Home /News /dharm-bhakti /

Tulsidas Jayanti 2022: પત્નીના આ શબ્દોના કારણે બદલાઈ ગયું હતું તુલસીદાસનું જીવન, આવી રીતે બન્યા હતા રામ ભક્ત

Tulsidas Jayanti 2022: પત્નીના આ શબ્દોના કારણે બદલાઈ ગયું હતું તુલસીદાસનું જીવન, આવી રીતે બન્યા હતા રામ ભક્ત

આ વર્ષે તુલસીદાસ જયંતી 4 ઓગસ્ટ, 2022ને ગુરુવારના રોજ (Tulsidas jayanti 2022 date) ઉજવવામાં આવશે

Tulsidas Jayanti 2022 : તેમની પત્નીના આ શબ્દોએ તુલસીદાસજીનું જીવન બદલી નાખ્યું, આ ઘટના બાદ તેમણે પોતાનું આખું જીવન રામ ભક્તિમાં લિન કરી નાખ્યું હતું

Tulsidas Jayanti 2022: હિંદુ પંચાગ મુજબ શ્રાવણ માસના શુક્લ પક્ષની સાતમે તુલસીદાસ જયંતી (Tulsidas jayanti) મનાવવામાં આવે છે. આ દિવસે રામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો હતો. આ વર્ષે તુલસીદાસ જયંતી 4 ઓગસ્ટ, 2022ને ગુરુવારના રોજ (Tulsidas jayanti 2022 date) ઉજવવામાં આવશે.

વાલ્મીકિ રામાયણના આધારે તુલસીદાસે સામાન્ય લોકોની ભાષામાં રામકથા લખી હતી. તેઓ લોક કવિ તરીકે પણ ઓળખાય છે. તેમની પત્નીના કારણે તેમનું જીવન બદલાઈ ગયું હતું અને તેઓ રામ ભક્તિમાં ડૂબી ગયા હતા. આજે અહીં તેમને પત્નીએ શું કહ્યું હતું તે અંગે જાણકારી આપવામાં આવી છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, તુલસીદાસજીના જન્મ અંગે અલગ અલગ મત છે. લોકો માને છે કે તેમનો જન્મ યુપીના ચિત્રકૂટમાં થયો હતો. જન્મના થોડા દિવસ બાદ તુલસીદાસની માતાનું અવસાન થયું હતું અને પિતાએ તેમને તરછોડી દીધા હતા, ત્યાર બાદ તેમને એક દાસી દ્વારા ઉછેરવામાં આવ્યા હતા. બાળપણમાં તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.

આ પણ વાંચો - Kaal Sarp Dosh: કાલસર્પ યોગની મહત્વની વાતો જાણો, નાગ પંચમીએ આવી રીતે મેળવો રાહત

કઈ રીતે બદલાયું તુલસીદાસનું જીવન?

તુલસીદાસજી નાના હતા ત્યારે તેમના લગ્ન રત્નાવલી નામની મહિલા સાથે થયા હતા. તુલસીદાસજી તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન પછી એક વાર તુલસીદાસજીની પત્ની પિયર ગઈ હતી. તુલસીદાસજી તેમની પત્નીથી જુદાઈ સહન કરી શક્યા નહીં અને તેઓ પણ રત્નાવલીને મળવા માટે તેમની પાછળ ગયા હતા. તુલસીદાસજીને જોઈને પત્નીએ કહ્યું, "લાજ ના આયે આપકો આયેહુ નાથ, અસ્થિ ચર્મ મય દેહ યહ, તા સૌ ઐસી પ્રીતિ તા. નેકુ જો હોતી રામ સે હોત, તો કાહે ભવ-ભીત બિતા. એટલે કે રત્નાવલી કહે છે, મારા હાડ માંસના આ દેહ પ્રત્યે તમારો જેટલો લગાવ છે તેનાથી અડધો પણ ભગવાન રામ સાથે હોત, તો તમારું જીવન ધન્ય થઈ ગયું હોત.

આવી રીતે બન્યા શ્રીરામ ભક્ત

તેમની પત્નીના આ શબ્દોએ તુલસીદાસજીનું જીવન બદલી નાખ્યું હતું. આ ઘટના બાદ તેમણે પોતાનું આખું જીવન રામ ભક્તિમાં લિન કરી નાખ્યું હતું. તુલસીદાસજી રામ નામમાં એવી રીતે ખોવાઈ ગયા કે તેઓ તેમના ખાસ ભક્ત બની ગયા. તેમણે રામચરિત માનસ ઉપરાંત 12 ગ્રંથોની રચના કરી હતી. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત ગ્રંથોમાં શ્રીરામચરિતમાનસ, કવિતાવલી, જાનકીમંગલ, વિનયપાત્રી, ગીતાવાલી, હનુમાન ચાલીસા, બરવૈ રામાયણને ખ્યાતિ મળી છે.
First published:

Tags: Religion, Religion News, ધર્મ ભક્તિ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन