Home /News /dharm-bhakti /Tulsi: તુલસીના પાંદડા જ નહિ મૂળ પણ છે ચમત્કારી, આ કરવાથી થઇ જશો માલામાલ

Tulsi: તુલસીના પાંદડા જ નહિ મૂળ પણ છે ચમત્કારી, આ કરવાથી થઇ જશો માલામાલ

Tulsi Root remedies: તુલસીનો છોડ પૂજનીય છે અને એનું મૂળ પણ કિસ્મત બદલી શકે છે. આ ઉપાય કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે અને ધનનો લાભ થશે.

Tulsi Root remedies: તુલસીનો છોડ પૂજનીય છે અને એનું મૂળ પણ કિસ્મત બદલી શકે છે. આ ઉપાય કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે અને ધનનો લાભ થશે.

    ધર્મ ડેસ્ક: હિન્દૂ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને એને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તુલસીના અનેક ફાયદા છે જેને લઇ મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. માન્યતા છે કે તુલસીની પૂજા કરવાથી, જળ ચઢાવવાથી અને ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મી-નારાયણની કૃપા રહે છે. ત્યાં જ જ્યોતિષમાં તુલસીના પાંદડા સાથે સાથે મૂળને પણ ખુબ પ્રભાવી જણાવવામાં આવ્યું છે, જે કિસ્મત ચમકાવી શકે છે.

    તુલસીના મૂળના અસરકારક ઉપાયો


    સફળતા મેળવવા માટે: જો તમને કોઈ કામમાં સતત નિષ્ફળતા મળી રહી હોય તો લગભગ 2 થી 3 ઈંચ લાંબા તુલસીના મૂળને ગંગાના જળથી ધોઈ લો. ત્યારબાદ વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી તેને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખો. તેનાથી કાર્યમાં સફળતા મળશે.

    ધન લાભ માટેઃ જો તમે પૈસાની તંગીથી છુટકારો મેળવવા માંગતા હોવ અને તમારી આવક વધારવા માંગતા હોવ તો દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવો. સાંજે દીવો પણ પ્રગટાવો. આ સાથે શુક્રવારે ગળામાં ચાંદીના તાવીજમાં તુલસીના મૂળ પહેરી લો.

    આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આ 5 જગ્યા પર ભૂલીને પણ ન રાખતા તુલસીનો છોડ, થઇ જશો કંગાળ

    ગ્રહ શાંતિ માટેઃ કુંડળીના ગ્રહો જીવનમાં અવરોધો ઉભા કરી રહ્યા હોય તો તુલસીના છોડની પૂજા કરો અને તેના છોડમાંથી કેટલાક મૂળ બહાર કાઢો. પછી તેને લાલ કપડામાં બાંધીને પોતાની પાસે રાખો અથવા ચાંદીના તાવીજમાં પહેરો. રાહત રહેશે.

    નકારાત્મકતા દૂર કરવાઃ ઘર કે ઓફિસમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના મૂળની માળા બનાવીને મંદિર કે ઓફિસના ટેબલ પર સારી રીતે રાખો. રાહત રહેશે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Astrolgoy, Tulsi, Tulsi plant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन