Home /News /dharm-bhakti /

ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા હળદરના કરો આવા ઉપાયો, નહીં થાય ક્યારેય ધનની અછત

ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા હળદરના કરો આવા ઉપાયો, નહીં થાય ક્યારેય ધનની અછત

જો તમારી પાસે પૈસા ટકતા નથી અથવા તમે પૈસાની તંગીથી પરેશાન છો તો હળદરનો કરો આવો ઉપાય.

જો તમારી પાસે પૈસા ટકતા નથી અથવા તમે પૈસાની તંગીથી પરેશાન છો તો હળદરનો આ રીતે કરો ઉપાય.

હિંદુ ધર્મ (Hindu Religion)માં અઠવાડિયાના સાત દિવસોને લઈને અલગ-અલગ માન્યતાઓ છે. સાત દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત છે અને તમામ દેવી-દેવતાઓને વિવિધ ખાદ્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. તે જ રીતે ગુરુવારને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નો દિવસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર છે. તેમની પ્રિય વસ્તુઓમાંથી એક છે હળદર (Termeric).

એવું માનવામાં આવે છે કે, ગુરુવારે વ્રત (Thursday Fast) રાખવાથી અને ભગવાન વિષ્ણુને હળદરથી તિલક કરવાથી તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. હળદરનું મહત્વ માત્ર પૌરાણિક જ નથી, પરંતુ હળદરના કેટલાક ચમત્કારી ઔષધીય ફાયદા પણ છે. જેને આપણા પૂર્વજો સદીઓથી અનુસરતા આવે છે. તો ચાલો જાણીએ હળદરના આ 5 અદ્ભુત ફાયદાઓ વિશે.

- હળદર વિશે એવી માન્યતા છે કે, જો તમારે ક્યારેય ગુરુવારે કોઈ શુભ કાર્ય માટે બહાર જવું પડે તો સવારે સ્નાન કરીને ભગવાન ગણેશની પૂજા કરો, તેમને હળદરનું તિલક કરો. બાદમાં તમારા માથા પર પણ તિલક લગાવીને ઘરની બહાર નીકળો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તમારે ઘરના ખૂણામાં હળદરનો છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે.

- જો તમારી પાસે પૈસા ટકતા નથી અથવા તમે પૈસાની તંગીથી પરેશાન છો તો ગુરુવારે હળદર અને અક્ષતથી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

- જો તમને રાત્રે ખરાબ સપના આવે છે અને તેના કારણે તમને ઘણી સમસ્યાઓ આવી રહી છે, તો હળદરની ગાંઠ પર મોલી બાંધી દો અને તેને તમારા પલંગના માથાના ભાગ પર તેને રાખો. આમ કરવાથી તમને ખરાબ સપનાઓ નહીં આવે.

- ગુરુવારે 5 આખી હળદર લઈને કપડામાં બાંધી દો. આ પછી તેને લોકર, કબાટ, તિજોરી અથવા જ્યાં પૈસા રાખો છો તેમાં મૂકો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની કમી દૂર થાય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lord Vishnu, Puja, Turmeric, ધર્મભક્તિ

આગામી સમાચાર