Home /News /dharm-bhakti /

Astrology: 15 દિવસના અંતરમાં થશે બે મોટા ગ્રહણ, આ ત્રણ રાશિઓ પર થશે સારી અસર

Astrology: 15 દિવસના અંતરમાં થશે બે મોટા ગ્રહણ, આ ત્રણ રાશિઓ પર થશે સારી અસર

ધર્મ ભક્તિ ડેસ્ક: વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર, હિંદુ ધર્મમાં ગ્રહણ (Eclipse)નું જ્યોતિષીય મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે ગ્રહણના કારણે તમામ રાશિના (Zodiac Sign) લોકો આંશિક અથવા સંપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે. એટલા માટે લોકોને ગ્રહણ સમયે ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે.

Astrology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહણ થાય છે, ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. કોઇ રાશિઓ પર આ ગ્રહણની અસર નકારાત્મક રહે છે તો કોઇ રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલી દે છે. આજે અમે તમને આવી જ 3 રાશિઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેના પર આ ગ્રહણની હકારાત્મક અસર પડશે અથવા તો તેમની કિસ્મત ખુલી જશે તેમ કહેવું પણ ખોટું નથી.

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક: વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર, હિંદુ ધર્મમાં ગ્રહણ (Eclipse)નું જ્યોતિષીય મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે ગ્રહણના કારણે તમામ રાશિના (Zodiac Sign) લોકો આંશિક અથવા સંપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે. એટલા માટે લોકોને ગ્રહણ સમયે ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે.


    2022માં થશે કુલ 4 ગ્રહણ -હિન્દુ કેલેન્ડર મુજબ, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ના રોજ સવારે 00:15થી 04:07 દરમિયાન થશે અને પ્રથમ ચંદ્ર ગ્રહણ તેના 15 દિવસ બાદ એટલે કે 16 મેના રોજ થશે. આપને જણાવી દઇએ કે, 2022માં કુલ 4 ગ્રહણ થશે (4 Eclipse in 2022). જેમાં બે સૂર્યગ્રહણ (Solar Eclipse) અને બે ચંદ્રગ્રહણ (Moon Eclipse) થશે.


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહણ થાય છે, ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. કોઇ રાશિઓ પર આ ગ્રહણની અસર નકારાત્મક રહે છે તો કોઇ રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલી દે છે. આજે અમે તમને આવી જ 3 રાશિઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેના પર આ ગ્રહણની હકારાત્મક અસર પડશે અથવા તો તેમની કિસ્મત ખુલી જશે તેમ કહેવું પણ ખોટું નથી.



    મેષ રાશિ- આ રાશિના લોકો માટે ગ્રહણ શુભ સાબિત થશે. વેપારમાં સારો નફો મળવાની તકો મળશે. નોકરીમાં પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે. રોકાણ માટે સમય યોગ્ય છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈપણ કાર્યમાં તમને મોટી સફળતા મળી શકે છે.


    સિંહ રાશિ- આ રાશિના લોકો પર ગ્રહણની શુભ અસર પડશે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામથી સહકર્મીઓ ખુશ થશે. દરેક કામમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં સારું પ્રમોશન મળવાની આશા છે. રોકાણ માટે સમય સારો છે. તમે પ્રવાસથી પણ સારો લાભ મેળવી શકશો.


    ધન રાશિ- બંને ગ્રહણનો તમારા પર સારો પ્રભાવ પડશે. તમને આર્થિક જીવનમાં સફળતા મળશે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા આવશે. અટકેલા કામ પૂરા થશે. દરેક કામમાં પરિવારના લોકોનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ પ્રવાસ તમને ભવિષ્યમાં સારા પરિણામો આપશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Astrology, Moon Eclipses, Solar Eclipses, Zodiac sign

    આગામી સમાચાર