Shani Jayanti 2022: શનિ જયંતિ 2022ના રોજ બની રહ્યાં છે બે શુભ સંયોગ, આ એક કામ કરવાથી થશે ઘણો ફાયદો
Shani Jayanti 2022: શનિ જયંતિ 2022ના રોજ બની રહ્યાં છે બે શુભ સંયોગ, આ એક કામ કરવાથી થશે ઘણો ફાયદો
શનિ જ્યંતિ
Shani Jayanti 2022: શનિ જયંતિની સાથે આ દિવસે સોમવતી અમાસ પણ છે. જે આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે. આ દિવસે નદીમાં સ્નાન કરીને દાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે.
ધર્મભક્તી ડેસ્કઃ જેઠ માસની અમાસ એટલેકે શનિ જયંતિ (Shanit jayanti). આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. 2022ની શનિ જયંતિ પર બે વિશેષ સંયોગ (Shani Jayanti shubh sanyog) પણ બની રહ્યાં છે. શનિ જયંતિની સાથે આ દિવસે સોમવતી અમાસ પણ છે. જે આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે. આ દિવસે નદીમાં સ્નાન કરીને દાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. શનિદેવનો (shanidev) જન્મ જ્યેષ્ઠ અમાસના દિવસે થયો હતો, તેથી દર વર્ષે જેઠ અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. 2022માં શનિ અમાસ 30 મે, સોમવારે ઉજવવામાં આવશે.
શું શુભ યોગ સર્જાશે?
આ વખતે શનિ જયંતિ સોમવતી અમાસ સાથે આવી રહી છે. આ ઉપરાંત આ દિવસે બે અન્ય શુભ યોગ પણ બની રહ્યા છે. આ દિવસે સુકર્મ યોગની રચના થઈ રહી છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગમાં ભગવાન શનિની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, કારણ કે સર્વાર્થ સિદ્ધિ યોગ કાર્યમાં સફળતા અપાવતો યોગ છે.
ક્યારે થશે શુભ યોગ?
આ વખતે શનિ જયંતિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:12થી શરૂ થઈને 31 મે મંગળવારના સવારે 5.24 સુધી રહેશે. જો તમે શનિ જયંતિ પર શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો, તો આ મુહૂર્તમાં પૂજા કરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે.
આ ઉપરાંત સવારથી 11.39 વાગ્યા સુધી સુકર્મ યોગ પણ રહેશે. આ યોગ શુભ અને માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય પૂજાનો શુભ સમય સવારે 11.51થી 12.46 સુધીનો રહેશે.
પૂજાની રીત :
શાસ્ત્રો અનુસાર શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે જલ્દી જ કરી લેવું. શનિદેવની મૂર્તિને તેલ, ફૂલની માળા અને પ્રસાદ ચઢાવો. તેમના ચરણોમાં કાળાં અડદ અને તલ અર્પણ કરો. આ પછી તેલનો દીવો પ્રગટાવીને શનિ ચાલીસાનો પાઠ કરો. આ દિવસે વ્રત કરવાથી શનિદેવની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થશે. શનિ જયંતિના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે.
કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી જીવનની તમામ સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે. સામાન્ય રીતે શનિદેવને લઈને લોકોમાં ડર જોવા મળતો હોય છે. એવી ઘણી માન્યતાઓ છે કે શનિદેવ જ લોકોને નુકસાન પહોંચાડે છે પરંતુ સત્ય તેનાથી ઘણું ભિન્ન છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર તેની સજા નક્કી કરે છે. શનિની સાડાસાતી અને ઢૈયા વ્યક્તિને તેના કાર્યોના આધારે જ ફળ આપે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર