Home /News /dharm-bhakti /વૈશાખ 2022: આ માસમાં છે લગ્નના 15 મુહૂર્ત, જાણો ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈના શુભ સમય
વૈશાખ 2022: આ માસમાં છે લગ્નના 15 મુહૂર્ત, જાણો ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈના શુભ સમય
વૈશાખ માસમાં લગ્ન માટે કુલ 15 શુભ મુહૂર્ત છે.
Vaishakh 2022 Muhurat: વૈશાખ માસમાં લગ્ન માટે કુલ 15 શુભ મુહૂર્ત છે. જે લોકોને આ માસમાં વિવાહ, ગૃહ પ્રવેશ, પ્રોપર્ટી ખરીદી, મુંડન, જનોઈ, નામકરણ વગેરે શુભ કાર્યો કરવા છે, તે અહીં પોતાના માટે શુભ મુહૂર્ત જોઈ શકે છે.
Vaishakh 2022 Muhurat: વૈશાખ માસનો પ્રારંભ 17 એપ્રિલથી થઈ રહ્યો છે, જે 15 મે પૂનમ સુધી છે. આ માસમાં વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, જનોઈ, ખરીદી વગેરે માટે ઘણાં શુભ મુહૂર્ત છે. લગ્ન માટે કુલ 15 શુભ મુહૂર્ત છે. જ્યારે ગૃહ પ્રવેશ માટે 5 શુભ મુહૂર્ત છે. નામકરણ માટે 11, મુંડન માટે 7, ઉપનયન સંસ્કાર માટે 6 અને ખરીદારી માટે કુલ 7 મુહૂર્ત છે. જે લોકોને આ માસમાં વિવાહ, ગૃહ પ્રવેશ, પ્રોપર્ટી ખરીદી, મુંડન, જનોઈ, નામકરણ વગેરે શુભ કાર્યો કરવા છે, તે પોતાના માટે શુભ મુહૂર્ત જોઈ શકે છે. આવો વિગતવાર જાણીએ.
વૈશાખ 2022ના શુભ મુહૂર્ત
વૈશાખ 2022 ગૃહ પ્રવેશ મુહૂર્ત જે લોકોને આ માસમાં ગૃહ પ્રવેશ કરવો છે, તેઓ 2 મે, 11 મે, 12 મે, 13 મે અને 14 મેમાંથી કોઈપણ એક દિવસ નક્કી કરી શકે છે. નીચે આ દિવસના શુભ મુહૂર્ત આપવામાં આવ્યા છે.
2 મે- સોમવાર, 12:33 AMથી બીજા દિવસે 05:40 AM 11 મે- બુધવાર, 07:28 PMથી બીજા દિવસે 05:33 AM 12 મે- ગુરુવાર, 05:32 AMથી 06:53 PM 13 મે- શુક્રવાર, 06:49 PMથી બીજા દિવસે 05:31 AM 14 મે- શનિવાર, 05:31 AMથી 03:24 PM
વૈશાખ 2022 લગ્ન મુહૂર્ત આ મહિનામાં લગ્ન માટે કુલ 15 શુભ મુહૂર્ત છે. લગ્ન માટે 17 એપ્રિલ, 19 એપ્રિલ, 20 એપ્રિલ, 21 એપ્રિલ, 22 એપ્રિલ, 23 એપ્રિલ, 24 એપ્રિલ, 27 એપ્રિલ, 02 મે, 03 મે, 09 મે, 10 મે, 11 મે, 12 મે અને 15 મેની તારીખ શુભ છે.
વૈશાખ 2022 નામકરણ મુહૂર્ત જે લોકો પોતાના બાળકનું નામકરણ કરવા માગે છે, તેમના માટે આ મહિનામાં 11 શુભ મુહૂર્ત છે. તમે 19 એપ્રિલ, 20 એપ્રિલ, 21 એપ્રિલ, 24 એપ્રિલ, 28 એપ્રિલ, 3 મે, 4 મે, 5 મે, 8 મે, 12 મે અને 13 મેમાંથી કોઈ એક દિવસ નામકરણ માટે પસંદ કરી શકો છો.
વૈશાખ 2022 મુંડન સંસ્કાર વૈશાખ મહિનામાં મુંડન માટે કુલ 7 શુભ મુહૂર્ત છે- 20 એપ્રિલ, 25 એપ્રિલ, 26 એપ્રિલ, 4 મે, 6 મે, 13 મે અને 14 મે.
વૈશાખ 2022 ખરીદી મુહૂર્ત જો તમારે આ મહિનામાં મકાન, વાહન, ફ્લેટ, પ્લોટ કે અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય, તો કુલ 7 શુભ મુહૂર્ત છે. 21 એપ્રિલ, 26 એપ્રિલ, 6 મે, 7 મે, 10 મે, 11 મે અને 15 મેના દિવસે પ્રોપર્ટી અથવા વાહન ખરીદી શકો છો.
વૈશાખ 2022 ઉપનયન સંસ્કાર મુહૂર્ત વૈશાખમાં ઉપનયન સંસ્કાર અથવા જનોઈ માટે કુલ 6 શુભ મુહૂર્ત છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર