Home /News /dharm-bhakti /લગ્ન માટે કઈ બે રાશિ એકબીજા માટે perfect match બને છે, આ રહી શ્રેષ્ઠ 10 જોડીઓ..
લગ્ન માટે કઈ બે રાશિ એકબીજા માટે perfect match બને છે, આ રહી શ્રેષ્ઠ 10 જોડીઓ..
આજની પેઢી રિલેશનશિપમાં જો કોઈ બાબત સૌથી વધુ ઇચ્છતી હોય તો તે છે સુસંગતતા. (Image- Instagram/@ranveersingh)
જો તમે લગ્નવાંચ્છુક હો તો યોગ્ય પાર્ટનર શોધવામાં રાશિ મહત્વનો ભાગ ભજવે છે. સુસંગત લગ્ન રાશિઓ (compatible marriage zodiac signs) એ છે જેમના વ્યક્તિત્વ મેળ ખાતા હોય. આ રહી 10 શ્રેષ્ઠ રાશિની જોડીઓ..
ટિન્ડર (Tinder) તમને પ્રોફાઈલમાં કારણ વગર તમારી રાશિ (Zodiac sign) કઈ છે એ માહિતી નાખવાનું નહીં કહે. આજની પેઢી રિલેશનશિપમાં જો કોઈ બાબત સૌથી વધુ ઇચ્છતી હોય તો તે છે સુસંગતતા. તેઓ માને છે કે ‘મનમેળ’ વગર કંઈ શક્ય નથી! કોલેજ રોમેન્સ હોય કે લગ્ન, વિચારો મેળ ખાય તેવો પાર્ટનર શોધવો એ લાંબા ગાળા સુધી સંબંધ ટકાવી રાખવા માટે અતિ આવશ્યક વસ્તુ છે. જો બે વ્યક્તિ વેલ-મેચ્ડ હોય તો કોન્ફ્લીક્ટ થવાની શક્યતા ઘટી જાય છે. તેઓ મેચ્યોરિટી દાખવીને પોતાની રિલેશનશિપના ચઢાવ-ઉતરમાં ગમે એ રીતે ઉકેલ લાવી શકે છે.
હવે મહત્વનો પ્રશ્ન એ છે કે કોઈ તમારા માટે યોગ્ય છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? સામાન્ય રીતે તમે કોઈ રિલેશનશિપમાં હોવ તો સમય જતાં જે-તે વ્યક્તિને વધુ ઓળખો છો. એકવાર તમે કોઈ વ્યક્તિને ઓળખી લો અને એ સંબંધ બાબતે ચોક્કસ હો તો જ કમિટમેન્ટ આપો છો.
એનાથી ઊલટું જો તમે અરેન્જ્ડ મેરેજ કરો છો, ક્યારેય કોઈ રિલેશનશિપમાં નથી રહ્યા અને ખોટી વ્યક્તિ સાથે જોડાવાની બીકમાં છો, તો રાશિચક્ર તમારી મદદે આવે છે. આપણે અહીં કુંડળી મેળાપની પ્રથા છે. જો તમે લગ્નવાંચ્છુક હો તો યોગ્ય પાર્ટનર શોધવામાં રાશિ મહત્વનો ભાગ ભજવે છે. સુસંગત લગ્ન રાશિઓ (compatible marriage zodiac signs) એ છે જેમના વ્યક્તિત્વ મેળ ખાતા હોય. આ રહી 10 શ્રેષ્ઠ રાશિની જોડીઓ..
વૃષભ અને વૃશ્ચિક
એક વખત જો વૃષભ રાશિના જાતકો વૃશ્ચિક રાશિને મળી ગયા તો તેમનું બોન્ડિંગ જીવનભર રહે છે. આ બંને રાશિઓ વચ્ચે અત્યંત આકર્ષણ હોય છે એટલે તેઓ મહત્તમ શારીરિક સુખ અનુભવે છે. વૃષભના જાતકો થોડા ગંભીર અને વૃશ્ચિક રાશિની વ્યક્તિ રમૂજી અને હસમુખ હોય છે એટલે તેમની જોડી પરફેક્ટ બને છે. તેમના લગ્નમાં અડચણ થવાની સંભાવના બહુ ઓછી છે કેમકે વફાદાર, રોમેન્ટિક હોવું એ આ બંનેની ખાસિયત છે.
કર્ક અને મકર
મકર વ્યવહારુ હોય છે, તો કર્ક લાગણીશીલ અને આનંદી સ્વભાવના હોય છે. એટલે જ તેઓ બેલેન્સ કરી શકે છે. કર્ક રાશિના જાતકો અંતર્મુખી હોવાને લીધે લોંગ ટર્મ રિલેશનશિપ ઈચ્છે છે. પહેલી મુલાકાતમાં જ કર્ક અને મકર એવું અનુભવે છે જાણે તેઓ ઘણાં સમયથી એકબીજાને ઓળખતા હોય. મકર રાશિના લોકો ઊંડી લાગણીવાળા હોય છે તો કર્કને પડકારો પસંદ હોય છે. બંને સ્થિરતા અને વ્યવહારિકતાની વેલ્યુ સમજે છે. બંને વિરોધાભાસી છે એટલે તેમના મૂલ્યો વિરોધી હોય તેવું લાગે, પણ એ સાચું નથી.
મેષ અને ધનુ
ધનુ રાશિના લોકો ગર્વીલા હોય છે. તેમનું વ્યક્તિત્વ આનંદી હોય છે અને કોઇપણ ‘પરિસ્થિતિ’ને સરળતાથી પહોંચી વળે છે. તો મેષ આવી ‘પરિસ્થિતિ’ માટે જવાબદાર બને છે. તેઓ ખરેખર ધનુ રાશિ જે ઈચ્છે છે તેવા હોય છે. એ પછી સેક્સ હોય કે પ્રામાણિકતા, કે પછી પિત્ઝાનો છેલ્લો ટુકડો, મેષ શેર કરવામાં માને છે. જો કે, આ બે જાતકોની જોડી બનાવવા માટે એ જરૂરી છે કે તેઓ એકબીજાથી કંઈ ન છૂપાવે, ખાસ કરીને મેષ રાશિના લોકો. જો તમે એવું કરવામાં સફળ થાઓ તો તમારી પાર્ટનરશિપ સારી બને છે.
આ બંને રાશિના લોકો એકબીજાની લાગણીને એટલી સારી રીતે સમજી શકે છે કે શબ્દોની ખાસ જરૂરિયાત રહેતી નથી. તેમનો પાર્ટનર શું વિચારે છે એ તેમને તરત ખ્યાલ આવી જાય છે. જોકે, મિથુન રાશિના લોકો મૈત્રી નિભાવે છે, પણ જ્યારે રિલેશનશિપની વાત આવે તો પીછેહઠ કરી શકે છે. તેઓ કમિટમેન્ટને લઈને ડરે છે અને સામેની વ્યક્તિને સ્વીકારવામાં સમય લે છે. જોકે, કુંભ રાશિમાં વિશ્વાસ અપાવવાની ક્ષમતા હોય છે. મિથુન અને કુંભ બંને પોતાના વિચારો સરળતાથી રજૂ કરી શકે છે એટલે તેઓ જલ્દી નિકટતા અનુભવે છે.
સિંહ અને મેષ
મેષ રાશિ ધનુ ઉપરાંત સિંહ રાશિ સાથે પણ વિવાહ યોગ્ય જોડી બનાવે છે. જોકે, રિલેશનશિપ ઝઘડા સાથે શરુ થાય તો નવાઈ ન પામતા. સિંહ રાશિના જલ્દી માફી નથી માગતા અને પહેલી રાશિ તરીકે મેષ ગર્વીલા હોય છે. એટલે તેમના માટે ‘લવ, ફાઈટ, રિપીટ’ હોય છે! એક વખત તેઓ એકબીજાને સમજી ગયા તો તેઓ સુંદર કપલ બને છે.
વૃષભ અને કન્યા રાશિ સેન્શ્યુઆલીટી અને ઇન્ટીમસી મામલે પરફેક્ટ મેચ છે. કન્યા રાશિના જાતકો જલ્દી કોઈનો ભરોસો કરતા નથી, તો બીજી તરફ વૃષભ તેમને સુરક્ષિત અને સ્પેશ્યલ મહેસૂસ કરાવે છે. વૃષભ રાશિ ધૈર્યવાન હોવાથી તેમની રિલેશનશિપનો એ પ્લસ પોઈન્ટ છે. આ ઉપરાંત, વૃષભ એ સ્ત્રીનું ચિહ્ન (feminine sign) હોવાથી લગ્નમાં તેમની સુસંગતતા વધે છે.
તુલા અને મિથુન
તુલા દરેક કામમાં બેલેન્સ ઈચ્છે છે એટલે પ્રેમમાં પણ કોઈ અપવાદ નથી હોતો. જ્યારે તુલા પોતાનો જીવનસાથી પસંદ કરે છે ત્યારે તેઓ નિખાલસતાને પ્રાધાન્ય આપે છે. તો મિથુન રાશિની પણ એ લાક્ષણિકતા છે. તે પરમેનન્ટ રિલેશનશિપમાં માને છે. આ બંને રાશિઓ બૌદ્ધિક વાતો કરી શકે છે જેનાથી સંબંધ મજબૂત બને છે. તુલાનો સ્વભાવ વિવેકી હોવાથી તે ઉલટો સ્વભાવ ધરાવતી મિથુન રાશિ સાથેની રિલેશનશીપમાં શાંતિ લાવી શકે છે.
મીન અને વૃશ્ચિક
લગ્ન માટે અન્ય એક અનુકૂળ રાશિની જોડી છે મીન અને વૃશ્ચિક. મીન એ સૌથી રોમેન્ટિક રાશિઓમાંથી એક છે. તે જલ્દી પ્રેમમાં પડી જાય છે પણ સામેની વ્યક્તિ મેચ્યોર હોય તો જ! તો સામે વૃશ્ચિક પણ એવી ખાસિયત ધરાવે છે એટલે તેઓ વેલ-મેચ્ડ બને છે. રસપ્રદ વાત એ છે કે જો વૃશ્ચિક રાશિના જાતકોને વૃશ્ચિક સિવાય કોઈ રાશિ સમજી શકે છે તો એ મીન છે.
ધનુરાશિ જેવું વિચારે છે, કુંભ રાશિ એ પ્રકારે વર્તન કરે છે. આ બંને વચ્ચે પ્રેમ, શારીરિક આકર્ષણ મજબૂત હોવાથી રિલેશનશિપ ટકી રહે છે. તેઓ એકબીજાના માઈન્ડને ઓળખતા હોવાથી તેમના લગ્નજીવનમાં ફ્રીડમ હોય છે, પણ બંને વફાદાર હોવાથી ફ્રીડમનો ખોટો ઉપયોગ કરતા નથી.
મકર અને કન્યા
કન્યા અને મકર પણ લગ્ન માટે યોગ્ય મેચ હોઈ શકે છે. સ્વભાવ વિપરીત હોવા છતાં તેઓ ઉત્તમ જોડી બનાવી શકે છે. મકર અને કન્યા રાશિના જાતકો વફાદાર હોય છે. આ બે રાશિના જાતકોના લગ્નમાં સૌથી ખાસ વાત એ છે કે તેઓ એકબીજા વિશે સતત જાણ્યા કરે છે. સમય સાથે તેમનું આકર્ષણ વધતું જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર