Home /News /dharm-bhakti /Oracle Speaks 13 March: કર્ક રાશિના જાતકોને મળશે સફળતા, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 13 March: કર્ક રાશિના જાતકોને મળશે સફળતા, જાણો આજનું રાશિફળ

Oracle Speaks જાણો આજનું રાશિફળ

Todays Horoscope: આજે તમારો દિવસ કેવો રહેશે જાણો આપનું રાશિફળ.

    મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ


    તમે કોઈપણ પ્રકારની અડચણ વગર આગળ વધી શકશો. છેલ્લા ઘણા દિવસોથી તમે યોજના બનાવી રહ્યા હતા, પરંતુ હવે આ યોજના અમલમાં મુકવાનો સમય આવી ગયો છે. જે લોકો વિવાહ માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા, તે લોકોને યોગ્ય પાત્ર મળવાની સંભાવના છે. તમને એક યોગ્ય અને સારો અનુભવ પ્રાપ્ત થશે.

    લકી સાઈન: પીળા કપડાં

    વૃષભ (Taurus): 20 એપ્રિલથી 20 મે


    તમામ બાબતો સ્પષ્ટ રીતે દેખાતી હોવાથી તમે તમારા ભ્રમમાંથી બહાર નીકળી શકો છો. આવનારો સમય ખૂબ જ પડકારજનક હશે, તેમ છતાં તમે તેમાંથી બહાર નીકળી શકશો. તમારે જરૂરથી તે ટ્રાય કરવો જોઈએ. ઓફિસમાં મુશ્કેલીઓ હોવાને કારણે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો.

    લકી સાઈન: લવિંગ

    મિથુન (Gemini): 21 મેથી 21 જૂન


    હાલની પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળી રહ્યા છો, તે બાબતે તમે એક સ્પષ્ટ અને સુંદર ઈમેજ ઊભી કરી રહ્યા છો. તેમ છતાં તમે યોજના બનાવી રહ્યા છો, જે અન્ય યોજના કરતા અલગ હોઈ શકે છે. જો તમે તમારા શબ્દોથી કોઈને દુ:ખ પહોંચાડ્યું છે, તો તે બાબતે વિચાર કરવો જોઈએ. હાલમાં તમારે બ્રેક લેવાની જરૂર છે.

    લકી સાઈન: મણિ

    કર્ક (Cancer): 22 જૂનથી 22 જુલાઈ


    સફળતા એક મહત્ત્વપૂર્ણ નિયમ છે, જે તમે શીખી રહ્યા છો. તમે નિરાશા સાથે આગળ વધી રહ્યા છો, જેથી તમે સફળતા પ્રાપ્ત નહીં કરી શકો. તમારે નિરાશ થવાની જરૂર નથી, આગળ વધતા રહો. એક શ્રેષ્ઠ પરિણામ મળવાની સંભાવના છે.

    લકી સાઈન: ગલગોટો

    સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ


    વધારે પડતું પ્રેક્ટીકલ થવાથી તમારા વ્યક્તિત્વમાં અહંકાર આવી શકે છે. તમારે તમારા વર્તનમાં નરમાશ રાખવી જરૂરી છે. કાયદાકીય બાબતોમાં સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો નવી ડીલ કરવાનું વિચારી રહ્યા છે અને સાઈન કરવા જઈ રહ્યા છે, તે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

    લકી સાઈન: બ્રેસલેટ

    આ પણ વાંચો: જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

    કન્યા (Virgo): 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


    તમે જે પ્રકારે સમજવા માંગો છો, તે જ પ્રકારે હંમેશા અન્ય વ્યક્તિ વિચારે અને સમજે તે જરૂરી નથી. તમારે ખુદને સરળતાથી એક્સપ્રેસ કરવાની જરૂર છો. આરોગ્ય ના જોખમાય તે માટે આરોગ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.

    લકી સાઈન: પાણીની બોટલ

    તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


    તમે જે મહિલા સાથે નજીકથી જોડાયેલા છો, તે મહિલા સાથેના સંબંધોમાં સુધારો આવી શકે છે. મિસકમ્યુનિકેશન થવાથી સંબંધોમાં મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે. જે લોકો તમારા જીવનમાં ઝેર ઘોળવાની કોશિશ કરી રહ્યા છે, તે લોકોથી દૂર રહો.

    લકી સાઈન: લીલો મણિ

    વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


    તમે જે પ્રકારે હસ્તક્ષેપ કરશો, તે પ્રકારે તે વાત આગળ વધશે, આ કારણોસર હસ્તક્ષેપ ન કરશો. તમે નવી ભાગીદારી સાથે જોડાઈ શકો છો. તમે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારા કામને વિસ્તારિત કરવાની યોજના બનાવી રહ્યા છો, તેથી તે બાબતે કામ કરવાની શરૂઆત કરી દો.

    આ પણ વાંચો: તુલસી પાસે ભૂલથી પણ ન મુકો આ 5 વસ્તુ

    લકી સાઈન: ખિસકોલી

    ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


    તમારો પ્રેમ સંબંધ આગળ વધશે. કોઈ વ્યક્તિ ઘણા સમયથી તમારા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે યોજના બનાવી રહ્યું છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલા વિચાર કરવો જોઈએ. ટેક્સ બાબતના કેટલાક મામલાઓ અકારણે અટકી શકે છે.

    લકી સાઈન: કબૂતર

    મકર (Capricorn): 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


    તમે કોઈ વ્યક્તિ વિશે જે ધારણા બાંધી લીધી છે, તે બાબતે તમારા મનમાં ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે. આ કારણોસર અન્ય લોકોની વાતોમાં ના આવશો. તમે એવા વ્યવસાય સાથે જોડાયેલા છો, જે એક નવું સ્ટાર્ટઅપ છે. આ કારણોસર તમારે અનેક પડકારનો સામનો કરવો પડશે.

    લકી સાઈન: મૃગતૃષ્ણા

    કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


    સૌથી ખરાબ સમય વીતી ગયો છે. તમારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી તમે ખુશ થઈ શકો. નાણાંકીય બાબતોનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે. અન્ય તમામ બાબતો યોગ્ય રીતે નિયંત્રણમાં રહેલી છે.


    લકી સાઈન: ઠંડાઈ

    મીન (Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


    તમે જે બાબતે લાંબા સમયથી કામ કરી રહ્યા છો, તે બાબતે તમને એક યોગ્ય ઓળખ પ્રાપ્ત થઈ શકે છે. હવે તમને કોઈપણ બાબતે કંઈ જ ફરક પડતો નથી. તમારે સમયના મહત્ત્વને સમજવું જરૂરી છે. તમે એવી બાબતે આગળ વધી શકો છો, જે બાબતે તમે તમારો એક દ્રષ્ટિકોણ વિકસાવી દીધો હતો.

    લકી સાઈન: પિત્તળનો ગ્લાસ

    First published:

    Tags: Dharam bhakti, Today's horoscope

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો