મેષ રાશિફળ - તમે તમારા પરિવારની અપેક્ષા પ્રમાણે જીવવામાં નિષ્ફળ થઈ શકો છો. ભલે તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમે દરેકની ઇચ્છા પૂરી કરી શકતા નથી. આજે તમે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. લોકોને આપેલું ઉધાર પાછું મળી શકે છે, અથવા કોઈ નવી પરિયોજના પર લગાવેલ પૈસામાં નફો મળી શકે છે, પારિવારિક તણાવને ગંભીરતાથી લો પરંતુ, બેકારની ચિંતા માત્ર માનસિક દબાણ માં વધારો જ કરશે,
વૃષભ રાશિફળ - નસીબ પર આધાર રાખશો નહીં અને તમારા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરો, કારણ કે નસીબ પોતે ખૂબ જ આળસુ હોય છે. એવો આર્થિક લાભ જે આજે મળી શકવાનો હતો તે ટળી શકે છે. ઘરેલુ મોરચા પર સમસ્યા ઊભી થઈ શકે છે, પરંતુ બોલવામાં આજે સાવધાની રાખશો તો બધું બરાબર થઈ જશે.
મિથુન રાશિફળ - કારણ વિના પોતાની ટીકા કરવાનું ચાલુ રાખવાથી આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. જો કોઈ પરેશાની લઈ તમારી પાસે આવે તો તેને નજર અંદાજ કરો, નહીં તો તે તમારી માનસિક શાંતિ પણ બગડી શકે છે. પ્રેમનો પાવર ઠંડો પડી શકે છે. નવા ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે શાનદાર દિવસ છે. કેટલાક લોકો માટે આકસ્મિક યાત્રા તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે.
કર્ક રાશિફળ - તમારી આશા સુગંધથી ભરેલા સુંદર ફૂલની જેમ ખીલશે. તમે બીજા પર વધારે ખર્ચ કરી શકો છો. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓથી થશે. કોઈપણ નિર્ણય કરતા પહેલા અચ્છાઈઓ અને ખામીઓ ઉપર સાવધાની અને ધ્યાન રાખો. કોઈ એવા સંબંધી જે ખૂબ જ દૂર રહે છે. આજે તમને સંપર્ક કરી શકે છે. પ્રેમ મહોબ્બતની દ્રષ્ટીએથી તમારો દિવસ મુશ્કેલ રહેશે. શક્ય છે કે તમારા બોસનો મિજાજ ખૂબ જ ખરાબ હોઈ શકે છે.
સિંહ રાશિફળ - ખૂબ ચિંતા અને તણાવ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. માનસિક સ્પષ્ટતા જાળવવા માટે શંકા અને ત્રાસથી છૂટકારો મેળવો. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીથી બહાર નીકળવામાં કામિયાબ રહેશો. સંબંધીઓના કારણે તણાવ ઊભો થઈ શકે છે. હાલાત ઉપર કાબૂ મળવવા માટે પોતાના ઉપર નિયંત્રણ રાખો.
કન્યા રાશિફળ - શક્ય છે કે, તમારે કોઈ પણ અંગમાં પીડા અથવા તણાવ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે. જો તમે આવક વૃદ્ધિના સ્ત્રોતો શોધી રહ્યા છો, તો સલામત આર્થિક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરો. ઝઘડાળુ સ્વભાવને કાબુ રાખો નહીંતર સંબંધોમાં કડવાશ આવી શકે છે. આનાથી બચવા માટે ખુલાપન અપનાવો. પૂર્વાગ્રહોને છોડી દો. બોલતા સમયે અને નાણાંકિય લેવડ-દેવડ સમયે સાવધાની રાખવાની જરરૂ છે. પરિવારના સભ્યોની જરૂરતને મહત્વ આપો. તેમના સુખ-દુખમાં ભાગીદાર બનો.
તુલા રાશિફળ - ખુલ્લી વસ્તુઓ ન ખાવી, નહીં તો સ્વાસ્થ્ય ખરાબ બની શકે છે. અચાનક ધનલાભ થકી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે પૈસા બનાવી શકો છો, પણ શરત એટલી છે કે, તમે પોતાની જમા પૂંજી પરંપરાગત રીતે રોકાણ કરો, જે લોકોને ભાવનાત્મક મનોબળની જરૂર છે તેઓને વડીલોની મદદ મળી રહેશે, આજે તમારા અને તમારા પ્રેમી વચ્ચે કોઈ આવી શકશે નહીં.
વૃશ્ચિક રાશિફળ - તમારું ઉર્જા સ્તર ઊંચું રહેશે. તમારે તમારા અટકેલા કાર્યને પૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. અચાનક નફો થવાથી અથવા સટ્ટાબાજી દ્વારા આર્થિક સ્થિતિ સુધારવાની શક્યતા છે. દિવસને વધુ રોમાંચક બનાવવા માટે મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો. કામકાજમાં બીજી રહેવાના કારણે રોમાન્સથી છેડો ફાટી શકે છે.
ધન રાશિફળ - તમારી સમસ્યાઓ આજે તમારા માનસિક સુખનો નાશ કરી શકે છે. આજે તમે ઘણી બધી કમાણી કરી શકો છો પરંતુ તેને તમારા હાથમાંથી સરકવા ન દેશો. પોતાના આત્મવિશ્વાસને ફરીથી પ્રાપ્ત કરવા માટે પોતાની વાતો પોતાના વિચારો ખુલ્લા મને કહેતા શીખો અને મુશ્કેલીઓનો સામનો હસતા હસતા કરો. તમારા આજના ખર્ચા તમારા બજેટને બગાડી શકે છે અને તેના કારણે કેટલીક યોજનાઓ અટકી પણ શકે છે.
મકર રાશિફળ - જો તમે કોઈ જટિલ પરિસ્થિતિમાં ફસાશો તો ગભરાશો નહીં. જેમ કે ખોરાકમાં થોડી તીખાશ તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે, તેવી જ રીતે આવી પરિસ્થિતિઓ તમને સુખનું સાચું મૂલ્ય સમજાવી શકે છે. તમે કોઈપણ પ્રકારની તણાવની પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ છો. બસ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વધુ આવક માટે આત્મનિર્ભર બનવું જરૂરી છે. સર્જનાત્મક વિચારોને પોતાની કાર્યશૈલી બનાવો.
કુંભ રાશિફળ - તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં, દારૂ પીવાથી ખાસ દુર જ રહેવું. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આજે તમને ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થવાની શક્યતા છે. પારિવારિક સમારોહ અને મહત્વના પ્રસંગો માટે પણ સારો દિવસ છે. સમય કામકાજ પૈસા મિત્રો સંબંધો
મીન રાશિફળ - તમારા ખભા પર ઘણું બધુ ટકેલું છે, જેથી નિર્ણય લેવા માટે સ્પષ્ટ વિચારધારા જરૂરી છે. તમારા ખર્ચાઓમાં વધારો થશે પરંતુ સામે આવકમાં પણ વધારો થતાં સંતુલન બગડશે નહીં. મિત્રોનો સહયોગ મળી રહેશે, પરંતુ જીવનસાથી સાથે નાની એવી વાત પર મતભેદ થતા ઘરની શાંતિ ભંગ થવાની શક્યતા છે. આજે તમારો કોઈ એવો વિરોધી કે જેને તમે ઓળખતા નથી,
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર