Home /News /dharm-bhakti /Tuesday Fast: મંગળવારનું વ્રત કરવાથી કુંડળીમાં હાજર તમામ ગ્રહો રહેશે શાંત, હનુમાનજીની આ રીતે કરો પૂજા
Tuesday Fast: મંગળવારનું વ્રત કરવાથી કુંડળીમાં હાજર તમામ ગ્રહો રહેશે શાંત, હનુમાનજીની આ રીતે કરો પૂજા
મંગળવારનું વ્રત
Tuesday Fast Tips: હિંદુ ધર્મમાં, અઠવાડિયાના સાત દિવસો અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવ્યા છે. મંગળવાર બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીના અસંખ્ય ભક્તો તેમના ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મંગળવારે ઉપવાસ રાખે છે. પરંતુ આ વ્રત યોગ્ય રીતે કરવામાં આવે તો જ ફાયદો થાય છે. Tuesday Vrat you will get Bajrangbali blessings, success will be achieved in all work
ધર્મ ડેસ્ક: ભાગવાન રામના અનન્ય ભક્ત હનુમાનજીને કલયુગના દેવતા માનવામાં આવે છે. અનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે દરેક યુગમાં કોઈના કોઈ રૂપથી વિરાજમાન રહે છે અને ભક્તોના સંકટ હરે છે. હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર હનુમાનજીની સાચા હ્ર્દયથી સેવા કરવાથી અને તેમનું વ્રત કરવાથી બજરંગબલીની કૃપા ભક્તો પર હંમેશા રહે છે અને હનુમાનજીના ભક્તો પર કોઈ દુઃખ આવતું નથી, પરંતુ તેમનું વ્રત રાખવાના કેટલાક નિયમો અને વિધાન છે. જે ઘણા બધા લોકોને નથી ખબર હોતી આઓ જાણીએ દિલ્હીના જ્યોતિષાચાર્ય આચાર્ય આલોક પાંડ્યા પાસે મંગળવાર વ્રત વિધિ અને એના લાભ.
ઉપવાસના ફાયદા
જ્યોતિષ શાસ્ત્ર માને છે કે હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં હાજર તમામ ગ્રહો શાંત રહે છે અને હનુમાનજીની અપાર કૃપા પણ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જે સાચા મનથી હનુમાનજીનું વ્રત રાખે છે. હનુમાનજી તેમને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવા દેતા નથી. સંતાન પ્રાપ્તિ માટે પણ હનુમાનજીનું વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. હનુમાનજીનું વ્રત રાખવાથી કાળી શક્તિઓ પર અસર થતી નથી. આ સિવાય મંગળવારે વ્રત કરવાથી વ્યક્તિમાં માન, હિંમત અને મહેનત વધે છે.
- મંગળવાર બજરંગબલી હનુમાનને સમર્પિત છે. જો તમારે મંગળવારનો ઉપવાસ કરવો હોય તો 21 મંગળવાર સુધી સતત ઉપવાસ કરવો જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં મંગળવારે જાગીને સ્નાન વગેરે કરીને હનુમાનજીનું ધ્યાન કરો અને ઉપવાસનો સંકલ્પ કરો. - તે પછી, તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો અને ગંગાજળનો છંટકાવ કર્યા પછી તેના પર લાલ કપડું મૂકો. - ત્યારબાદ પુષ્પા રોલી અને અક્ષતથી હનુમાનજીનો અભિષેક કરો. આ પછી ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાનજીની તસવીર અથવા પ્રતિમા પર તેલના થોડા ટીપાં ચઢાવો
- પૂજા શરૂ કરતા પહેલા હનુમાનજીને ફૂલ અને અક્ષત ચઢાવો. હાથમાં ફૂલ રાખવાની સાથે તેમની કથા વાંચો અથવા સાંભળો અને હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ કરો. - આ પછી બજરંગબલીને ભોજન અર્પણ કરો અને તમારી ઈચ્છાઓ તેમને જણાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર