અમદાવાદ: કુમકુમ મંદિરે શહીદ સૈનિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

News18 Gujarati
Updated: February 16, 2019, 11:02 PM IST
અમદાવાદ: કુમકુમ મંદિરે શહીદ સૈનિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
આવા પ્રસંગે સો કોઈ રાજકીય પક્ષોએ પણ એક થઈ જવું જોઈએ, દરેક ધર્મ, સંપ્રદાય અને ધર્મગુરુઓ પણ એક થઈને, એકસાથે જોડાવાની જરુર છે

આવા પ્રસંગે સો કોઈ રાજકીય પક્ષોએ પણ એક થઈ જવું જોઈએ, દરેક ધર્મ, સંપ્રદાય અને ધર્મગુરુઓ પણ એક થઈને, એકસાથે જોડાવાની જરુર છે

  • Share this:
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ

તારીખ ૧૬ ફેબ્રુઆરી ને શનિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત સદ્દગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી મુકતજીવન ગુરુકુળના વિધાર્થીઓ અને ઉપસ્થિત ભકતોએ કાશ્મીર-પુલવામામાં શહીદ થયેલા સૈનિકોના આત્માને શ્રી સ્વામિનારાયણ ભગવાન શાંતિ અર્પે તે માટે પ્રાર્થના અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કાશમીરમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાજંલિ આપતા જણાવ્યું હતું કે, આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે, જે સૈનિકો શહીદ થયા છે તેમના આત્માને પોતાની પાસે રાખી લે, અને શાશ્વત સુખ આપે. અને જે આંતકવાદીઓ આવું માનવતા રહિત કાર્યો કરી રહયા છે, તેને ભગવાન સદબુદ્ધિ આપે. જેથી આવા કૃત્યો ભવિષ્યમાં ના કરે.

જે સેનિકો શહીદ થયા છે તેમના પરિવાર માટે આપણાથી જે શકય હોય તે સહાય અવશ્ય કરવી જોઈએ. કારણ કે, જે શહીદોએ દેશ માટે લોહી વહાવ્યું છે, તો તેમના પરીવારના સભ્યોની આંખમાંથી આંસુ ના વહે, તેની આપણે સૌ કોઈએ તકેદારી રાખવી જોઈએ.

જે સૈનિકો શહીદ થયા છે તેમના બલિદાનને સલામ છે, ત્યારે આવી દુર્ઘટનાઓ ન ઘટે તે માટે આપણે સહુ કોઈ હવે જાગવાની અને સૌને જગાડવાની જરુર છે. આવા શહીદોની કુરબાનીને યાદ રાખવાની જરુર છે. ફરી ફરી આવી દુર્ઘટનાઓ ના બને તે માટે સરકારે અવશ્ય પગલાં લેવા જોઈએ. અને આવા પ્રસંગે સો કોઈ રાજકીય પક્ષોએ પણ એક થઈ જવું જોઈએ, દરેક ધર્મ, સંપ્રદાય અને ધર્મગુરુઓ પણ એક થઈને, એકસાથે જોડાવાની જરુર છે , આપણે સહુ એક થઈશું, તો ભારતના સૈનિકોની સામે કોઈ ઉંચી આંખ કરીને પણ સામે નહી જોઈ શકે, હાલ, જે ઘટનાઓ બની રહી છે, તે આપણામાં સંપ નથી એના કારણે બની રહી છે, તેથી આપણે સહુ કોઈએ હવે એક થવાની જરુર છે અને આવી દુર્ઘટનાઓ ના બને તે માટે આગળ આવવાની જરુર છે.
First published: February 16, 2019
વધુ વાંચો
अगली ख़बर