Home /News /dharm-bhakti /Navratri 2023: બ્રેકઅપ અથવા તલાક ઇચ્છો છો? આ મંદિરમાં કરો પૂજા, નવરાત્રિમાં ઉમટે છે ભીડ
Navratri 2023: બ્રેકઅપ અથવા તલાક ઇચ્છો છો? આ મંદિરમાં કરો પૂજા, નવરાત્રિમાં ઉમટે છે ભીડ
Lucknow temple
Unique temple: નવરાત્રિ દરમિયાન આ મંદિરમાં ઘણી ભીડ હોય છે. જો કોઈને અહીં દર્શન કરવા હોય તો તે સવારે 6 થી 12 અને સાંજે 4 થી 8 સુધી દર્શન કરી શકે છે. જાણો આ પ્રાચીન મંદિર સાથે સંબંધિત રસપ્રદ તથ્યો.
ધર્મ ડેસ્ક: શું તમે બ્રેકઅપ કરાવવા માંગો છો અને નથી થઇ રહ્યું અથવા તલાકનો કેસ કોર્ટમાં ફસાયેલો છે, પરંતુ સમાધાન નથી થઇ રહ્યું અથવા અચાનક સબંધમાં અડચણ આવી રહી છે, જેનાથી છુટકારો મેળવવા માંગો છો? તો આ તમામ સમસ્યાઓમાંથી બહાર કાઢે છે લખનૌના છોટી કાશીમાં સ્થિત બંદી મા! સાંભળવામાં થોડું વિચિત્ર જરૂર લાગે છે પરંતુ આ જ અહીંની માન્યતા છે. જો તમે પણ અહીં દર્શન કરવા માંગો છો તો ચૌપાટીયાના કટરા પહોંચી જાઓ. ચાર ધામ મંદિરની એકદમ પાછળ જ છે આ મંદિર.
અહીંના મેનેજર સુશીલા બાજપાઈએ જણાવ્યું કે, લોકો બંદી માતાન દર્શન કરીને અનિચ્છનીય સંબંધોમાંથી બહાર આવે છે. બંદી માતા સંબંધોમાંથી મુક્તિ અપાવે છે. જો કોઈને બંધનમાંથી મુક્તિ જોઈતી હોય તો અહીં મુલાકાત લો. ગમે તેવું બંધન હોય, અને તેનાથી પરેશાન હોય તો અહીં દર્શન કરવાથી ભક્તોની બધી સમસ્યાઓ દૂર થાય છે. આ મંદિર કટરા રાણીના નામથી પણ પ્રખ્યાત છે.
જ્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે માતાના ચરણોમાં પાયલ ચઢાવવામાં આવે છે અને તેમને સુહાગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ સિવાય તેમને મીઠાઈ પણ ચઢાવવામાં આવે છે. તેમણે કહ્યું કે બાજપાઈ બ્રાહ્મણોમાં એક જાતિ છે, તેમની કુળદેવી પણ બંદી માતા છે. બાજપાઈ લોકોના ઘરોમાં કોઈપણ શુભ કાર્ય અહીંયા દર્શન કર્યા વિના પૂર્ણ થતું નથી. માતાનું મુખ ઉત્તર દિશામાં છે.
એમણે જણાવ્યું કે મંદિર ખુબ જ પ્રાચીન છે. માતાની પ્રતિમા અહીં કેવી રીતે આવી તેની કોઈને જાણ નથી પરંતુ આ મંદિરના પૂર્વજો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. જેનું નામ બંદી દન બાજપાઈ હતું. તેઓ માતાના મોટા ભક્ત હતા જેમણે મૂર્તિની સ્થાપના કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર