Home /News /dharm-bhakti /

તુલસીના પાન તોડતી વખતે ન કરતા આટલી ભૂલો, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

તુલસીના પાન તોડતી વખતે ન કરતા આટલી ભૂલો, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

કો તુલસીને તીર્થ સ્થાનની માફક માનીને તેની પૂજા કરે છે (પ્રતિકાત્મક તસવીર)

Tulsi plant Vastu Tips- હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ જ કારણ છે કે દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જ છે

હિન્દુ (Hindu)ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ જ કારણ છે કે દરેક ઘરમાં તુલસીનો છોડ (Tulsi plant)હોય જ છે. લોકો તુલસીને તીર્થ સ્થાનની માફક માનીને તેની પૂજા કરે છે. દરેક મંદિરમાં (Temple)તુલસીનો (Tulsi)છોડ જરૂર હોય છે. તમામ ધાર્મિક અનુષ્ઠાનમાં તુલસીનો પ્રયોગ શુભ માનવામાં આવે છે. ધાર્મિક હોવાનીની સાથે તુલસીમાં ઔષધિય ગુણો પણ છે. તુલસીના પ્રયોગથી શરદી અને ખાંસી જેવી બીમારીઓમાં પણ રાહત મળે છે. માન્યતા છે કે સવારના સમયે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરની સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. તુલસીના અનેક ઉપયોગ છે અને આમ કોઈને કોઈ કારણોસર આપણને અવારનવાર તુલસીના પાન તોડવાની ફરજ પડતી હોય છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તુલસીનો છોડ કોઈ પણ વ્યક્તિ વાવી શકે છે, પણ તેની માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ખાસ કરીને તુલસીના પાન તોડવાને લઈને. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના પાન તોડવાને લઈને કેટલાક નિયમો છે. જો આ નિયમોમું પાલન ન કરવામાં આવે તો અશુભ ફળ મળે છે. એટલું જ નહી સૌભાગ્યને બદલે ઘરમાં દુરભાગ્ય આવે છે. અહીં જાણો તુલસી સાથે જોડાયેલા કેટલાક નિયમો.

તુલસીના પાન નખથી ન તોડવા

કોઈ ને કોઈ કારણોસર અવારનવાર આપણે તુલસીના પાન ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જેની માટે તુલસીના પાન તોડવાની પણ ફરજ પડતી હોય છે, પણ અહીં એ બાબતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે તુલસીના પાન કઈ રીતે તોડવા. તુલસીના પાનને હંમેશા હળવા હાથે તોડવા જોઈએ. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ તુલસીના પાન તોડવા માટે નખનો ઉપયોગ ન કરવો. આ સાથે જ જ્યારે પણ તુલસીના પાન તોડવા હોય તો તે પહેલા હાથ જોડીને તુલસીની અનુમતી લેવી, ત્યાર બાદ જ પાન તોડવા અને દરરોજ સંધ્યાકાળે તુલસીમાં દીવો અવશ્ય કરવો.

આ પણ વાંચો - 7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

સુકા પાન ફેંકવા નહીં

તુલસીના પાન ઘણી વખત સુકાઈ જવાના કારણે નીચે પડે છે અને ઘણા લોકો તેના ફેંકી પણ દેતા હોય છે. પણ વાસ્તુશાસ્ત્ર મુજબ આવા પાનને ફેંકવા ન જોઈએ અને તેના પર પગ પણ ન આવવો જોઈએ. આવા પાન ધોઈને છોડની માટીમાં જ દબાવી દેવા જોઈએ.

એકાદશીના રોજ તુલસીના પાન ન તોડવા

કોઈ પણ એકાદશી, રાતના સમયે, રવિવારે, ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તેને પાપ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે. તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ.

દક્ષિણ-પૂર્વ દિશામાં ન લગાવો

તુલસીનો છોડ કદી દક્ષિણ-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. તે અગ્નિની દિશા ગણાય છે અને આ દિશામાં તુલસીનો છોડ અશુભ પરિણામ આપે છે. તુલસીનો છોડ જમીનમાં ન લગાવવો જોઈએ. શુભ ફળ માટે તેને હંમેશા કૂંડામાં રોપવો જોઈએ.

કારણ વગર પાન ન તોડવા

તુલસીના પાન કારણ વગર તોડવામાં આવે તે પાપ ગણાય છે. તે ફક્ત ધાર્મિક કે સ્વાસ્થ્યલક્ષી કારણોથી જ તોડવા જોઈએ. તુલસીના છોડને સ્નાન કર્યા વગર ન અડવું જોઈએ. તુલસીના પાન ચાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં રહેલું એસિડ દાંતો માટે હાનિકારક હોય છે. તેને પાણી કે ચામાં નાખીને પીવું વધારે ફાયદાકારક છે.

તુલસીનો સુકાયેલો છોડ ઘરમાં ન રાખવો

જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કોઈ પવિત્ર નદી, કૂવા કે સરોવરમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. તુલસીનો સુકાયેલો છોડ ઘરમાં રાખવામાં આવે તે અશુભ ગણાય છે અને પરિવારના સદસ્યો માટે દુર્ભાગ્ય લઈને આવે છે.

તુલસીના છોડ પાસે આ વસ્તુઓ ન રાખવી

તુલસીના છોડને સાફ જગ્યા પર રાખો. છોડની આસપાસની જગ્યા ખુલ્લી હોવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું આવરણ કે ગંદકી જેવી વ્યવસ્થા જેમ કે, સાવરણી, પોતું તેની પાસે રાખવું જોઈએ નહીં. તુલસીના છોડને કોઈ કાંટાદાર છોડ સાથે રાખવું જોઈએ નહીં.

આ રીતે સ્થળ પસંદ કરો

ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર-પૂર્વ દિશામાં સ્વચ્છ સ્થાન પસંદ કરો.આ દિશા પાણીની છે,જેના કારણે તુલસી તમામ નકારાત્મક ઉર્જાઓનો નાશ કરે છે અને ઘરમાં સારી ઉર્જા આવે છે.
First published:

Tags: Religion, Tulsi plant, Vastu tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन