Home /News /dharm-bhakti /Vastu Tips: આ દિવસે ભૂલથી પણ તુલસીને જળ ચઢાવશો નહીં, મા લક્ષ્મી નારાજ થઇ જશે, અને પૈસાની તકલીફ પડશે!

Vastu Tips: આ દિવસે ભૂલથી પણ તુલસીને જળ ચઢાવશો નહીં, મા લક્ષ્મી નારાજ થઇ જશે, અને પૈસાની તકલીફ પડશે!

તુલસીના પાન સાંજના સમયે તોડવા જોઇએ નહીં

Vastu tips: તુલસીના છોડનું ઘર્મમાં અનેક રીતે મહત્વ રહેલું છે. તુલસીના છોડની અનેક લોકો પૂજા કરતા હોય છે. આ સાથે જ અનેક લોકો તુલસીને જળ પણ ચઢાવતા હોય છે. પરંતુ તમે ખાસ જાણી લો કયા દિવસે તુલસીને જળ ચઢાવવુ જોઇએ નહીં.

Vastu tips: હિન્દૂ ઘર્મમાં તુલસીના છોડનું અનેરું મહત્વ રહેલું છે. તુલસીના છોડનું ધર્મમાં જેટલું મહત્વ છે એટલું જ સ્કિન અને હેલ્થ માટે ફાયદાકારક છે. અનેક લોકો તુલસીના છોડની પૂજા કરીને જળ ચઢાવતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો તુલસીનો છોડ બહુ પવિત્ર હોય છે. પ્રાચીન કાળથી ઘરનાં આંગણામાં તુલસીનો છોડ રોપવાની અને સાથે-સાથે એની પૂજા કરવાનું મહત્વ રહેલું છે. હિન્દુ પુરાણો અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીની સાથે-સાથે ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે. આ માટે ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

આ પણ વાંચો:આ દિવસે ક્યારે પણ સાવરણી ખરીદશો નહીં

એવી માન્યતા રહેલી છે કે તુલસીના છોડમાં દરરોજ જ ચઢાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એમની કૃપા હંમેશા આપણાં પર બની રહે છે. પરંતુ શું તમે જાણો છો દરરોજ તુલસીના છોડ પર જળ ચઢાવવાથી શું નુકસાન થાય છે? ઘણાં દિવસો એવા હોય છે જેમાં તુલસીને જળ ચઢાવવાથી નુકસાન થાય છે અને મા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં તુલીસને જળ ચઢાવવુ હાનિકારક માનવામાં આવે છે. આ સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તો જાણી લો તમે પણ તુલસીના છોડમાં ક્યારે જળ ચઢાવવુ જોઇએ નહીં.

આ પણ વાંચો:શનિ દેવને આ રાશિના લોકો હોય છે ખૂબ પ્રિય

આ દિવસોમાં જળ ચઢાવવુ જોઇએ નહીં


સનાતન ધર્મમાં જણાવવામાં આવ્યુ છે કે રવિવાર, એકાદશી અને સૂર્ય તેમજ ચંદ્ર ગ્રહણના દિવસોમાં તુલસીને જળ ચઢાવવું જોઇએ નહીં. આ સાથે જ તુલસીના પાન પણ આ દિવસોમાં તોડવા જોઇએ નહીં. આ સિવાય સાંજના સમયે એટલે સંધ્યા ટાઇમે તુલસીના પાન ક્યારે પણ તોડવા જોઇએ નહીં. માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે અને સાથે વાસ્તુ દોષ લાગે છે.


ગુરુવારના રોજ આ કામ કરો


જ્યોતિષ અનુસાર જે વ્યક્તિ ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચુ દૂધ ચઢાવે છે અને સાથે રવિવારને છોડીને સાંજના સમયે ઘીનો દીવો કરે છે એમના ઘરમાં હંમેશ માટે માતા લક્ષ્મીનો વાસ રહે છે. આ સાથે જ ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી.

(નોંધ: આ માહિતી સામાન્ય સૂચનાઓ અને જાણકારી આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી)
First published:

Tags: Tulsi plant, Vastu tips, ધર્મ ભક્તિ