તુલસી વિવાહ: જાણો તુલસી સાથે લગ્ન કરવાની સાચી રીત, જીવન થશે સુખી!

News18 Gujarati
Updated: November 6, 2019, 3:38 PM IST
તુલસી વિવાહ: જાણો તુલસી સાથે લગ્ન કરવાની સાચી રીત, જીવન થશે સુખી!
જાણો તુલસી સાથે લગ્ન કરવાની સાચી રીત

 તુલસી વિવાહ (Tulsi Vivah): જાણો તુલસી સાથે વિવાહ કરવાની સાચી રીત, જીવન સુખી થશે! માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી લગ્નજીવન સુખી થાય છે.

  • Share this:
તુલસી વિવાહ (Tulsi Vivah): માનવામાં આવે છે કે તુલસી વિવાહકરવાથી લગ્નજીવન સુખી થાય છે. જાણો તુલસી સાથે વિવાહ કરવાની સાચી રીત, જીવન સુખી થશે!

તુલસી વિવાહ આ વખતે 9 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. દેવપ્રબોધિની એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવાની પરંપરા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે જે કન્યા સુખથી વંચિત છે, તે જો તેઓ આ દિવસે ભગવાન શાલિગ્રામના તુલસીજી સાથે લગ્ન કરાવે તો તે કન્યા દાનનું ફળ પણ મેળવી શકે છે. લોકો આ દિવસથી તમામ શુભ કાર્યો શરૂ કરી શકે છે. માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવન સુખી થાય છે. આવો જાણીએ તુલસી વિવાહ કેવી રીતે કરવું?

તુલસી વિવાહ: જાણો તુલસી સાથે લગ્ન કરવાની સાચી રીત, જીવન થશે સુખી!

1. તુલસી વિવાહ કરતી વખતે તેના છોડને ખુલ્લામાં એટલે કે (છત, આંગણા અથવા ખુલ્લા પૂજાસ્થાન) માં રાખો.

2. તુલસી વિવાહના મંડપને શેરડીથી સજાવો.

3. તુલસી વિવાહની વિધિ શરૂ કરતા પહેલા તુલસીના છોડ ઉપર લાલ રંગની ચુંદડી ઓઢાડો.4. હવે તુલસીના છોડ ઉપર ભગવાન વિષ્ણુના બીજા રૂપ શાલીગ્રામને મૂકો અને તેના પર તલ અર્પિત કરો.

5. હવે હળદરને દૂધમાં પલાળીને તુલસી જી અને ભગવાન શાલીગ્રામને અર્પણ કરો.

6. તુલસી વિવાહ સમયે મંગલષ્ટકનો પાઠ કરો.

7. તુલસી અને શાલીગ્રામના વિવાહ દરમિયાન તુલસીજીની પરિક્રમા કરો.

8. હવે ભોજન સાથે તુલસી વિવાહ નો પ્રસાદ ખાઓ.

9. પૂજા પૂરી થાય ત્યારે ઘરના બધા સભ્યો શાલીગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને કહો કે, 'ઉઠો દેવ સાંવરા, ભાજી, બોર આમળા, શેરડીના ઝુંપડીમાં, શંકર જીની યાત્રા.'

10. આનો અર્થ એ છે કે, હે શ્યામ સલોના દેવ, ભાજી, બોર, આમળા ચઢાવવાની સાથે અમે ઈચ્છીએ છીએ કે તમે જાગી જોવ, સૃષ્ટિનું કામકાજ સંભાળો અને શંકરજીને ફરીથી તેમની સફર કરવાના અનુમતિ આપો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી News18 તેની પુષ્ટિ કરતું નથી.

રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો

સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
First published: November 6, 2019, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading