Home /News /dharm-bhakti /

ઘરમાં આ રીતે લગાવો ફુલ-છોડ, ઘરમાં લાવશે સૌભાગ્ય

ઘરમાં આ રીતે લગાવો ફુલ-છોડ, ઘરમાં લાવશે સૌભાગ્ય

  જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ફુલ-છોડ લગાવવામાં આવે તો ઘરમાં સૌભાગ્યનો પ્રવેશ થાય છે. પરંતુ કેવી રીતે ઘરમાં ફુલ છોડ લગાવવા અને કેવા પ્રકારના ફુલછોડ ઘરમાં લગાવવા તે પણ ઘણું જ મહત્વનું હોય છે. ત્યારે અમે આપણને જણાવીએ કે કેવી રીતે અને ક્યા ફુલ છોડ લગાવવાથી ઘરમાં સૌભાગ્યનો પ્રવેશ થાય છે.

  દક્ષિણ દિશામાં એવા કોઈ પણ છોડ ન રાખવા કે જેમાં ફુલ ન આવતાં હોય.
  બગીચામાં ધાતુના બનેલા સ્ટેન્ડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય તો તેને પૂર્વ દિશામાં ન રાખવી.નારંગી અને લીંબૂનો છોડ સૌભાગ્ય અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘર કે બગીચાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં આ છોડ રાખવા જોઈએ.બગીચામાં વાવેલા છોડમાંથી સમયાંતરે સુકાયેલા પાંદડા અને ફુલ દૂર કરતાં રહેવું.બગીચાની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લીલા છોડ રાખવાથી દીકરા-દીકરીના લગ્નમાં વિધ્ન ઊભા થઈ શકે છે. આ દિશામાં રાખેલા છોડથી પતિ-પત્નીમાં ઝઘડો પણ થયા કરે છે.

  આમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય ફુલ છોડ લગાવવા જોઈએ નહિં. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરમાં કયા છોડ વાવવા અને કયા નહીં તે માટેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં જો ફુલ-છોડ રાખી અને બગીચો તૈયાર કર્યો હોય તો તેના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે અવશ્ય જાણી લેવું જોઈએ. જેથી ઘરમાં રાખેલા છોડ સૌભાગ્ય લાવે અને કંકાશ દુર થાય.
  Published by:Nisha Kachhadiya
  First published:

  Tags: Dharm Bhakti, Plant

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन