Home /News /dharm-bhakti /Vaastu Tips: પોતાનું ઘર ખરીદતા પહેલા જોઈલો શું છે તમારી રાશિનો યોગ, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન
Vaastu Tips: પોતાનું ઘર ખરીદતા પહેલા જોઈલો શું છે તમારી રાશિનો યોગ, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન
ફાઈલ તસવીર
જો તમે પણ ઘર ખરીદવા ( buy a house) કે ઘરના બાંધકામ કરવા વિશે વિચારી રહ્યાં છો, તો તમારે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વ્યાપ ન થાય.
Vaastu Tips: આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલી છે તેથી આજે પણ સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્રના (Vastu Shastra) નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં (Health, peace, prosperity) વૃદ્ધિ થાય છે. ઘરએ દરેક માણસનું સપનું હોય છે. દરેક વ્યક્તિ પોતાના ઘર વિશે ઘણીબઘી વાતો વિચારીને રાખતો હોય છે અને તેથી જ ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી (Building construction) વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો વાસ્તુના નિયમોનું પાલન કરીને તે મુજબ ઘર બનાવવામાં આવે તો ઘરમાં પોઝિટીવ એનર્જી (Positive energy) રહે છે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક (Positive)રહેતું હોય છે. જો તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર અને ખુશનુમાં હશે તો તમે જીવનમાં પણ સારી પ્રગતિ કરી શકો છો.
જો તમે પણ ઘર ખરીદવા ( buy a house) કે ઘરના બાંધકામ કરવા વિશે વિચારી રહ્યાં છો, તો તમારે પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વ્યાપ ન થાય. જો તમે તમારી રાશિ પ્રમાણે ઘર ખરીદશો તો તે તમને વધુ લાભ કરાવશે અને આમ કરવાથી તમારા જીવનમાં કોઈ દુખ પણ આવશે નહીં. આજે અમે આપને જણાવીશું કે રાશિ પ્રમાણે તમારે કેવા પ્રકારનું ઘર ખરીદવું જોઈએ.
મેષ રાશિફળ (Aries):
મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ ગણવામાં આવે છે, એવામાં જો આ રાશિના લોકો દક્ષિણ મુખી ઘરમાં નિવાસ કરે તો તેમની માટે આ ખૂબ જ શુભ સાબિત થાય છે. ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં હોય તેવા ઘરમાં મેષ રાશિના લોકોએ નિવાસ કરવો જોઈએ. સાથે જ આ લોકોએ પોતાના ઘરમાં ઈન્ટીરીયર અને વોલ પેઈન્ટ માટે ડાર્ક અને બ્રાઈટ રંગોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તેમના ઘરમાં શાંતિ અને સકારાત્મકતા રહે.
વૃષભ રાશિના લોકોએ એવા ઘરમાં રહેવું જોઈએ, જે ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ-પૂર્વ દિશામાં હોય. દક્ષિણ-પૂર્વ દિશાના ઘરમાં રહેવાને કારણે આ રાશિના લોકોને તેમના પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને તેમનાં મહત્વના સંબંધોમાં પ્રેમની લાગણી બની રહે છે. આ લોકોએ પોતાના ઘરમાં ડાર્ક કલરના ફર્નિચર, ઈન્ટીરીયર અને વોલ પેઈન્ટનો ઉપયોગ ટાળવો અને લાઈટ કલરની પસંદગી કરવી વધુ યોગ્ય છે.
મિથુન રાશિફળ (Gemini) :
મિથુન રાશિના લોકોએએ ઉત્તર મુખી ઘરમાં વસવાટ કરવો જોઈએ. જો મિથુન રાશિના લોકો જીવનમાં ઝડપી પ્રગતિ કરવા અને તેમની તથા પરિવારની ઉન્નતિ કરવા ઈચ્છતા હોય તો તેમણે આ પ્રકારના ઘરની પસંદગી કરવી જોઈએ. મિથુન રાશિના લોકોએ પણ ઘરમાં ડાર્ક રંગોનો ઉપયોગ કરવો નહી. લાઈટ ગ્રીન અને લાઈટ બ્લૂ કલર તેમની માટે શુભ છે.
કર્ક રાશિના લોકો નવું ઘર ખરીદે અથવા બનાવડાવે તો તેમણે એવા ઘરની પસંદગી કરવી જોઈએ, જેમનો મુખ્યદ્વાર ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય. સાથે જ ઘરમાં ઓફ વ્હાઈટ, વ્હાઈટ અને ક્રીમ જેવા શાંતિપ્રિય અને શાંત ગણાતા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરના મેઈનગેટ કે પ્રવેશદ્વારનો રંગ કાળો ન રાખવો. આ બાબતોનું ધ્યાન રાખીને જો ઘરની પસંદગી કરવામાં આવે તો તેમના જીવનમાં સદાય શાંતિ અને ખુશી રહે છે.
સિંહ રાશિફળ (Leo) :
આ રાશિનો સ્વામી સૂર્ય છે અને આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યનો ઉદય પૂર્વ દિશામાં થાય છે અને તેથી આ રાશિના લોકોએ પૂર્વદિશામાં મુખ હોય તેવા ઘરની પસંદગી કરવી જોઈએ. તેમણે ધરમાં સૂર્યને સમર્પિત ગણાતા એવા પીળો, નારંગી, સિલ્વર અને ગોલ્ડન જેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ઘરના રસોડાની દિશા પણ અગ્નેય દિશા હોય તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જેથી ધરમાં સમૃધ્ધિ બની રહે.
કન્યા રાશિને શાંત રાશિ કહેવામાં આવે છે. આ રાશિના લોકોએ પણ મિથુન રાશિની જેમ ઉત્તર મુખી ધરમાં વસવાટ કરવો જોઈએ. આવા ઘરમાં વસવાટ કરવાથી કન્યા રાશિના લોકોને અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ મળે છે સાથે જ સુખ-સૌભાગ્યમાં વધારો થાય છે અને આર્થિક ક્ષેત્રે પણ પ્રગતિ મળે છે.
તુલા રાશિફળ (Libra) :
તુલા રાશિના લોકોએ એવા ઘરની પસંદગી કરવી જોઈએ જે ઘર દક્ષિણ-પૂર્વ મુખી હોય. ઘરનો મુખ્યદ્વાર દક્ષિણ-પૂર્વ દિશામાં હોવો જોઈએ. તુલા રાશિના લોકોએ પોતાના ઘરના મંદિરમાં લીલા રંગનો ઉપયોગ કરવો પણ તે સિવાય આખા ઘરમાં આવા ઘાટા રંગોનો પ્રયોગ કરવો ટાળવો જોઈએ. ઘરમાં આછા રંગોનો ઉપયોગ કરવાથી ઘરમાં શાંતિનો મહોલ સ્થપાશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) :
વૃશ્ચિક રાશિના લોકોએ એવા ઘરની પસંદગી કરવી જોઈએ જે ઘરનું મુખ દક્ષિણ દિશામાં હોય. સાથે જ ધરમાં દક્ષિણ દિશાના ખુણામાં કોઈ ભારે ફર્નિચર તેમની માટે લાભદાયી સાબિત થશે.
ધન રાશિના લોકોએ વાસ્તુ પ્રમાણે ઉત્ર-પૂર્વીય મુખ ધરાવતા ઘરની પસંદગી કરવી જોઈએ. આવુ કરવાથી તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. આ રાશિના લોકોએ પોતાના ધરમાં પીળા, લાલ અને નારંગી જેવા રંગોની પસંદગી કરવી જોઈએ.
મકર રાશિફળ (Capricorn) :
મકર રાશિના લોકો જો પશ્ચિમ દિશામાં મુખ્ય દ્વાર ધરાવતા ઘરમાં વસવાટ કરે તો આ તેમની માટે ખૂબ સારુ અને લાભદાયી નિવડે છે. તેમણે ધરમાં ડાર્ક રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ દિશામાં જો ઘર બનાવવામાં આવે તો મકર રાશિના લોકોને તેમના જીવનમાં પ્રગતિ, સફળતા અને સુખ-શાંતિ મળે છે. સાથે જ જીવન ખુશનુમાં પસાર થાય છે.
કુંભ રાશિફળ (Aquarius) :
કુંભ રાશિના લોકોએ પણ મકર રાશિના જેમ પશ્ચિમ દિશામાં મુખ ધરાવતા ઘરની પસંદગી કરવી જોઈએ. આ બન્ને રાશિનો સ્વામી શનિ હોવાથી આમ કરવું શુભ છે. આ રાશિના લોકોએ પોતાના ઘરમાં આછા ભૂરા રંગનો ઉપયોગ કરવો જેથી તેમને જીવનમાં પ્રગતિ મળે.
મીન રાશિફળ (Pisces) :
મીન રાશિના લોકોએ પોતાનું ઘર ઉત્તર-પૂર્વી. દિશામાં હોય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. જો તમે આ દિશામાં ઘર બનાવશો તો તમને જીવનમાં ઘણી પ્રગતિ મળશે અને તમારું ભાગ્ય તમારી સાથે રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર