શનિની પનોતી હોય તો દરરોજ પીપળે ચઢાવો દૂધ અને કાળા તલ, પછી જુઓ ફાયદો

શનિદેવ

શનિદેવને કાળા તલ ચઢાવવાથી ગરીબી દૂર થાય છે. અને ભાગ્યનો સાથ મળે છે.

 • Share this:
  ધર્મ ભક્તિ: હાલમાં શનિની પનોતી કુંભ રાશિ પર છે. હાલમાં આ રાશિની સાડાસાતી ચાલી રહી છે તેથી તેમને ખુબ સાચવવાનું છે તેવામાં જો તેઓ શનિદેવને ખુશ કરવા કેટલાંક ઉપાય કરે તો તેમને ફાયદો થશે અને તેમનું નસિબ પણ ચમકી ઉઠશે.

  કહેવાય છે કે શનિદેવને કાળા તલ ચઢાવવાથી ગરીબી દૂર થાય છે. અને ભાગ્યનો સાથ મળે છે. શનિવારે કાળા તલનો આ ઉપાય કરવાથી શનિ ભગવાનની વિશેષ કૃપા મળવાની સંભાવના છે.

  જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન શનિની તમારા પર કૃપા રહે અને તેમનો પ્રકોપ સહન ન કરવો પડે તો તમે પણ ગરીબી ઓછી કરી શનિ ભગવાનની કૃપા મેળવવા ઇચ્છતા હોવ તો આ પ્રયાસ કરીને જોઇ શકો છો. જો તમે શનિ દેવને ખુશ કરવા માંગો છો અને રાહુ કેતુના અશુભ યોગથી થતા ખરાબ પ્રભાવથી બચવા માંગો છો તો કાળા તલનું દાન કરો.

  આ  પણ વાંચો- શુક્રવારે જાણો, કઇ ચાર રાશિનાં લોકો પર હમેશાં રહે છે મા લક્ષ્મીની કૃપા

  -કાલસર્પ યોગ, સાડાસાતી અને ઢૈય્યા તથા પિતૃદોષ જેવી સમસ્યામાં કાળા તલનું દાન કરવું લાભકારી સાબિત થાય છે.
  -આ ઉપરાંત રોજ તાંબાના લોટોમાં થોડા કાળા તલ નાંખી આ પાણીનો -જળાભિષેક શિવલિંગ કરવાથી શિવજીની કૃપા પણ મળે છે.
  -ખરાબ સમયે દૂધમાં કાળા તળ મિક્સ કરીને પીપળ પર ચઢાવાથી પણ લાભ થઇ શકે છે.
  -શનિવારે ગાય કે ગરીબ માણસને અડધની દાળી અને કાળા તલ કાળા કપડામાં બાંધીને આપવાથી શનિદેવની કૃપા મળે છે.
  -જો આપની રાશિમાં સાડાસાતી ચાલી રહી હોય તો કોઇ પણ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલને પ્રવાહિત કરવાથી પણ શનિ દોષ શાંત થાય છે.
  Published by:Margi Pandya
  First published: