Home /News /dharm-bhakti /

Palmistry: હાથમાં શનિનું નિશાન ગણાય છે અશુભ, લોકોની કમનસીબી પાછળ હોય છે કારણ

Palmistry: હાથમાં શનિનું નિશાન ગણાય છે અશુભ, લોકોની કમનસીબી પાછળ હોય છે કારણ

હસ્ત રેખા

Palmistry: હથેળી પર શનિ ગ્રહની ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી રેખા સૂચવે છે કે વ્યક્તિ બુદ્ધિશાળી છે. આવા લોકો ખૂબ જ શાંત રહે છે અને તેમના રહસ્યો કોઈની સાથે શેર કરતા નથી. આ લોકો મિત્રો અને સંબંધીઓથી પણ દૂર રહે છે

    ધર્મભક્તિ ડેસ્ક: હાથની રેખાઓમાં (Hastrekha) ભાગ્ય સાથે જોડાયેલા ઘણા રહસ્ય છુપાયેલા હોય છે. હથેળી પરની વિવિધ રેખાઓ અને નિશાનો શુભ અને અશુભ સંકેત આપે છે. આજે અમે તમને એવા જ એક નિશાન વિશે જણાવીશું. આ નિશાનને હસ્તરેખાશાસ્ત્રની દુનિયામાં 'શનિ વલય'  (Shani Valay) કહેવામાં આવે છે. શનિ વલયનો અર્થ શું છે? હથેળીમાં આ વલય ક્યાં બને છે અને તેના શું પરિણામો આવે છે? તે અંગે અહી માહિતી અપાઈ છે.

    હાથની વચ્ચેની આંગળીની નીચે અર્ધવર્તુળાકાર રીતે શનિ પર્વતને (Shani Parvat) ઘેરતી રેખાને 'શનિ વલય' કહેવાય છે. સામાન્ય રીતે હસ્તરેખાશાસ્ત્રમાં શનિ વલય અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે લોકોના હાથમાં આ શનિ વલય હોય છે, તેઓ સુખ અને આનંદમય જીવનથી સંપૂર્ણ વંચિત રહે છે. આવા લોકો ઉદાસ સ્વભાવના હોય છે.

    હસ્તશાસ્ત્ર અનુસાર જે લોકોના હાથમાં શનિ વલય હોય છે તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મુશ્કેલીઓ, પડકારો અને નિરાશાઓ આવા લોકોને ક્યારેય છોડતી જ નથી. આવા લોકોની વાણી તેમની કાર્યશૈલી સાથે ક્યારેય મેળ ખાતી નથી. આ લોકો બહુ બોલે છે અને સામે કામ/પરિશ્રમ બહુ ઓછું કરે છે. જો હાથ પર શનિ વલયની સાથે નાની મસ્તક રેખા હોય તો આવા લોકોને એકલા રહેવું ગમે છે.

    1. હથેળી પર શનિ ગ્રહની ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી રેખા સૂચવે છે કે વ્યક્તિ બુદ્ધિશાળી છે. આવા લોકો ખૂબ જ શાંત રહે છે અને તેમના રહસ્યો કોઈની સાથે શેર કરતા નથી. આ લોકો મિત્રો અને સંબંધીઓથી પણ દૂર રહે છે. આ નિશાન સામાન્ય રીતે ગુનેગારો અથવા આત્મહત્યા કરનારાઓની હથેળી પર જોવા મળે છે.

    આ પણ વાંચો- Jupiter Retrogade 2022: 119 દિવસ સુધી સંભાળીને રહેવું આ 2 રાશિનાં જાતકોએ, સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે વક્રી ગુરુ


    2
    . જો હથેળી પર શનિ વલય સ્પષ્ટ ન હોય તો આવા લોકો વાતચીતમાં નબળા અને ઉદ્ધત હોય છે. આ લોકોને એકલા રહેવું ગમે છે તેથી તેઓ લગ્ન કરવાનું ટાળે છે. સ્વચ્છ અને ઉંડી રેખા ધરાવતા લોકોથી વિપરીત આ લોકો આત્મહત્યા અને ગુનાથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે.

    3. જો હથેળી પર શનિ વલયની રેખા તૂટેલી હોય તો ચિંતા કરવાની કોઈ વાત નથી. આવી સ્થિતિમાં જો મસ્તિષ્ક રેખા એટલે કે હેડ લાઈનની સાથે અંગૂઠો મજબૂત હોય તો વ્યક્તિને સમસ્યાનો સામનો પણ કરવો પડતો નથી.

    આ પણ વાંચો-ઉજ્જૈન મહાકાલની ભષ્મ આરતીનાં 10 રહસ્યો, જાણીને થશે આશ્ચર્ય

    4. જો શનિ વલયની અર્ધવર્તુળની જગ્યાએ કાંટા જેવી હોય અને તેની હેડલાઈનની રેખા નબળી હોય અથવા માથાની રેખા સાથે નબળો અંગૂઠો હોય તો તે અશુભ સંકેત છે. આવા લોકો હતાશ, ઉદ્ધત અને ઓછા અનુકૂળ હોય છે. આ લોકો જીવનમાં મોટી સફળતાઓથી વંચિત રહે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Palmistry, Ring of Saturn, Shani valay

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन