Home /News /dharm-bhakti /Tulsi Mala: તુલસીની માળા ધારણ કરતી સમયે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીંતર...

Tulsi Mala: તુલસીની માળા ધારણ કરતી સમયે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીંતર...

તુલસીની માળા ધારણ કરવાના નિયમો

Tulsi Mala na Niyam: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની માળા પહેરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જે માળાથી તમે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો છો તે માળા ક્યારેય ન પહેરો. આવા ઘણા નિયમો છે, જેને આપણે આજે આપણે જાણીશું.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: સનાતન ધર્મમાં જેટલું મહત્વ તુલસીના છોડ જણાવવામાં આવ્યું છે, એટલી જ મહત્વપૂર્ણ તુલસી માળા પણ છે. તુલસી માળા ધારણ કરવાથી મનુષ્યને અનેક લાભ પ્રાપ્ત થઇ શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તુલસી માળાથી ભગવાન વિષ્ણુનો જાપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જો તુલસીની માળાને ગળામાં ધારણ કરવામાં આવે તો મન અને આત્મા બંને પવિત્ર થઇ જાય છે. એ ઉપરાંત મનમાં સકારાત્મક વિચારનો સંચાર થાય છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે દિલ્હીના નિવાસી જ્યોતિષી આચાર્ય પંડિત આલોક પંડ્યા.

તુલસીની માળા પહેરવાના નિયમો

ઘણીવાર તમે જોયું હશે કે હિંદુ ધર્મમાં માનનારા વ્યક્તિના ઘરમાં બે પ્રકારની તુલસી જોવા મળે છે. એક રામ તુલસી અને એક શ્યામા તુલસી. આ તુલસી વિવિધ પ્રભાવ પાડે છે.

1. તુલસીની માળા પહેરવાના ઘણા કડક નિયમો છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેમણે હંમેશા શુદ્ધ ભોજન કરવું જોઈએ. આવી વ્યક્તિએ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ સાથે તામસિક ભોજનથી પણ બચવું જોઈએ.

આ પણ વાંચો: Astro Tips: લવિંગના ચમત્કારી ઉપાયથી દૂર થશે આર્થિક તંગી, આ રીતે કરો ઉપયોગ

2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિએ એકવાર તુલસીની માળા પહેરી હોય. તેને વારંવાર ભૂલથી પણ નહિ ઉતારવી જોઈએ.

3. તુલસીની માળા પહેરતા પહેલા તેને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે. માળા પહેરતા પહેલા તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લો. માળા સૂકાઈ જાય પછી જ તેને પહેરવી જોઈએ.

આ પણ વાંચો: Astro Tips: ઘરમાં દેખાય આ 4 સંકેત, તો સમજી જાઓ બનવાની છે કોઈ અશુભ ઘટના



4. જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેણે ભૂલથી પણ રુદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ. નહિંતર, તે વ્યક્તિએ વિપરીત અસરોનો સામનો કરવો પડી શકે છે.

5. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ગળામાં તુલસીની માળા નથી પહેરી શકતા તો તેને તમારા જમણા હાથમાં પણ પહેરાવી શકો છો. પરંતુ આ માળા રોજની વિધિ સમયે ઉતારી દો. સ્નાન કર્યા પછી તેને ગંગાજળથી ધોઈને ફરીથી પહેરો.
First published:

Tags: Astro Tips, Dharm Bhakti, Tulsi