Home /News /dharm-bhakti /Tulsi Vivah 2022: તુલસી વિવાહ પર કરેલો આ ઉપાય બનાવશે લખપતિ, છોડને લીલોછમ રાખવા માટે કરો આ કામ
Tulsi Vivah 2022: તુલસી વિવાહ પર કરેલો આ ઉપાય બનાવશે લખપતિ, છોડને લીલોછમ રાખવા માટે કરો આ કામ
તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો
Tulsi Vivah 2022 Upay: હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે તુલસીના છોડમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. જો નિયમિત રૂપે તુલસીની પૂજા કરવામાં આવે તો મા લક્ષ્મીની નિયમિત રૂપે પૂજા કરવામાં આવે તો મા લક્ષ્મીની કૃપા રહે છે.
Tulsi Vivah Ekadashi 2022: સનાતન ધર્મમાં અનેક પ્રકારના નિયમોની વાત કરવામાં આવી છે. તુલસીને ખૂબ જ પૂજનીય અને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે.
કારતક માસમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ
તુલસી પૂજાને લઈને શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે આ નિયમોનું પાલન કરવાથી જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં વાસ કરે છે.
કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે. જો આ માસમાં વિધિ વિધાન પ્રમાણે તુલસી પૂજા કરવામાં આવે તો આખુ વર્ષ ઘરમાં તુલસી હરીભરી રહે છે અને તમને તેની વિશેષ કૃપા મળે છે. જો તુલસી વિવાહના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તુલસી માના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ તુલસી વિવાહના દિવસે કયા-કયા ઉપાય કરવામાં આવે છે, માતા લક્ષ્મીની કૃપા વર્ષભર રહેશે.
દેવ દિવાળીના દિવસે જરૂર કરો આ ઉપાય
તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 નવેમ્બરે તુલસી એકાદશીના દિવસે તુલસી વિવાહ થશે. આ દિવસે તુલસી પર શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો 11, 21, 51 કે 101 વાર જાપ કરો. આનાથી માતા તુલસી પ્રસન્ન થાય છે અને ઘર હંમેશા હર્યુભર્યુ રહે છે. તેમજ તેમની કૃપાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
જો તમે ઘરમાં તુલસી લાવવાનું વિચારી રહ્યા છો તો તુલસી વિવાહ માટે ઘરમાં તુલસી લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં તુલસી વાવીને તેમને આખું વર્ષ હર્યા ભર્યા રહેવાની પ્રાર્થના કરો. આ સાથે એ પણ ધ્યાન રાખો કે તુલસીની આસપાસ કોઈ કાંટાવાળા છોડ કે કેક્ટસ ન હોવા જોઈએ. આ ઉપરાંત તુલસી પાસે સાવરણી કે ડસ્ટબીન ન હોવું જોઈએ.
તુલસી વિવાહ પછી ઘરમાં 'તુલસી મંગલાષ્ટક મંત્ર'નો જાપ કરો. આમ કરવાથી ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે. મા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે. તુલસી વિવાહના દિવસે સવાર-સાંજ તુલસીની વિધિવત પૂજા કરો. સાંજે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને મા તુલસીની આરતી કરો, મંત્રનો જાપ કરો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર