Tulsi Upay: આર્થિક તંગી દૂર કરવા માટે અપનાવો તુલસીના આ ઉપાય
Tulsi Upay: આર્થિક તંગી દૂર કરવા માટે અપનાવો તુલસીના આ ઉપાય
તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અને ભોગ અધૂરા માનવામાં આવે છે. (Image- shutterstock)
Tulsi Na Upay: હિંદુ ધર્મમાં તુલસીનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. ભગવાન શિવ અને શિવ પરિવાર ઉપરાંત, તુલસીનો ઉપયોગ ઘણા દેવી-દેવતાઓની પૂજામાં થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અને ભોગ અધૂરા માનવામાં આવે છે.
Tulsi Na Upay: ઔષધીય ગુણોથી ભરપૂર અને પવિત્ર તુલસી (Tulsi) હિંદુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને પૂજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે દરેક વ્યક્તિએ ઘરમાં તુલસીનો છોડ લગાવવો જ જોઈએ અને એટલે જ લગભગ તે દરેક જગ્યાએ જોવા મળે છે. તુલસી ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને અત્યંત પ્રિય છે, તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી કહેવાય છે. સાથે જ વિના તુલસી શ્રીહરિ વિષ્ણુને ભોગ પણ ચઢાવવામાં નથી આવતો.
ઇન્દોરના રહેવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણ કાન્ત શર્મા જણાવે છે કે તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની કમી ક્યારેય નથી થતી. અહીં તુલસીના કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકે છે.
તમારા શરીર જેટલી લંબાઈનો પીળો દોરો લો અને એ દોરાને તુલસી પાસે લઈ જાઓ. ત્યાં પોતાના મનની ઇચ્છા કહો અને એ દોરામાં 108 ગાંઠ બાંધીને તેને તુલસીના છોડમાં બાંધી દો. જ્યારે તમારી ઇચ્છા પૂરી થઈ જાય તો એ દોરાને ખોલી નાખો.
પોતાના ઘરમાંથી નેગેટિવિટી દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા તુલસીના 5 પાન પોતાના તકિયા નીચે રાખીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘરની બધી નકારાત્મકતા દૂર થશે.
ધન પ્રાપ્તિના ઉપાય
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો સવારે તુલસીના ચાર પાન તોડીને તેને એક પિત્તળના વાસણમાં 24 કલાક માટે પાણીમાં બોળી રાખો. 24 કલાક બાદ એ પાણીનો આખા ઘરમાં છંટકાવ કરો. એમ કરવાની શરૂઆત મુખ્ય દ્વારથી કરો. અસર તમે પોતે જોઈ શકશો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર