Home /News /dharm-bhakti /

5 તુલસીપત્રના પાનના ઉપયોગથી બદલાશે તમારૂ ભાગ્ય, મુશ્કેલીઓ થશે દૂર

5 તુલસીપત્રના પાનના ઉપયોગથી બદલાશે તમારૂ ભાગ્ય, મુશ્કેલીઓ થશે દૂર

    ભારતીય સંસ્કૃતિમાં કેટલાક વૃક્ષ અને છોડનું વિશેષ મહત્વ રહેલ છે. આ વૃક્ષોમાં પીપળો, વડ અને તુલસીના છોડનું પૂજનનું ખાસ મહત્વ રહ્યું છે. કોઈ પૈતૃકકાર્ય માટે પીપળાનુ વૃક્ષ, વડસાવિત્રીના દિવસે વડનું પૂજન તથા ભગવાનને ચડાવવમાં તુલસીપત્રનો ઉપયોગ પવિત્રતાનું પ્રતીક છે.

    હિન્દૂ સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીના છોડનું પૂજન કરવામાં આવતું હોય તે ઘરમાંથી ક્યારેય ધન ઓછું થતું નથી. જે ઘરમાં તુલસી ક્યારો હોય તે ઘરમાં સુખ-સમૃદ્ધિ ખુબ જ રહે છે. તુલસી પત્ર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે.

    • પૈસાની સમસ્યા હોય કે ઘરમાં સકારાત્મક શક્તિઓ હોય. દરેક પ્રકારની પરેશાનીમાંથી તમને તુલસી પત્ર બહાર કાઢી શકે છે

    • જો તમને તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો અનુભવ થતો હોય તો સુતાં પહેલાં તમારા તકિયા નીચે તુલસીના 5 પાન મૂકવા. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ ભાગી જશે.

    • જે કપલને દરરોજ ઝઘડો અથવા બોલાચાલી થતી હોય તેને પોતાની પાસે તુલસીના પાંચ પાન રાખવા જોઇએ. તમે જે જગ્યાએ પાન મૂકો છો તેને દર 24 કલાક બાદ બદલી દો અને આમ સતત 21 દિવસ સુધી કરો. જે સૂકા પાન છે તેને પાણીમાં પધરાવી દો.

    • તુલસીના પાંચ પાનને એક લાલ કાગળમાં લપેટીને પૂજા સ્થળ પર મૂકી દો અને તેની પૂજા કરો. આ પાનને તમારા મનની ઇચ્છા બતાવો. થોડાંક જ દિવસમાં તમને ફરક જોવા મળશે. આમ કરવાથી ભાગ્ય ખુલી જશે.

    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Bhakti, Dharma, DharmaBhakti, Tulsi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन