આ દિવસે સ્નાન બાદ પિતૃ માટે જળમાં કાળા તલ, અક્ષત અને ફૂલ મેળવીને તર્પણ કરો. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના તૃપ્ત થવા પર પિતૃ દોષ દૂર થાય છે.
2. વૈશાખ અમાવસ્યાએ તમે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમારા પૂર્વજો માટે પિંડ દાન કરી શકો છો.
3. પિતૃઓની આત્મતૃપ્તિ માટે તેમનું શ્રાદ્ધ કર્મ કરી શકાય છે. આનાથી પણ પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય છે.
4. વૈશાખ અમાવસ્યાએ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. તે ખોરાકનો અમુક ભાગ કાગડા, ગાય કે કૂતરાને ખવડાવવામાં આવે છે.
5. વૈશાખ અમાવસ્યાએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડને જળ અર્પિત કરવામાં આવે છે અને દીપક દાન કરવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર