Home /News /dharm-bhakti /શનિ, બુધ અને સૂર્યની યુતિથી કુંભ રાશિમાં બન્યો 'ત્રિગ્રહી યોગ', આ 3 રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા

શનિ, બુધ અને સૂર્યની યુતિથી કુંભ રાશિમાં બન્યો 'ત્રિગ્રહી યોગ', આ 3 રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા

આ ત્રિગ્રહી યોગને કારણે તમામ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળશે

27 ફેબ્રુઆરીથી શનિદેવની રાશિ-કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. કુંભ રાશિમાં શનિદેવ પ્રથમ આવ્યા, ત્યારબાદ સૂર્ય આવ્યા. હવે બુધનો પણ 27 ફેબ્રુઆરીથી પ્રવેશ થયો છે. આ રીતે કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધની હાજરીને કારણે ત્રિગ્રહી યોગ બન્યો છે.

વધુ જુઓ ...
    બ્રહ્માંડમાં છેલ્લા કેટલાક સમયથી વધુ પડતી જ ખગોળીય ઘટનાઓ અને રાશિ પરિવર્તન થઈ રહ્યાં છે. જેની અસર માનવજીવન અને સમગ્ર સૃષ્ટિચક્ર પર પડી રહી છે. 27 ફેબ્રુઆરીથી શનિદેવની રાશિ-કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. કુંભ રાશિમાં શનિદેવ પ્રથમ આવ્યા, ત્યારબાદ સૂર્ય આવ્યા. હવે બુધનો પણ 27 ફેબ્રુઆરીથી પ્રવેશ થયો છે. આ રીતે કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધની હાજરીને કારણે ત્રિગ્રહી યોગ બન્યો છે.

    કુંભમાં બનેલા આ ત્રિગ્રહી યોગને કારણે તમામ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળશે, પરંતુ ત્રણેય રાશિના જાતકોને લાભ થશે. ભાગ્ય તેમના પર કૃપા વરસાવશે, તેમના જીવનમાં પ્રગતિ થશે અને ધન આવક પણ મળશે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના વડા ડૉ. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કુંભમાં રચાયેલા ત્રિગ્રહી યોગથી કઈ 3 રાશિઓને લાભ થશે.

    આ પણ વાંચો:  Holi 2023: હોળી પર આ વસ્તુઓનું કરો દાન, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું, જીવનભર રહેશે માં લક્ષ્મીનો વાસ

    કુંભમાં ત્રિગ્રહી યોગનો રાશિચક્ર પર પ્રભાવ


    વૃષભ : કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાને કારણે આ રાશિના લોકોને આર્થિક લાભ થશે. ભાગ્ય તમારા પર કૃપા કરશે, જેના કારણે તમને નવી નોકરી પણ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે.

    વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. તમે તમારા બિઝનેસને વધારવા માટે નવી યોજનાઓ પર વિચાર કરી શકો છો. સામાજિક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. માન-સન્માન-મોભો વધશે.

    આ પણ વાંચો:  આમલકી એકાદશી પર 3 શુભ યોગ: આ વૃક્ષને પૂજવાથી મળશે ત્રિદેવોની પૂજાનું ફળ, થશે મોક્ષની પ્રાપ્તિ

    મિથુન : તમારી રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સમય દરમિયાન તમે જે પણ કામ કરશો, તેમાં સફળતા મળવાની પૂરી સંભાવના રહેશે. શૈક્ષણિક સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે.

    વિદેશમાં સ્થાયી થવાની કે વિદેશ યાત્રાની સંભાવના છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકો કાર્યક્ષેત્રને વિસ્તારી શકે છે તેનાથી તમારી આર્થિક પ્રગતિનો માર્ગ ખુલશે. આ સમય દરમિયાન તમારું મન પૂજાપાઠમાં વ્યસ્ત રહેશે.



    વૃશ્ચિક : શનિ, સૂર્ય અને બુધના ત્રિગ્રહી યોગને કારણે વાહન અને મકાનનો આનંદ મેળવી શકશો. તમે તમારા માટે નવી કાર ખરીદી શકો છો અથવા રહેવા માટે ઘર પણ લઈ શકો છો. આ સિવાય આ જ સંબંધિત બિઝનેસ કરનારાઓને પણ ધનનો સારો લાભ મળી શકે છે. નોકરી અને વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોને તેમના કરિયરમાં સફળતા અને પ્રગતિ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
    First published:

    Tags: Astro Tips, Astrology, Daily Horoscope, Dharm Bhakti