ભાગ્ય બદલી નાખશે હળદરના આ નુસખા, મળશે જલદી પરિણામ

કોઇ શુભ સમયે હળદરની ગાંઠથી બનાવેલ હરિદ્રા ગણપતિ પ્રાપ્ત કરો

News18 Gujarati
Updated: June 12, 2018, 7:05 PM IST
ભાગ્ય બદલી નાખશે હળદરના આ નુસખા, મળશે જલદી પરિણામ
કોઇ શુભ સમયે હળદરની ગાંઠથી બનાવેલ હરિદ્રા ગણપતિ પ્રાપ્ત કરો
News18 Gujarati
Updated: June 12, 2018, 7:05 PM IST
ધર્મ ડેસ્ક: આપણા રસોડામાં બારે મહિના મળી રેહતી હળદરનાં સ્વાસ્થ્યને લગતા ફાયદા તો સૌ કોઇ જાણે છે. આ રોગ નાશક હળદરનાં માંગલિક ઉપાય પણ છે. જે વ્યક્તિનાં ઘણાં અટકેલા કામ પાર પાડે છે. ચાલો ત્યારે જાણીએ હળદરનાં જ્યોતીષી દ્રષ્ટિએ થયા લાભ વિશે.

-લગ્ન થવામાં વિલંભ થતો હોય ત્યારે કરો આ ઉપાય
કોઇપણ મહિનાનાં સુદ પક્ષનાં ગુરુવારનાં દિવસે આ ઉપાય કરવો. ગુરૂવારે સાંજના સમયે સાત પીળી વસ્તુઓ જેમ કે હળદર,ગોળ, મગની મોગર,ચણાની દાળ,પીત્તળનો ટૂકડો, લીંબુની છાલ અને મકાઇનાં દાણા એક પીળા કાપડમાં બાંધી તમારા ઇષ્ટ દેવની પ્રાર્થના કરતાં કરતાં ઘરમાં કોઇ એવા સ્થાને રાખી દો જ્યાં કોઇની નજર ન જાય. વિવાહ થયા બાદ આ બધી વસ્તુઓ વહેતા પાણીમાં ફેંકી દો.

-પતિનો પ્રેમ મેળવવા

જે સ્ત્રીઓને પતિનો પ્રેમ નથી મળતો, તેમણે ગુરુવારે પીળા કપડા પહેરી પોતાની પાસે હળદરની એક ગાંઠ રાખી ૐ રત્યૈ કામદેવાયઃ નમઃ ની ઓછામા ઓછી એક વખત માળા જપો અને સાંજના સમયે બેસનમાંથી બનેલી વસ્તુઓ ખાવી. આવું કરવાથી પતિનો પ્રેમ મળશે.

-આકસ્મિક ધનની પ્રાપ્તિ માટે
જો તમને આકસ્મિક ધન પ્રાપ્તિનાં યોગ છે તો આ ઉપાય તમને ઝડપથી લાભ કરાવશે. કોઇ શુભ સમયે હળદરની ગાંઠથી બનાવેલ હરિદ્રા ગણપતિ પ્રાપ્ત કરો. જે બાદ હળદરની માળાથી હરિદ્રા ગણપતિ મંત્રનો એક મહિના સુધી જાપ કરો. આવું કરવાથી આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે.
Loading...

-નજરદોષ દૂર કરવા
હળદર દ્વારા રંગાયેલા એક કપડામાં અજમો રાખી તેની પોટલી બનાવો. કાળા દોરામાં આ પોટલી બાંધીને તેને બાળકના ગળામાં બાંધી દો. એકાદ બે દિવસ બાદ બાળકને સારુ લાગે એટલે તે પોટલી કોઇ નદીમાં વહાવી દો. આમ કરવાથી નજરદોષ સમાપ્ત થઇ જશે.
First published: June 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर